ફોર્ચ્યુનર કાર ચાલક કારને પુરઝડપે હંકારીને પોલીસને દુર સુધી ઘસેડી ગયો
અમદાવાદ,રવિવારશહેરના તપોવન સર્કલ પાસે ગત રાત્રીએ ચાંદખેડા પોલીસનો સ્ટાફ વાહનચેકિંગમાં હતો ત્યારે એક કાળા રંગની ફોર્ચ્યુનર કારને રોકવા જતા કારચાલકે કારને પોલીસ પર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે બે પોલીસ કર્મચારીએ કારનો દરવાજો પકડી રાખતા કારચાલક બંનેને અગોરા મોલ સુધી ઘસેડી ગયો હતો અને બાદમાં નીચે પટકાવીને ફરાર થઇ ગયો હતો. ચાંદખેડા પોલીસે આ અંગે કારચાલક અને તેની સાથે રહેલી મહિલાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે. આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે ચાંદખેડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગત રાત્રીએ તપોવન સર્કલ પાસે વાહનચેકિંગમાં હતો ત્યારે એક કાળા રંગની ફોર્ચ્યુનર કાર પુરઝડપે આવતી હતી. જેથી પોલીસ કોન્સ્ટેબલ નિતેશકુમાર અને હેડ કોન્સ્ટેબલ રાયમલભાઇ સહિતના સ્ટાફે કારચાલકને ઉભા રહેવાનો ઇશારો કર્યો હતો. પણ કારચાલકે સ્પીડ વધારે સ્ટાફ કારથી અકસ્માતનો પ્રયાસ કર્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,રવિવાર
શહેરના તપોવન સર્કલ પાસે ગત રાત્રીએ ચાંદખેડા પોલીસનો સ્ટાફ વાહનચેકિંગમાં હતો ત્યારે એક કાળા રંગની ફોર્ચ્યુનર કારને રોકવા જતા કારચાલકે કારને પોલીસ પર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે બે પોલીસ કર્મચારીએ કારનો દરવાજો પકડી રાખતા કારચાલક બંનેને અગોરા મોલ સુધી ઘસેડી ગયો હતો અને બાદમાં નીચે પટકાવીને ફરાર થઇ ગયો હતો. ચાંદખેડા પોલીસે આ અંગે કારચાલક અને તેની સાથે રહેલી મહિલાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે. આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે ચાંદખેડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગત રાત્રીએ તપોવન સર્કલ પાસે વાહનચેકિંગમાં હતો ત્યારે એક કાળા રંગની ફોર્ચ્યુનર કાર પુરઝડપે આવતી હતી. જેથી પોલીસ કોન્સ્ટેબલ નિતેશકુમાર અને હેડ કોન્સ્ટેબલ રાયમલભાઇ સહિતના સ્ટાફે કારચાલકને ઉભા રહેવાનો ઇશારો કર્યો હતો. પણ કારચાલકે સ્પીડ વધારે સ્ટાફ કારથી અકસ્માતનો પ્રયાસ કર્યો હતો.