મુળી અને લીંબડી તાલુકામાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ

Jun 23, 2025 - 10:30
મુળી અને લીંબડી તાલુકામાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- જિલ્લામાં 3 દિવસના વિરામ બાદ વરસાદી માહોલ

- સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં પણ વરસાદ પડતા ઠંડક પ્રસરી  

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં બે દિવસના વિરામ બાદ ફરી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર સહિત અમુક તાલુકાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો જ્યારે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી અને લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી.

સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગની આગાહીના પગલે વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારો તેમજ આસપાસના ગામોમાં બપોર બાદ અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેમાં બપોરના ૨-૦૦ થી ૪-૦૦ વાગ્યા સુધીમાં વઢવાણ તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0