માળિયા મિયાણા હત્યા કેસમાં ફરાર ભાજપ પ્રમુખના ભાઈ સહિત બે આરોપી ઝડપાયા

Jun 14, 2026 - 05:00
માળિયા મિયાણા હત્યા કેસમાં ફરાર ભાજપ પ્રમુખના ભાઈ સહિત બે આરોપી ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

માળિયા મિયાણા શહેરના જુના બસસ્ટેન્ડ નજીક ગત તા.૧જુનના રોજ ધરે ફળીયામાં બેઠેલા ટ્રાન્સપોર્ટના ધંધાર્થીની ફાયરિંગ કરી હત્યા કરવાના બનાવમાં નાસતા ફરતા માળીયા ભાજપ પ્રમુખના ભાઈ સહિતના બે આરોપીઓને માળીયા મિયાણા પોલીસે હત્યામાં ઉપયોગમાં લીધેલ હથિયાર અને મોબાઈલ સાથે ઝડપી લીધા હતા.

માળિયા મિયાણા જુના બસસ્ટેન્ડ નજીક રહેતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી હૈદરભાઈ સુમારભાઈ મોવર પોતાના ઘરના ફળીયામાં બેઠા હતા ત્યારે ધંધાકીય હરીફાઈમાં સ્વીફ્ટ કારમાં ઘસી આવેલા આરોપી સફરિ મુસાભાઈ મોવર અને અજાણ્યા ચાર આરોપીઓએ ફાયરિંગ કરી હત્યા કરી નાખી હતી. આ બનાવમાં મૃતકના પત્ની સાઈનાબેને મુખ્યકાવતરા ખોર તરીકે શહેર ભાજપ પ્રમુખ ઈલિયાસ મુસાભાઈ મોવર સહિતના આરોપીઓ વિરુદ્ધ માળીયા મિયાણા સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.દરમિયાન હત્યામાં આ બનાવમાં નાસતા ફરતા શહેર ભાજપ પ્રમુખના ભાઈ એવા આરોપી સફીરભાઈ મુસાભાઈ મોવર ઉ. ૩૨, રહે. હાલ મોરબી વાવડી રોડ, શ્રીજી પાર્ક, મૂળ રહે.માળિયા મિયાણા ત્રણ રસ્તા તેમજ આરોપી મયુદ્દીનભાઈ મહેબુબભાઈ કટિયા ઉ.૨૫, રહે. હાલ માળિયા મિયાણા વિશાલા હોટલ પાછળ, હનીફબેન મુસાભાઈ મોવરની વાડીએ, મૂળ સુરેન્દ્રનગર જોરાવનગર પોલીસ સ્ટેશન સામે વાળાની માળીયા મિયાણા પોલીસે ધરપકડ કરી હત્યામાં ઉપયોગમાં લીધેલ હથિયાર તેમજ મોબાઈલ ફેન કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0