Borsadમાં વરસાદની તોફાની બેટિંગ, 150 જેટલી દુકાનોમાં પાણી ઘુસ્યા

બોરસદમાં 150 જેટલી દુકાનોમાં પાણી ઘૂસ્યાભોંયરાની દુકાનોમાં પાણી ભરાઈ જતા નુકસાન બોરસદમાં 10 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો આજે વહેલી સવારથી જ આણંદના બોરસદ શહેરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે અને શહેરમાં આજે સાંજે 6 વાગ્યા સુધી 10 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારે ભાર વરસાદને પગલે શહેરના ઠેર ઠેર વરસાદી પાણી ભરાવવાની સમસ્યા સામે આવી છે. 10 ઈંચ જેટલો વરસાદ ખાબકતા 150 જેટલી દુકાનોમાં પાણી ઘુસી ગયા ત્યારે સતત ધોધમાર વરસાદને પગલે બોરસદમાં 150 જેટલી દુકાનોમાં પાણી ઘુસી ગયા છે અને સાથે જ બસ સ્ટેન્ડ પાસેના સિલ્વર પોઈન્ટ સહિત સીટી પોઈન્ટમાં પાણી ઘૂસ્યા છે. ત્યારે ભોંયરાવાળઈ દુકાનોમાં પાણી ભરાઈ જતા દુકાનદારોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કારણ કે આજે શહેરમાં 10 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. શહેરમાં ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા ત્યારે બોરસદમાં ભારે વરસાદને લઈ રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા. પામોલ-ખડોલ માર્ગ પર કાંસ ઓવરફલો થતાં તે રસ્તો પણ લોકોની અવરજવર કરવા માટે બંધ કરવામાં આવ્યો હતો. જ્યારે બોરસદ-આંકલાવ, અલારસા, કોસીન્દ્રા માર્ગ પણ બંધ કરવામાં આવ્યો હતો. માર્ગ પર પાણી ભરાઈ જતાં વહીવટી તંત્ર દ્વારા આ માર્ગ બંધ કરવામાં આવ્યો હતો. સોજીત્રા, પેટલાદ, ગોધરામાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો ઉલ્લેખનીય છે કે આજે સાંજના 6 વાગ્યા સુધી રાજ્યના 237 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ પાદરામાં 11 ઈંચ વરસાદ વરસ્યો. આ સાથે રાજ્યના બોરસદ અને વડોદરામાં સાડા દસ ઈંચ વરસાદ, નડિયાદ, આણંદ અને મોરવાહડફ, ખંભાતમાં સવા આઠ ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યારે તારાપુર, વસો, નખત્રાણામાં 7 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે સોજીત્રા, પેટલાદ, ગોધરામાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને પગલે આવતીકાલે તમામ શાળાઓમાં જાહેર રજા તમને જણાવી દઈએ કે સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદની પરિસ્થિતિના કારણે શિક્ષણ વિભાગના અગ્ર સચિવ દ્વારા રાજ્યની તમામ શાળાઓમાં જાહેર રજા રાખવાની સૂચના આપવામાં આવતા ગુજરાતની તમામ શાળાઓમાં જાહેર રજા જાહેર કરવા હુકમ કરવામાં આવ્યો છે.

Borsadમાં વરસાદની તોફાની બેટિંગ, 150 જેટલી દુકાનોમાં પાણી ઘુસ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બોરસદમાં 150 જેટલી દુકાનોમાં પાણી ઘૂસ્યા
  • ભોંયરાની દુકાનોમાં પાણી ભરાઈ જતા નુકસાન
  • બોરસદમાં 10 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો

આજે વહેલી સવારથી જ આણંદના બોરસદ શહેરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે અને શહેરમાં આજે સાંજે 6 વાગ્યા સુધી 10 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારે ભાર વરસાદને પગલે શહેરના ઠેર ઠેર વરસાદી પાણી ભરાવવાની સમસ્યા સામે આવી છે.

10 ઈંચ જેટલો વરસાદ ખાબકતા 150 જેટલી દુકાનોમાં પાણી ઘુસી ગયા

ત્યારે સતત ધોધમાર વરસાદને પગલે બોરસદમાં 150 જેટલી દુકાનોમાં પાણી ઘુસી ગયા છે અને સાથે જ બસ સ્ટેન્ડ પાસેના સિલ્વર પોઈન્ટ સહિત સીટી પોઈન્ટમાં પાણી ઘૂસ્યા છે. ત્યારે ભોંયરાવાળઈ દુકાનોમાં પાણી ભરાઈ જતા દુકાનદારોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કારણ કે આજે શહેરમાં 10 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.

શહેરમાં ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા

ત્યારે બોરસદમાં ભારે વરસાદને લઈ રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા. પામોલ-ખડોલ માર્ગ પર કાંસ ઓવરફલો થતાં તે રસ્તો પણ લોકોની અવરજવર કરવા માટે બંધ કરવામાં આવ્યો હતો. જ્યારે બોરસદ-આંકલાવ, અલારસા, કોસીન્દ્રા માર્ગ પણ બંધ કરવામાં આવ્યો હતો. માર્ગ પર પાણી ભરાઈ જતાં વહીવટી તંત્ર દ્વારા આ માર્ગ બંધ કરવામાં આવ્યો હતો.

સોજીત્રા, પેટલાદ, ગોધરામાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો

ઉલ્લેખનીય છે કે આજે સાંજના 6 વાગ્યા સુધી રાજ્યના 237 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ પાદરામાં 11 ઈંચ વરસાદ વરસ્યો. આ સાથે રાજ્યના બોરસદ અને વડોદરામાં સાડા દસ ઈંચ વરસાદ, નડિયાદ, આણંદ અને મોરવાહડફ, ખંભાતમાં સવા આઠ ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યારે તારાપુર, વસો, નખત્રાણામાં 7 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે સોજીત્રા, પેટલાદ, ગોધરામાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

ભારે વરસાદને પગલે આવતીકાલે તમામ શાળાઓમાં જાહેર રજા

તમને જણાવી દઈએ કે સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદની પરિસ્થિતિના કારણે શિક્ષણ વિભાગના અગ્ર સચિવ દ્વારા રાજ્યની તમામ શાળાઓમાં જાહેર રજા રાખવાની સૂચના આપવામાં આવતા ગુજરાતની તમામ શાળાઓમાં જાહેર રજા જાહેર કરવા હુકમ કરવામાં આવ્યો છે.