બનાસકાંઠા: અમીરગઢની ખજૂરિયા શાળામાં શિક્ષક નશામાં ચૂર થઈને શાળાએ પહોંચ્યો, ગ્રામજનોએ પોલીસને સોંપ્યો

Feb 14, 2026 - 19:30
બનાસકાંઠા: અમીરગઢની ખજૂરિયા શાળામાં શિક્ષક નશામાં ચૂર થઈને શાળાએ પહોંચ્યો, ગ્રામજનોએ પોલીસને સોંપ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં આવેલી ખજૂરિયા પ્રાથમિક શાળામાં એક ચોંકાવનારી અને શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. જે શિક્ષકના શિરે બાળકોનું ભવિષ્ય ઘડવાની જવાબદારી છે, તે જ શિક્ષક નશામાં ચૂર થઈને શાળાએ પહોંચતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

શું છે સમગ્ર ઘટના?

મળતી માહિતી અનુસાર, ખજૂરિયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા રાજકુમાર નામનો શિક્ષક શનિવારે (14મી ફેબ્રુઆરી) શાળાના સમયે નશાની હાલતમાં ફરજ પર હાજર થયો હતો. શિક્ષકની વિચિત્ર હરકતો અને ભાન ભૂલેલી હાલત જોઈને શાળાએ આવેલા ગ્રામજનોને શંકા ગઈ હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0