ભુજના બોરવેલમાં ખાબકેલી ઇન્દ્રાનું મોત... આપઘાત કે હત્યા? પોલીસ તપાસમાં ખુલશે સસ્પેન્સ
Indra Suicide Or Murder : ભુજ તાલુકાના કંઢેરાઇ ગામે સોમવારે વહેલી સવારે 540 ફૂટ ઉંડા બોરવેલમાં ખેત મજુર યુવતી પડી જવાના કેસમાં તંત્રની દોડધામ બાદ 32 કલાક પછી યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. બીજી તરફ બોરવેલ ઢાંકેલો હતો. તો પછી 22 વર્ષની યુવતી અંદર કઇ રીતે પડી તે મોટો સવાલ ખડો થયો છે. યુવતીએ આપઘાત કર્યો હોવાની સંભાવના પ્રબળ બનતાં પદ્ધર પોલીસે તે દિશામાં તપાસ તેજ કરી છે. રાજસ્થાનના પ્રતાપગઢની અને છેલ્લા છથી આઠ વર્ષથી પિતરાઇ ભાઇ લાલજીભાઇ સાથે ભુજ તાલુકાના કંઢેરાઇ ગામે વાડીમાં રહેતી 22 વર્ષીય ઇન્દ્રા કાનજીભાઇ મીણા નામની યુવતી મંગળવારે સવારે સવા પાંચ વાગ્યા અરસામાં તેની ભત્રીજી વસુંધરા સાથે બાથરૂમ કરવા ગઇ હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Indra Suicide Or Murder : ભુજ તાલુકાના કંઢેરાઇ ગામે સોમવારે વહેલી સવારે 540 ફૂટ ઉંડા બોરવેલમાં ખેત મજુર યુવતી પડી જવાના કેસમાં તંત્રની દોડધામ બાદ 32 કલાક પછી યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. બીજી તરફ બોરવેલ ઢાંકેલો હતો. તો પછી 22 વર્ષની યુવતી અંદર કઇ રીતે પડી તે મોટો સવાલ ખડો થયો છે. યુવતીએ આપઘાત કર્યો હોવાની સંભાવના પ્રબળ બનતાં પદ્ધર પોલીસે તે દિશામાં તપાસ તેજ કરી છે.
રાજસ્થાનના પ્રતાપગઢની અને છેલ્લા છથી આઠ વર્ષથી પિતરાઇ ભાઇ લાલજીભાઇ સાથે ભુજ તાલુકાના કંઢેરાઇ ગામે વાડીમાં રહેતી 22 વર્ષીય ઇન્દ્રા કાનજીભાઇ મીણા નામની યુવતી મંગળવારે સવારે સવા પાંચ વાગ્યા અરસામાં તેની ભત્રીજી વસુંધરા સાથે બાથરૂમ કરવા ગઇ હતી.