ભાવનગર શહેરમાં સિઝનનો 20 ટકા અને જિલ્લાનો 34 ટકા વરસાદ નોંધાયો

- વર્ષ 2023 ની તુલનાએ શહેરમાં 37 ટકા અને જિલ્લામાં 11 ટકા વરસાદની ઘટ- જિલ્લામાં સૌથી વધારે મહુવા પંથકમાં અને સોથી ઓછો ઘોઘા પંથકમાં વરસાદ, શહેરમાં મેઘરાજાએ લાંબો વિરામ લીધોભાવનગર : ભાવનગરમાં ચોમાસાના પ્રારંભમાં સારો પ્રારંભ થયો છે પરંતુ ૯મી જુલાઈની સ્થિતિએ ગત વર્ષની તુલનાએ આ વર્ષે શહેરમાં ૩૭ ટકા અને જિલ્લામાં ૧૧ ટકા ઓછો વરસાદ પડયો છે. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટિના આંકડાઓ પ્રમાણે શહેરમાં સિઝનનો ૨૦ ટકા અને જિલ્લામાં ૩૪ ટકા વરસાદ નોંધાયો છે. જેમાંં મહુવા પંથકમાં સૌથી વધારે અને ઘોઘા પંથકમાં સૌથી ઓછો વરસાદ પડયો છે. બીજી તરફ શહેરમાં મેઘરાજાએ લીધેલો લાંબો વિરામ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.ૅભાવનગર જિલ્લાનો સિઝનના સરેરાશ વરસાદ ૬૨૪ મિ.મી. છે. જેની સામે સિઝનના પ્રારંભથી અત્યાર સુધીમાં જિલ્લામાં સરેરાશ ૨૧૧.૬ મિ.મી. વરસાદ નોંધાઈ ચુક્યો છે. ૯મી જુલાઈની સ્થિતિએ જિલ્લાનો સરેરાશ વરસાદ ૩૩.૯૪ ટકા નોંધાયો છે. જે ગત વર્ષની સરખામણીએ ૧૧.૪૪ ટકા ઓછો છે. ગત વર્ષે જિલ્લાનો સરેરાશ વરસાદ ૪૫.૩૮ ટકા હતો. જ્યારે ભાવનગર શહેરમાં આ વર્ષે સિઝનનો સરેરાશ ૨૦ ટકા વરસાદ નોંધાયો છે જે ગત વર્ષની સરખામણીએ ૩૭ ટકા ઓછો છે. ગત વર્ષે શહેરનો સરેરાશ વરસાદ ૫૭ ટકા હતો. ગત વર્ષે ભાવનગરમાં ૪૧૯ મિ.મી. વરસાદની સામે આ વર્ષે માત્ર ૧૫૫ મિ.મી. નોંધાયો છે. તેવી જ રીતે ગત વર્ષે જિલ્લાનો સરેરાશ વરસાદ ૨૮૦ મિ.મી. હતો જે આ વર્ષે ૨૧૧.૬ મિ.મી. નોંધાયો છે. ચોમાસાના પ્રારંભમાં સારા વરસાદ બાદ ભાવનગર શહેરમાં મેઘરાજાએ લીધેલો વિરામ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. વાદળો અને ભેજના પ્રમાણના કારણે અસહ્ય બફારો અનુભવ થઈ રહ્યો છે અને તેની વચ્ચે શહેરમાં હજુ સારા વરસાદની લોકો રાહ જોઈ રહ્યાં છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા ૪ દિવસથી શહેરમાં મેઘરાજાએ વિરામ લીધો છે અને જિલ્લાના અમુક ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદ નોંધાયો છે ત્યારે આગામી દિવસોમાં સારા વરસાદની લોકો રાહ જોઈ રહ્યાં છે. ૯મી જુલાઈની સ્થિતિએ જિલ્લામાં સૌથી વધારે મહુવામાં ૩૪૮ મિ.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી ઓછો ઘોઘામાં ૧૦૩ મિ.મી. વરસાદ નોંધાયો છે. તે સિવાય વલ્લભીપુરમાં ૨૮૭ મિ.મી., ગારિયાધારમાં ૨૫૬ મિ.મી., પાલિતાણામાં ૨૪૩ મિ.મી., ઉમરાળામાં ૨૩૫ મિ.મી., સિહોરમાં ૨૦૧ મિ.મી., જેસર અને તળાજામાં ૧૪૪ મિ.મી. નોંધાઈ ચુક્યો છે. એકંદરે ભાવનગર જિલ્લામાં ચોમાસાની શરૂઆત સારી છે. પ્રારંભીક વરસાદ પછીની વરાપ ખેતીના પાક માટે સારી હોય છે પરંતુ જો આ વરાપ લંબાશે તો ખેડૂતોની ચિંતા વધશે. જોકે ધોરી માસ અને શ્રાવણી સરવડાં બાકી છે ત્યારે આ દિવસોમાં સારા વરસાદની આશા લોકો સેવી રહ્યાં છે.(બોક્સ)ભાવનગર જિલ્લામાં નોંધાયેલો વરસાદ તાલુકો        વરસાદ       ટકાવારી           (કિ.મી.માં) ભાવનગર  ૧૫૫ ૨૦ ગારિયાધાર          ૨૫૬ ૫૬.૫૧ ઘોઘા ૧૦૩ ૧૬.૪૮ જેસર ૧૪૪ ૨૨.૧૯ મહુવા         ૩૪૮ ૫૧.૬૩ પાલિતાણા  ૨૪૩ ૪૦.૦૩ સિહોર         ૨૦૧ ૩૧.૪૬ તળાજા       ૧૪૪ ૨૫.૪૯ ઉમરાળા     ૨૩૫ ૩૮.૪૬ વલ્લભીપુર ૨૮૭ ૪૪.૧૫ (તા.૯ જુલાઈ ૨૦૨૪ની સ્થિતિએ)

