બુકી પાર્થ દોશીએ અન્ય રાજ્યોમાં અનેક માસ્ટર આઇડી આપ્યાની શક્યતા

અમદાવાદ,રવિવારમાધુપુરામાંથી ઝડપાયેલા રૂપિયા બે હજાર કરોડના ક્રિકેટ સટ્ટા બેટિંગ અને ડબ્બા ટ્રેડિંગના કેસમાં ઝડપાયેલા આરોપી પાર્થ દોશીની પુછપરછમાં ગુજરાત ઉપરાંત, અન્ય રાજ્યોમાં ચાલતા ક્રિકેટ સટ્ટાના નેટવર્કની અન્ય વિગતો બહાર આવવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. જેમાં પોલીસે તેણે કોને કોને માસ્ટર આઇડી આપ્યા છે?  તે અંગે પણ તપાસ કરવામાં આવશે.માધુપુરા ક્રિકેટ સટ્ટા બેટિંગમાં જે માસ્ટર આઇડી દ્વારા હજારો કરોડોનો સટ્ટો રમાડવામાં આવ્યો હતો. તે ત્રણ માસ્ટર આઇડી દુબઇથી પહોચતુ કરનારા પાર્થ દોશીની સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ધરપકડ બાદ પુછપરછ શરૂ કરવામાં આવી છે. જેમાં તેને એક માસ્ટર આઇડી દીઠ એક ટકો કમિશન આપવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે. તેણે માત્ર ગુજરાતમાં જ નહી પણ અન્ય રાજ્યોમાં પણ મોટાપાયે માસ્ટર આઇડી સપ્લાય કર્યાની શક્યતાને આધારે તેની પુછપરછ કરવામાં આવી રહી છે.પાર્થ દોશી શરૂઆતમાં સુરેન્દ્રનગરમાં જ ક્રિકેટ સટ્ટો રમતો હતો. જે દરમિયાન તેનો પરિચય કેટલાંક બુકીઓ સાથે થયો હતો. જેના આધારે તેણે પણ ક્રિકેટ સટ્ટામાં સટ્ટો બુક કરવાનું કામ શરૂ કર્યું હતું.  વર્ષ ૨૦૧૮ પહેલા તે  બે થી ત્રણ વાર દુબઇ ગયો હતો. જ્યાં તેની મુલાકાત અન્ય મોટા ગજા બુકીઓ સાથે થઇ હતી. જે માત્ર  ક્રિકેટ જ નહી પણ ગેમીંગ અન્ય રમતો પર પણ મોટાપાયે સટ્ટો રમાડતા હતા. જેથી તેણે દુબઇમાં  જ કામ શરૂ કર્યું હતું અને વર્ષ ૨૦૧૮માં તે પરિવાર સાથે દુબઇ સેટ થઇ ગયો હતો. વર્ષ ૨૦૨૨માં તે ગુજરાતમાં લગ્ન પ્રસંગે આવ્યો હતો અને થોડા દિવસ પહેલા દર્શન કરવા માટે અમૃતસર આવ્યો ત્યારે તે એલઓસીના આધારે ઝડપાયો હતો.  હાલ સ્ટેટ મોનીટરીગ સેલના અધિકારીઓ દ્વારા તેની વધુ પુછપરછ કરવામાં આવી રહી છે.

બુકી પાર્થ દોશીએ અન્ય રાજ્યોમાં અનેક માસ્ટર આઇડી આપ્યાની શક્યતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,રવિવાર

માધુપુરામાંથી ઝડપાયેલા રૂપિયા બે હજાર કરોડના ક્રિકેટ સટ્ટા બેટિંગ અને ડબ્બા ટ્રેડિંગના કેસમાં ઝડપાયેલા આરોપી પાર્થ દોશીની પુછપરછમાં ગુજરાત ઉપરાંત, અન્ય રાજ્યોમાં ચાલતા ક્રિકેટ સટ્ટાના નેટવર્કની અન્ય વિગતો બહાર આવવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. જેમાં પોલીસે તેણે કોને કોને માસ્ટર આઇડી આપ્યા છેતે અંગે પણ તપાસ કરવામાં આવશે.માધુપુરા ક્રિકેટ સટ્ટા બેટિંગમાં જે માસ્ટર આઇડી દ્વારા હજારો કરોડોનો સટ્ટો રમાડવામાં આવ્યો હતો. તે ત્રણ માસ્ટર આઇડી દુબઇથી પહોચતુ કરનારા પાર્થ દોશીની સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ધરપકડ બાદ પુછપરછ શરૂ કરવામાં આવી છે. જેમાં તેને એક માસ્ટર આઇડી દીઠ એક ટકો કમિશન આપવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે. તેણે માત્ર ગુજરાતમાં જ નહી પણ અન્ય રાજ્યોમાં પણ મોટાપાયે માસ્ટર આઇડી સપ્લાય કર્યાની શક્યતાને આધારે તેની પુછપરછ કરવામાં આવી રહી છે.પાર્થ દોશી શરૂઆતમાં સુરેન્દ્રનગરમાં જ ક્રિકેટ સટ્ટો રમતો હતો. જે દરમિયાન તેનો પરિચય કેટલાંક બુકીઓ સાથે થયો હતો. જેના આધારે તેણે પણ ક્રિકેટ સટ્ટામાં સટ્ટો બુક કરવાનું કામ શરૂ કર્યું હતું.  વર્ષ ૨૦૧૮ પહેલા તે  બે થી ત્રણ વાર દુબઇ ગયો હતો. જ્યાં તેની મુલાકાત અન્ય મોટા ગજા બુકીઓ સાથે થઇ હતી. જે માત્ર  ક્રિકેટ જ નહી પણ ગેમીંગ અન્ય રમતો પર પણ મોટાપાયે સટ્ટો રમાડતા હતા. જેથી તેણે દુબઇમાં  જ કામ શરૂ કર્યું હતું અને વર્ષ ૨૦૧૮માં તે પરિવાર સાથે દુબઇ સેટ થઇ ગયો હતો. વર્ષ ૨૦૨૨માં તે ગુજરાતમાં લગ્ન પ્રસંગે આવ્યો હતો અને થોડા દિવસ પહેલા દર્શન કરવા માટે અમૃતસર આવ્યો ત્યારે તે એલઓસીના આધારે ઝડપાયો હતો.  હાલ સ્ટેટ મોનીટરીગ સેલના અધિકારીઓ દ્વારા તેની વધુ પુછપરછ કરવામાં આવી રહી છે.