પ્રોપર્ટી ટેક્ષની આકારણી માટે લાંચ માંગનાર વોર્ડ ઇન્સ્પેક્ટરની ધરપકડ

અમદાવાદ,શનિવારશહેરના આંબાવાડીમાં ભાડેથી ચાલતી ઓફિસના પ્રોપર્ટી  ટેક્ષને ભાડૂઆત તરીકે આકારણી ન કરવાના બદલામાં રૂપિયા નવ હજારની લાંચ લેતા વોર્ડ ઇન્સ્પેક્ટરને એસીબી દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રોપર્ટી ટેક્ષ આકારણી કરવામાં અનેક વોર્ડ ઇન્સ્પેક્ટર દ્વારા લાંચનું મોટું રેકેટ ચલાવવામાં આવતું હોવાનો આક્ષેપ કરાયો છે. શહેરના આંબાવાડી ભુદરપુરા રોડ પર આવેલા અશ્વમેઘ એલીગન્સ વિભાગ-૧માં ઓફિસ ધરાવતા વ્યક્તિને ભાડે રાખેલી ઓફિસનો વર્ષ ૨૦૨૪-૨૫નો પ્રોપર્ટી ટેક્ષ ભરવાનો બાકી હતો. પ્રોપર્ટી ટેક્ષની આકારણી ભાડૂઆત તરીકે કરવાના બદલામાં વોર્ડ ઇન્સ્પેક્ટર સજંય પટેલે (રહે. વૃંદાવન હિલ્સ, રાયસણ, ગાંધીનગર) રૂપિયા ૧૦ હજારની લાંચ માંગી હતી. જેમાં રકઝકના અંતે નવ હજારની રકમ નક્કી થઇ હતી. જો કે ઓફિસ ભાડે રાખનાર વ્યક્તિ લાંચ આપવા માંગતા હોવાથી તેમણે એસીબીમાં ફરિયાદ કરી હતી. જેના આધારે છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં સંજય પટેલ નવ હજારની રોકડ લેતા ઝડપાઇ ગયો હતો.સંજય પટેલ વર્ષ ૨૦૧૨માં જુનિયર ક્લાર્ક કમ વોર્ડ ઇન્સ્પેક્ટર તરીકે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જોડાયા હતા.આ ઉપરાંત, ગીતા મંદિર સ્થિત જન્મ-મરણ  અને લગ્ન નોંધણી કચેરીમાં પણ   ફરજ બજાવી હતી. જો કે વર્ષ ૨૦૨૧થી તે પ્રોપર્ટી ટેક્ષ વિભાગમાં ફરજ બજાવે છે.  ઉલ્લેખનીય છે કે આ કેસના ફરિયાદી અગાઉ પણ અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશનના અધિકારી સામે ભ્રષ્ટ્રાચારની અરજી કરી ચુક્યા છે. આ કેસની તપાસ મહિલા પીઆઇ ડી બી ગોસ્વામી દ્વારા કરવામાં આવી રહી છે.

પ્રોપર્ટી ટેક્ષની આકારણી માટે  લાંચ માંગનાર વોર્ડ ઇન્સ્પેક્ટરની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,શનિવાર

શહેરના આંબાવાડીમાં ભાડેથી ચાલતી ઓફિસના પ્રોપર્ટી  ટેક્ષને ભાડૂઆત તરીકે આકારણી ન કરવાના બદલામાં રૂપિયા નવ હજારની લાંચ લેતા વોર્ડ ઇન્સ્પેક્ટરને એસીબી દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રોપર્ટી ટેક્ષ આકારણી કરવામાં અનેક વોર્ડ ઇન્સ્પેક્ટર દ્વારા લાંચનું મોટું રેકેટ ચલાવવામાં આવતું હોવાનો આક્ષેપ કરાયો છે. શહેરના આંબાવાડી ભુદરપુરા રોડ પર આવેલા અશ્વમેઘ એલીગન્સ વિભાગ-૧માં ઓફિસ ધરાવતા વ્યક્તિને ભાડે રાખેલી ઓફિસનો વર્ષ ૨૦૨૪-૨૫નો પ્રોપર્ટી ટેક્ષ ભરવાનો બાકી હતો. પ્રોપર્ટી ટેક્ષની આકારણી ભાડૂઆત તરીકે કરવાના બદલામાં વોર્ડ ઇન્સ્પેક્ટર સજંય પટેલે (રહે. વૃંદાવન હિલ્સ, રાયસણ, ગાંધીનગર) રૂપિયા ૧૦ હજારની લાંચ માંગી હતી. જેમાં રકઝકના અંતે નવ હજારની રકમ નક્કી થઇ હતી. જો કે ઓફિસ ભાડે રાખનાર વ્યક્તિ લાંચ આપવા માંગતા હોવાથી તેમણે એસીબીમાં ફરિયાદ કરી હતી. જેના આધારે છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં સંજય પટેલ નવ હજારની રોકડ લેતા ઝડપાઇ ગયો હતો.સંજય પટેલ વર્ષ ૨૦૧૨માં જુનિયર ક્લાર્ક કમ વોર્ડ ઇન્સ્પેક્ટર તરીકે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જોડાયા હતા.આ ઉપરાંત, ગીતા મંદિર સ્થિત જન્મ-મરણ  અને લગ્ન નોંધણી કચેરીમાં પણ   ફરજ બજાવી હતી. જો કે વર્ષ ૨૦૨૧થી તે પ્રોપર્ટી ટેક્ષ વિભાગમાં ફરજ બજાવે છે.  ઉલ્લેખનીય છે કે આ કેસના ફરિયાદી અગાઉ પણ અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશનના અધિકારી સામે ભ્રષ્ટ્રાચારની અરજી કરી ચુક્યા છે. આ કેસની તપાસ મહિલા પીઆઇ ડી બી ગોસ્વામી દ્વારા કરવામાં આવી રહી છે.