ભાવનગર શહેરમાં સિઝનનો 20 ટકા અને જિલ્લાનો 34 ટકા વરસાદ નોંધાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- વર્ષ 2023 ની તુલનાએ શહેરમાં 37 ટકા અને જિલ્લામાં 11 ટકા વરસાદની ઘટ

- જિલ્લામાં સૌથી વધારે મહુવા પંથકમાં અને સોથી ઓછો ઘોઘા પંથકમાં વરસાદ, શહેરમાં મેઘરાજાએ લાંબો વિરામ લીધો

ભાવનગર : ભાવનગરમાં ચોમાસાના પ્રારંભમાં સારો પ્રારંભ થયો છે પરંતુ ૯મી જુલાઈની સ્થિતિએ ગત વર્ષની તુલનાએ આ વર્ષે શહેરમાં ૩૭ ટકા અને જિલ્લામાં ૧૧ ટકા ઓછો વરસાદ પડયો છે. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટિના આંકડાઓ પ્રમાણે શહેરમાં સિઝનનો ૨૦ ટકા અને જિલ્લામાં ૩૪ ટકા વરસાદ નોંધાયો છે. જેમાંં મહુવા પંથકમાં સૌથી વધારે અને ઘોઘા પંથકમાં સૌથી ઓછો વરસાદ પડયો છે. બીજી તરફ શહેરમાં મેઘરાજાએ લીધેલો લાંબો વિરામ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ૅભાવનગર જિલ્લાનો સિઝનના સરેરાશ વરસાદ ૬૨૪ મિ.મી. છે. જેની સામે સિઝનના પ્રારંભથી અત્યાર સુધીમાં જિલ્લામાં સરેરાશ ૨૧૧.૬ મિ.મી. વરસાદ નોંધાઈ ચુક્યો છે. ૯મી જુલાઈની સ્થિતિએ જિલ્લાનો સરેરાશ વરસાદ ૩૩.૯૪ ટકા નોંધાયો છે. જે ગત વર્ષની સરખામણીએ ૧૧.૪૪ ટકા ઓછો છે. ગત વર્ષે જિલ્લાનો સરેરાશ વરસાદ ૪૫.૩૮ ટકા હતો. જ્યારે ભાવનગર શહેરમાં આ વર્ષે સિઝનનો સરેરાશ ૨૦ ટકા વરસાદ નોંધાયો છે જે ગત વર્ષની સરખામણીએ ૩૭ ટકા ઓછો છે. ગત વર્ષે શહેરનો સરેરાશ વરસાદ ૫૭ ટકા હતો. ગત વર્ષે ભાવનગરમાં ૪૧૯ મિ.મી. વરસાદની સામે આ વર્ષે માત્ર ૧૫૫ મિ.મી. નોંધાયો છે. તેવી જ રીતે ગત વર્ષે જિલ્લાનો સરેરાશ વરસાદ ૨૮૦ મિ.મી. હતો જે આ વર્ષે ૨૧૧.૬ મિ.