પત્રી ગામે આડા સંબંધના વહેમમાં પિતરાઈ ભાઇએ ભાઇને જ કુહાડી ઝીંકી હત્યા નીપજાવી

આરોપીની પત્ની રીસામણે ચાલી જતાં મૃતક મેણાટોણા મારતો હતોપ્રાગપર પોલીસે તપાસ તેજ કરીને હત્યારાની ધરપકડ કરી ભુજ: મુંદરા તાલુકાના પત્રી ગામે વધુ એક હત્યાનો બનાવ સામે આવતાં પંથકમાં ભારે ચકચાર જાગી છે. ગામમાં સામ-સામે રહેતા પિતરાઇ ભાઇએ આડા સબંધનો વહેમ અને મેણાટોણા મારતા ભાઇને કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઘટના પ્રકાસમાં આવતાં પોલીસ બેડામાં દોડઘામ મચી ગઇ હતી. પોલીસે હત્યારા યુવકની ધરપકડ કરીને આગળની તજવીજ હાથ ધરી છે. પ્રાગપર પોલીસ મથકે પત્રી ગામે મફતનગરમાં રહેતા ધનબાઇ હીરજીભાઇ રાઠોડ (જોગી)એ તેમના ભત્રીજા રમેશ મેઘજીભાઇ રાઠોડ (જોગી) સામે ફરિયાદ નોંધાવી છે. બનાવ શુક્રવારની મધરાત્રીના ત્રણ સાડા ત્રણ વાગ્યાના અરસામાં બન્યો હતો. આરોપી રમેશની પત્ની તેને મુકીને ચાર વર્ષથી પીયરે જતી રહી હોવાથી આરોપીની પત્ની સાથે ફરિયાદીના દિકરા ભરત હીરજીભાઇ રાઠોડ (જોગી) ઉ.વ.૨૭ ના આડા સબંધનો આરોપી રમેશને વહેમ હોવાથી તેમજ રમેશની પત્ની પીયરે જતી રહી હોવા અંગે મરણજનાર ભરત મેણા ટોણા મારતો હોવાથી તેનું મનદુથખ રાખીને આરોપી રમેશ મરણજનાર ભરતના ઘરે મધરાત્રીના ગયો હતો. ભરત સુતો હતો ત્યારે તેના ગળાના ભાગે કુહાડીના ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડીને મોત નીપજાવ્યું હતું. આરોપી રમેશ નાસી છુટયો હતો. પ્રાગપર પોલીસ મથકના ઇન્સ્પેકટર એચ.એસ.ત્રિવેદી અને તેમની ટીમે તપાસ તેજ કરીને હત્યારા રમેશ મેઘજી રાઠોડ (જોગી)ને ઝડપી પાડીને વધુ તપાસ ચાલી રહી છે. અત્રે ઉલેખનીય છે. કે, પત્રી ગામે અગાઉ ખનીજ ચોરી મામલે જાગૃત ક્ષત્રિય યુવાનની ગામના મહિલા સરપંચ અને તેમના પરિવારજનોએ હત્યા નીપજાવીને ઘટનાને અકસ્માતમાં ખપાવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પ્રાગપર પોલીસે એ ઘટનામાં મહિલા સરપંચ સહિતના આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.

પત્રી ગામે આડા સંબંધના વહેમમાં પિતરાઈ ભાઇએ ભાઇને જ કુહાડી ઝીંકી હત્યા નીપજાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


આરોપીની પત્ની રીસામણે ચાલી જતાં મૃતક મેણાટોણા મારતો હતો

પ્રાગપર પોલીસે તપાસ તેજ કરીને હત્યારાની ધરપકડ કરી 

ભુજ: મુંદરા તાલુકાના પત્રી ગામે વધુ એક હત્યાનો બનાવ સામે આવતાં પંથકમાં ભારે ચકચાર જાગી છે. ગામમાં સામ-સામે રહેતા પિતરાઇ ભાઇએ આડા સબંધનો વહેમ અને મેણાટોણા મારતા ભાઇને કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઘટના પ્રકાસમાં આવતાં પોલીસ બેડામાં દોડઘામ મચી ગઇ હતી. પોલીસે હત્યારા યુવકની ધરપકડ કરીને આગળની તજવીજ હાથ ધરી છે. 

પ્રાગપર પોલીસ મથકે પત્રી ગામે મફતનગરમાં રહેતા ધનબાઇ હીરજીભાઇ રાઠોડ (જોગી)એ તેમના ભત્રીજા રમેશ મેઘજીભાઇ રાઠોડ (જોગી) સામે ફરિયાદ નોંધાવી છે. બનાવ શુક્રવારની મધરાત્રીના ત્રણ સાડા ત્રણ વાગ્યાના અરસામાં બન્યો હતો. આરોપી રમેશની પત્ની તેને મુકીને ચાર વર્ષથી પીયરે જતી રહી હોવાથી આરોપીની પત્ની સાથે ફરિયાદીના દિકરા ભરત હીરજીભાઇ રાઠોડ (જોગી) ઉ.વ.૨૭ ના આડા સબંધનો આરોપી રમેશને વહેમ હોવાથી તેમજ રમેશની પત્ની પીયરે જતી રહી હોવા અંગે મરણજનાર ભરત મેણા ટોણા મારતો હોવાથી તેનું મનદુથખ રાખીને આરોપી રમેશ મરણજનાર ભરતના ઘરે મધરાત્રીના ગયો હતો. ભરત સુતો હતો ત્યારે તેના ગળાના ભાગે કુહાડીના ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડીને મોત નીપજાવ્યું હતું. આરોપી રમેશ નાસી છુટયો હતો. પ્રાગપર પોલીસ મથકના ઇન્સ્પેકટર એચ.એસ.ત્રિવેદી અને તેમની ટીમે તપાસ તેજ કરીને હત્યારા રમેશ મેઘજી રાઠોડ (જોગી)ને ઝડપી પાડીને વધુ તપાસ ચાલી રહી છે. અત્રે ઉલેખનીય છે. કે, પત્રી ગામે અગાઉ ખનીજ ચોરી મામલે જાગૃત ક્ષત્રિય યુવાનની ગામના મહિલા સરપંચ અને તેમના પરિવારજનોએ હત્યા નીપજાવીને ઘટનાને અકસ્માતમાં ખપાવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પ્રાગપર પોલીસે એ ઘટનામાં મહિલા સરપંચ સહિતના આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.