પાણીના સંકટ વચ્ચે વડોદરા મ્યુનિ. કોર્પોરેશનમાં દોડધામ : આગામી 20 દિવસ પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ : મ્યુનિ. કમિશનર

Jun 10, 2026 - 19:00
પાણીના સંકટ વચ્ચે વડોદરા મ્યુનિ. કોર્પોરેશનમાં દોડધામ  : આગામી 20 દિવસ પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ : મ્યુનિ. કમિશનર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara Corporation : વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી અપૂરતા અને દૂષિત પાણીના પુરવઠાની ફરિયાદો ઉઠી રહી હોવાના પગલે મ્યુનિસિપલ કમિશનરે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મુખ્ય જળસ્ત્રોતો સિંધરોટ, મહીસાગર અને આજવા સરોવરની સ્થળ મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન પાણીની ઉપલબ્ધતા, વિતરણ વ્યવસ્થા અને ભવિષ્યની જરૂરિયાતોને લઈને સમીક્ષા કરવામાં આવી હતી.

મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે હાલ વડોદરા શહેરમાં આગામી 20 દિવસ સુધી પાણી પૂરું પાડી શકાય તેટલો જથ્થો ઉપલબ્ધ છે. સાવચેતીના ભાગરૂપે નર્મદા કેનાલ મારફતે વધુ 30 એમએલડી પાણી મેળવવા માટે એસએસએનએલ સમક્ષ અરજી પણ કરવામાં આવી છે, જેથી જરૂરિયાત સમયે વધારાનો જળપુરવઠો મળી રહે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0