પોલીસ અને પંચાત : અમદાવાદ શહેરમાં વાહનો ટોઈંગ કરતા ખાનગી માણસોનો ત્રાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પોલીસ અને પંચાતમાં અમે તમને પોલીસ વિભાગની નવાજુની અને કયા વિસ્તારમાં શું ચાલી રહ્યું છે તેની રસપ્રદ માહિતિ પુરી પાડતા રહીએ છે. ગયા એપિસોડમાં વિવિધ એરિયામાં કાયદેસર પોલીસના ગેરકાયદે વહિવટદારો કઈ રીતે ‘ખેલ’ પાડીને મસ્ત બની ગયા છે તેના વિશે જણાવેલુ. આ વખતે પણ વાંચો કોના ખેલ ક્યાં રચાઈ રહ્યા છે.
કાગડાપીઠના વિજયની કેમ કરાઈ કંટ્રોલ રૂમમાં બદલી
ટ્રાફિક વિભાગમાં નોકરી કરતા અને કાગડાપીઠ પોલીસ માટે કામ કરતો વિજય કે જે પોલીસના ઉચ્ચ અધિકારીની નજરમાં ચઢી ગયો હતો, ત્યારે તાત્કાલિક અસરથી તેની નોકરી કંટ્રોલ રૂમમાં કરવામાં આવી છે, સૂત્રો તરફથી એવી માહિતી મળી છે કે, ગીતામંદિર વિસ્તારમાં આવેલ ગેસ્ટહાઉસમાં દેહવિક્રયનો વીડિયો સોશિયલમાં વાયરલ થયો હતો અને જેમાં વિજયની કયાંક મિલીભગત હોવાની વાત સામે આવી હતી જેને લઈ તાત્કાલિક અસરથી તેની બદલી કરવામાં આવી છે.
ટ્રાફિક વિભાગના PI કક્ષાના અધિકારીઓ વહાલા દવલાની નીતિથી નારાજ !
શહેરમાં પોલીસ સ્ટેશનના પીઆઈ માટે AC ચેમ્બરથી લઈ અમુક સેવાઓ એવી મળે છે કે જે હજુ ટ્રાફિક ખાતાના પીઆઈ કક્ષાના અધિકારી સુધી પોંહચી નથી જે ને લઈને ટ્રાફિકના અધિકારીઓમાં કચવાટ ફેલાયો છે. AC ચેમ્બરને લઈ આ અધિકારીઓનો ચચરાટ ઘણા સમયથી ચાલી રહ્યો છે અને આગળ હવે ઉપરીઓ સુધી તેની રાવ પોંહચવા લાગી છે. સૂત્રો તરફથી એક માહિતી એવી પણ પોલીસ બેડામાંથી મળી રહી છે કે, ઘણા પીઆઈ અંદરો-અંદર ચર્ચા કરી રહ્યાં છે કે, ટ્રાફિક પોલીસના પીઆઈને બેસવા માટે સરખી ચેમ્બર પણ નથી હોતી, તો ઘણી વાર પીઆઈ વારંવાર આ વાત ઉપલા અધિકારી સુધી પહોંચાડી રહ્યાં છે, પરંતુ ચેમ્બર સરખી ના મળતા ઘણા પીઆઈમાં નારજગી પ્રવર્તી રહી છે.
અમને હવે કંટ્રોલ અને વિશેષ શાખાની બહાર કાઢો તો સારૂ છે !
અમદાવાદ શહેર વિસ્તારની રીતે ખૂબ મોટો વિસ્તાર છે અને અમદાવાદ શહેરમાં ઘણી એજન્સીઓ પણ કામ કરી રહી છે, ત્યારે શહેરમાં કંટ્રોલ રૂમ અને વિશેષ શાખામાં ઘણા પીઆઈ એવા છે કે જેઓ પોલીસ સ્ટેશનને લાયક છે અને વિસ્તારમાં પણ આવા દબંગ પીઆઈની જરૂર છે, ઘણા પીઆઈ લાંબા સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવી રહ્યાં છે અને તેઓની બદલી પણ આવતી નથી, ત્યારે કંટ્રોલ રૂમ અને વિશેષ શાખામાં ફરજ બજાવતા ઘણા પીઆઈના એવા સૂર ઉઠયા છે કે, અમને પણ પોલીસ સ્ટેશન મળે અને અમે પણ લોકોની વચ્ચે જઈ અને વિસ્તારમાં દાદા બની બેઠેલા લોકોની ચરબી ઉતારીએ. હવે રથયાત્રા પણ પૂર્ણ થઈ ગઈ છે ત્યારે આવા અધિકારીઓ બદલીની કાગડોળે રાહ જોઈને બેઠા છે.
શહેરમાં ટોઈંગ કરતા ખાનગી માણસોનો ત્રાસ ખૂબ વધ્યો !
અમદાવાદ શહેરમાં ટ્રાફિક વિભાગ અને પોલીસ વિભાગ ટ્રાફિકની સમસ્યા કેમ ઓછી થાય તેનો પ્રયત્ન કરે છે, પરંતુ એવી પણ ફરિયાદો ઉઠી છે કે, ટ્રાફિકમાં ટોઈંગ થતા વાહનો ખાનગી એજન્સીના માણસો કરે છે અને સાથે ટ્રાફિક વિભાગનો એક કર્મચારી પણ હોય છે, પરંતુ મહત્વની વાત તો એ છે કે જે વાહનો ટોઈંગ કરવામાં આવે છે તેને ખરાબ રીતે ઢસેડીને ટોઈંગ કરવામાં આવે છે અને ખાનગી માણસો સામાન્ય નાગરિકો સાથે ઉદ્ધતાઈ ભર્યુ વર્તન કરે છે તેવી ફરિયાદ ઉઠી છે, તો આ ખાનગી માણસો જયાં આગળ વાહન લઈ જતા હોય છે ત્યાં આગળ વાહન છોડાવું છે તો આટલા રૂપિયા આપી દો મેમો નહી આપીએ તેમ કહીને તોડ પણ કરતા હોવાની વાત સૂત્રો તરફથી મળી રહી છે.
What's Your Reaction?






