મધ્ય ગુજરાતની નદીઓમાં 1200 મગર, બે મહિનામાં 7 લોકોને ખેંચી જતાં મોત, સાવચેતીનું એલર્ટ જાહેર

Dragged away and Killed by Crocodile: મધ્ય ગુજરાતની વિશ્વામિત્રી, ઓરસંગ, મહિ, સૂર્યા, જાબુઆ, એરણ અને નર્મદાના પાણીમાં ચોમાસામાં વહી આવતા મગરોની મોટી સંખ્યા માનવ વસાહતમાં પણ જોવા મળી રહી છે. છેલ્લા બે મહિનામાં વડોદરા, ખેડા, આણંદ અને નડિયાદના વિસ્તારોમાં 110 જેટલા મગરોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. છેલ્લા ચાર મહિનામાં વન વિભાગ દ્વારા નદી કાંઠા અને શહેરમાં પાણી ભરાયેલા વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દીધું છે. 110 મગરને રેસ્ક્યુ કરવામાં આવ્યા છેઆ બે મહિનામાં મગર દ્વારા ખેંચી જવામા આવતા સાત લોકોના મૃત્યુ નોંધાયા છે. આ અંગે વલ્લભ વિદ્યાનગરમાં મગર રેસ્ક્યુ ઓપરેશનમાં સક્રિય અને વન વિભાગ સાથે કાર્ય કરતા નેચર હેલ્પ ફાઉન્ડેશનના અલ્કેશ મુરલી જણાવે છે કે આ સિઝનમાં અમારી ટીમ દ્વારા 110 મગરને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આ વર્ષે લગભગ 1200 જેટલા મગરો મધ્ય ગુજરાતની નદીઓમાં ફરી રહ્યા છે. જે સામાન્ય કરતા વધારે છે. આ પણ વાંચો: દેવું ચૂકવવા 76 ગાડીઓ ભાડે લઈ ગીરવે મૂકી ભાજપ નેતાના પુત્ર પ્રિન્સ મિસ્ત્રીએ, પોલીસે 35 જપ્ત કરીમધ્ય ગુજરાતની નદીઓમાં 1200 મગરની વસતીખાસ તો વડોદરાના નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી વધારે છે ત્યાં પણ તેમની સંખ્યા વધારે છે. આવા સમયે સવારના પહોરમાં નદી કિનારે કુદરતી હાજતે જતાં લોકો, માછીમારી કરવા નદીમાં જતા લોકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. છતાં પણ ઘણીવાર અજાણતા ભૂલથી નદીમાં માછીમારી કરતા લોકો મગરનો શિકાર બની રહ્યા છે. ખાસ કરીને સવારના સમયે જ્યારે શાંતિ હોય અને એકલ દોકલ વ્યક્તિ હાજતે જતાં હોય અથવા તો નદી ઓળંગતા હોય ત્યારે મગરનો ખતરો વિશેષ રહે છે.ચોમાસા દરમ્યાન મગરો વધુ સક્રિય જ્યાં સુધી નદીમાં પાણી ના ઉતરે ત્યાં સુધી પાણીમાં ન જવાની સૂચના છતાં સેલ્ફી લેવા માટે પણ ઘણાં યુવાનો નદીઓમાં જાય છે. બીજું આ સમય મગર બ્રિડિંગ પણ કરતાં હોય છે. જેમાં માદા વધુ સક્રિય હોય છે. જે વધુ જોખમી છે. આ પણ વાંચો: અમદાવાદમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ, શહેરમાં અંધારપટ, રાજ્યમાં કેવી છે સ્થિતિ?મધ્ય ગુજરાતની દસ નદીઓના કિનારાના 1500 જેટલા ગામોમાં નદીઓ ઓળંગીને શાળાએ જતાં બાળકો, નદી ઓળંગીને ખેતરમાં કામ કરવા જતાં ખેડૂતો અને માછીમારી કરતાં માછીમારોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ચોમાસા દરમ્યાન આ વિસ્તારોમાં મગરો વધુ સક્રિય છે.આણંદ જિલ્લમાં દેવા અને મલાતજમાં પણ તળાવોમાં પાંચસો જેટલા નાના-મોટા મગરોનો વસવાટ છે પરંતુ અહીં બંધ તળાવ અને લોકજાગૃતિને કારણે કોઈ અનિચ્છનીય બનાવો બનતા નથી.

