Harijમાં ભારે વરસાદ વચ્ચે વાદી વસાહતની વ્હારે આવી પોલીસ, PIની ટીમે ભોજનની વ્યવસ્થા કરી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પાટણ જિલ્લાના હારીજ શહેરમાં સતત ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ખાસ કરીને રોજનું કમાઈને રોજ ખાતા શ્રમિક અને મજૂર વર્ગની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. હારીજની વાદી વસાહતમાં દૈનિક મજૂરી કરી ગુજરાન ચલાવતા ગરીબ પરિવારોની હાલત કફોડી બનતાં હારીજ પોલીસ સ્ટેશનના PI એ.બી. મહેરીયા અને તેમની ટીમ સ્વયંભૂ તેમની મદદે પહોંચી હતી.
સાંજના ભોજનની વ્યવસ્થા કરાવી, ગરીબ પરિવારોમાં ખુશીની લહેર
વરસાદી આફતમાં આ પરિવારો ભૂખ્યા ન રહે તે માટે PI મહેરીયા અને પોલીસ ટીમે વાદી વસાહતમાં રૂબરૂ જઈને તમામ લોકો માટે સાંજના પૌષ્ટિક ભોજનની વિશેષ વ્યવસ્થા કરાવી હતી. મુશ્કેલ સમયમાં પોલીસનો આવો માનવીય અને સંવેદનશીલ અભિગમ જોઈને વસાહતના ગરીબ પરિવારો અને બાળકોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી. ગ્રામજનોએ હારીજ પોલીસની આ સરાહનીય કામગીરીને બિરદાવી હતી.
ભોજન સાથે શિક્ષણનું માર્ગદર્શન: "બાળકોને ભણાવો, ગરીબી દૂર થશે"
પોલીસે માત્ર ભોજન પૂરું પાડીને પોતાની ફરજ પૂરી ન માની, પરંતુ વાદી વસાહતના વાલીઓ અને બાળકો સાથે સંવાદ પણ સાધ્યો હતો. PI એ.બી. મહેરીયાએ પ્રેરણાદાયી માર્ગદર્શન આપતાં જણાવ્યું કે, "બાળકોને શિક્ષણથી ક્યારેય વંચિત ન રાખો, ઉચ્ચ શિક્ષણથી જ ગરીબી દૂર થશે. જો બાળકો ભણીગણીને આગળ વધશે અને સરકારી નોકરી મેળવશે, તો પરિવાર સારા મકાન અને તમામ સુખ-સુવિધાઓ મેળવી શકશે." વધુમાં તેમણે ખાતરી આપી હતી કે વરસાદ કે અન્ય કોઈ પણ તકલીફના સમયે હારીજ પોલીસ સ્ટેશનનો તાત્કાલિક સંપર્ક કરવો, પોલીસ હંમેશાં મદદ માટે તૈયાર છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

