બિયારણ પણ નકલી?: જામનગરના ખેડૂતોની મગફળી થઈ બરબાદ, કંપનીએ કહ્યું- 'જ્યાં કેસ કરવો હોય ત્યાં કરી લો'

Jamnagar Groundnuts Seeds Matter : રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદના કારણે પાક નુકશાનથી ખેડૂતો પરેશાન છે, ત્યારે જામનગરના લાલપુર તાલુકાના ભાણગોર ગામના ખેડૂતોને મગફળીના બિયારણે રડાવ્યા છે. ખેડૂતોનો આરોપ છે કે નકલી કે ગુણવત્તા વગરના બિયારણના કારણે તેમનો મગફળીનો પાક બરબાદ થઈ ગયો છે. તમામ તકેદારી રાખી હોવા છતાં સાવ નાની મગફળીનો ઉતારો થયો, જે અંગે ખેડૂતે કંપનીમાં ફરિયાદ કરી તો એગ્રો કંપનીના સંચાલકે ઉલટાનું ખેડૂતને ધમકાવ્યા હતા.નબળી ગુણવત્તાવાળું બિયારણ આપ્યુંલાલપુર તાલુકાના ભાણગોર ગામના ખેડૂતે એગ્રો કંપની સામે આક્ષેપ કરતા કહ્યું કે, 'ભાણવડમાં શ્રીનાથજી એગ્રોમાંથી અક્ષય કંપનીનું 66 નંબરનું મગફળીનું બિયારણ 20 કિલોગ્રામના 3,500 રૂપિયા લેખે ખરીદી કરી હતી. પણ અમને નબળી ગુણવત્તાવાળું બિયારણ આપ્યું હતું. ભાણગોર ગામના ચાર ખેડૂતો સાથે પણ છેતરપિંડી થઈ છે.'આ પણ વાંચો : ગુજરાતમાં નવરાત્રિમાં જ્યાં સુધી રમવા હોય ત્યાં સુધી ગરબા રમી શકાશે, સરકારની જાહેરાતએગ્રો કંપનીના સંચાલકોની દાદાગીરીસમગ્ર મામલે ખેડૂતે અક્ષય એગ્રો કંપનીમાં ફોન કરીને જાણ કરી હતી. તો સંચાલકે કહ્યું કે, 'તમારે મન પડે ત્યાં ફરિયાદ કરો, અમને કોઈ વાંધો નથી...' ખેડૂતોએ આખરે આ મામલે જામનગર જિલ્લા ખેતીવાડી અધિકારી કચેરી અને કૃષિમંત્રી રાઘવજી પટેલને પણ લેખિતમાં ફરિયાદ કરી છે. કૃષિમંત્રી આ બબાતે શું પગલે લે છે, તેના પર ખેડૂતોની નજર છે.

બિયારણ પણ નકલી?: જામનગરના ખેડૂતોની મગફળી થઈ બરબાદ, કંપનીએ કહ્યું- 'જ્યાં કેસ કરવો હોય ત્યાં કરી લો'

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jamnagar Groundnuts Seeds Matter

Jamnagar Groundnuts Seeds Matter : રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદના કારણે પાક નુકશાનથી ખેડૂતો પરેશાન છે, ત્યારે જામનગરના લાલપુર તાલુકાના ભાણગોર ગામના ખેડૂતોને મગફળીના બિયારણે રડાવ્યા છે. ખેડૂતોનો આરોપ છે કે નકલી કે ગુણવત્તા વગરના બિયારણના કારણે તેમનો મગફળીનો પાક બરબાદ થઈ ગયો છે. તમામ તકેદારી રાખી હોવા છતાં સાવ નાની મગફળીનો ઉતારો થયો, જે અંગે ખેડૂતે કંપનીમાં ફરિયાદ કરી તો એગ્રો કંપનીના સંચાલકે ઉલટાનું ખેડૂતને ધમકાવ્યા હતા.

નબળી ગુણવત્તાવાળું બિયારણ આપ્યું

લાલપુર તાલુકાના ભાણગોર ગામના ખેડૂતે એગ્રો કંપની સામે આક્ષેપ કરતા કહ્યું કે, 'ભાણવડમાં શ્રીનાથજી એગ્રોમાંથી અક્ષય કંપનીનું 66 નંબરનું મગફળીનું બિયારણ 20 કિલોગ્રામના 3,500 રૂપિયા લેખે ખરીદી કરી હતી. પણ અમને નબળી ગુણવત્તાવાળું બિયારણ આપ્યું હતું. ભાણગોર ગામના ચાર ખેડૂતો સાથે પણ છેતરપિંડી થઈ છે.'

આ પણ વાંચો : ગુજરાતમાં નવરાત્રિમાં જ્યાં સુધી રમવા હોય ત્યાં સુધી ગરબા રમી શકાશે, સરકારની જાહેરાત

એગ્રો કંપનીના સંચાલકોની દાદાગીરી

સમગ્ર મામલે ખેડૂતે અક્ષય એગ્રો કંપનીમાં ફોન કરીને જાણ કરી હતી. તો સંચાલકે કહ્યું કે, 'તમારે મન પડે ત્યાં ફરિયાદ કરો, અમને કોઈ વાંધો નથી...' ખેડૂતોએ આખરે આ મામલે જામનગર જિલ્લા ખેતીવાડી અધિકારી કચેરી અને કૃષિમંત્રી રાઘવજી પટેલને પણ લેખિતમાં ફરિયાદ કરી છે. કૃષિમંત્રી આ બબાતે શું પગલે લે છે, તેના પર ખેડૂતોની નજર છે.