મધ્ય ગુજરાતની નદીઓમાં 1200 મગર, બે મહિનામાં 7 લોકોને ખેંચી જતાં મોત, સાવચેતીનું એલર્ટ જાહેર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Crocodile

Dragged away and Killed by Crocodile: મધ્ય ગુજરાતની વિશ્વામિત્રી, ઓરસંગ, મહિ, સૂર્યા, જાબુઆ, એરણ અને નર્મદાના પાણીમાં ચોમાસામાં વહી આવતા મગરોની મોટી સંખ્યા માનવ વસાહતમાં પણ જોવા મળી રહી છે. છેલ્લા બે મહિનામાં વડોદરા, ખેડા, આણંદ અને નડિયાદના વિસ્તારોમાં 110 જેટલા મગરોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. છેલ્લા ચાર મહિનામાં વન વિભાગ દ્વારા નદી કાંઠા અને શહેરમાં પાણી ભરાયેલા વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દીધું છે. 

110 મગરને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે

આ બે મહિનામાં મગર દ્વારા ખેંચી જવામા આવતા સાત લોકોના મૃત્યુ નોંધાયા છે. આ અંગે વલ્લભ વિદ્યાનગરમાં મગર રેસ્ક્યુ ઓપરેશનમાં સક્રિય અને વન વિભાગ સાથે કાર્ય કરતા નેચર હેલ્પ ફાઉન્ડેશનના અલ્કેશ મુરલી જણાવે છે કે આ સિઝનમાં અમારી ટીમ દ્વારા 110 મગરને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આ વર્ષે લગભગ 1200 જેટલા મગરો મધ્ય ગુજરાતની નદીઓમાં ફરી રહ્યા છે. જે સામાન્ય કરતા વધારે છે. 

આ પણ વાંચો: દેવું ચૂકવવા 76 ગાડીઓ ભાડે લઈ ગીરવે મૂકી ભાજપ નેતાના પુત્ર પ્રિન્સ મિસ્ત્રીએ, પોલીસે 35 જપ્ત કરી

મધ્ય ગુજરાતની નદીઓમાં 1200 મગરની વસતી

ખાસ તો વડોદરાના નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી વધારે છે ત્યાં પણ તેમની સંખ્યા વધારે છે. આવા સમયે સવારના પહોરમાં નદી કિનારે કુદરતી હાજતે જતાં લોકો, માછીમારી કરવા નદીમાં જતા લોકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. છતાં પણ ઘણીવાર અજાણતા ભૂલથી નદીમાં માછીમારી કરતા લોકો મગરનો શિકાર બની રહ્યા છે. 

ખાસ કરીને સવારના સમયે જ્યારે શાંતિ હોય અને એકલ દોકલ વ્યક્તિ હાજતે જતાં હોય અથવા તો નદી ઓળંગતા હોય ત્યારે મગરનો ખતરો વિશેષ રહે છે.

ચોમાસા દરમ્યાન મગરો વધુ સક્રિય 

જ્યાં સુધી નદીમાં પાણી ના ઉતરે ત્યાં સુધી પાણીમાં ન જવાની સૂચના છતાં સેલ્ફી લેવા માટે પણ ઘણાં યુવાનો નદીઓમાં જાય છે. બીજું આ સમય મગર બ્રિડિંગ પણ કરતાં હોય છે. જેમાં માદા વધુ સક્રિય હોય છે. જે વધુ જોખમી છે. 

આ પણ વાંચો: અમદાવાદમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ, શહેરમાં અંધારપટ, રાજ્યમાં કેવી છે સ્થિતિ?

મધ્ય ગુજરાતની દસ નદીઓના કિનારાના 1500 જેટલા ગામોમાં નદીઓ ઓળંગીને શાળાએ જતાં બાળકો, નદી ઓળંગીને ખેતરમાં કામ કરવા જતાં ખેડૂતો અને માછીમારી કરતાં માછીમારોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ચોમાસા દરમ્યાન આ વિસ્તારોમાં મગરો વધુ સક્રિય છે.

આણંદ જિલ્લમાં દેવા અને મલાતજમાં પણ તળાવોમાં પાંચસો જેટલા નાના-મોટા મગરોનો વસવાટ છે પરંતુ અહીં બંધ તળાવ અને લોકજાગૃતિને કારણે કોઈ અનિચ્છનીય બનાવો બનતા નથી.