મ્યુઝિક આલ્બમ બનાવવા વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયો યુવક, બહેને કર્યો આપઘાતનો પ્રયાસ, 6 સામે FIR

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad News: ગુજરાતી-હિન્દી ગીતો લખતાં અને મ્યુઝિક આલ્બમ બહાર પાડતો યુવક આ શોખ પૂરો કરવા અને કમાઈ લેવાની લાલચે વ્યાજખોરીના વિષચક્રમાં ફસાયો હતો. ચાંદખેડાના મોટેરા વિસ્તારમાં રહેતાં યુવકે છ વ્યાજખોરો પાસેથી દોઢ વર્ષમાં 61 લાખ જેવી રકમ વ્યાજે મેળવી તેની લામે 1.66 કરોડ રૂપિયા ચૂકવ્યાં હતાં. ત્રણગણા પૈસા ચૂકવી દીધા હોવા છતાં અમદાવાદ અને ગાંધીનગરના છ વ્યાજખોરોએ વસૂલાત કરવા માટે લોન લેવડાવી આ ઉપરાંત ચેક, પ્રોમિસરી નોટ અને મકાન લખાવી લીધાં હતાં. એક તબક્કો એવો આવ્યો કે, ફરિયાદી યુવકના બહેને વ્યાજખોરોના ત્રાસથી આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. છેલ્લા દોઢ-બે વર્ષથી વ્યાજખોરીનું વિષચક્ર રચનાર અમદાવાદ અને ગાંધીનગરના છ માથાભારે વ્યાજખોરો સામે આખરે ફરિયાદ નોંધાવી છે અને આ મામલે કાર્યવાહી કરાશે તેવો દાવો ચાંદખેડા પોલીસ કરે છે.
What's Your Reaction?