મી. નોંધાયો છે. ચોમાસાના પ્રારંભમાં સારા વરસાદ બાદ ભાવનગર શહેરમાં મેઘરાજાએ લીધેલો વિરામ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. વાદળો અને ભેજના પ્રમાણના કારણે અસહ્ય બફારો અનુભવ થઈ રહ્યો છે અને તેની વચ્ચે શહેરમાં હજુ સારા વરસાદની લોકો રાહ જોઈ રહ્યાં છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા ૪ દિવસથી શહેરમાં મેઘરાજાએ વિરામ લીધો છે અને જિલ્લાના અમુક ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદ નોંધાયો છે ત્યારે આગામી દિવસોમાં સારા વરસાદની લોકો રાહ જોઈ રહ્યાં છે. ૯મી જુલાઈની સ્થિતિએ જિલ્લામાં સૌથી વધારે મહુવામાં ૩૪૮ મિ.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી ઓછો ઘોઘામાં ૧૦૩ મિ.મી. વરસાદ નોંધાયો છે. તે સિવાય વલ્લભીપુરમાં ૨૮૭ મિ.મી., ગારિયાધારમાં ૨૫૬ મિ.મી., પાલિતાણામાં ૨૪૩ મિ.મી., ઉમરાળામાં ૨૩૫ મિ.મી., સિહોરમાં ૨૦૧ મિ.મી., જેસર અને તળાજામાં ૧૪૪ મિ.મી. નોંધાઈ ચુક્યો છે. એકંદરે ભાવનગર જિલ્લામાં ચોમાસાની શરૂઆત સારી છે. પ્રારંભીક વરસાદ પછીની વરાપ ખેતીના પાક માટે સારી હોય છે પરંતુ જો આ વરાપ લંબાશે તો ખેડૂતોની ચિંતા વધશે. જોકે ધોરી માસ અને શ્રાવણી સરવડાં બાકી છે ત્યારે આ દિવસોમાં સારા વરસાદની આશા લોકો સેવી રહ્યાં છે.

(બોક્સ)

ભાવનગર જિલ્લામાં નોંધાયેલો વરસાદ

તાલુકો        વરસાદ       ટકાવારી

          (કિ.મી.માં)

ભાવનગર  ૧૫૫ ૨૦

ગારિયાધાર          ૨૫૬ ૫૬.૫૧

ઘોઘા ૧૦૩ ૧૬.૪૮

જેસર ૧૪૪ ૨૨.૧૯

મહુવા         ૩૪૮ ૫૧.૬૩

પાલિતાણા  ૨૪૩ ૪૦.૦૩

સિહોર         ૨૦૧ ૩૧.૪૬

તળાજા       ૧૪૪ ૨૫.૪૯

ઉમરાળા     ૨૩૫ ૩૮.૪૬

વલ્લભીપુર ૨૮૭ ૪૪.૧૫

(તા.૯ જુલાઈ ૨૦૨૪ની સ્થિતિએ)