Ahmedabad રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ તબક્કાવાર રહેશે બંધ, વાંચો ફુલ સ્ટોરી

અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનના કાયાપલટ કરવાને લઈ 15 નવેમ્બરથી પ્લેટફોર્મ નંબર 1 થી 9 ચાર તબક્કામાં બંધ રહેશે.તો જે ટ્રેનો છે એને અન્ય સ્ટેશન પર શિફટ કરવામાં આવી છે.રિડેવલપમેન્ટના ભાગરૂપે ગાંધીનગર,અસારવા,સાબરમતી,મણિનગર, વટવા સ્ટેશન પર ટ્રેનોને શિફટ કરવામાં આવી છે. 15 નવેમ્બર 2024 થી 10 નવેમ્બર 2025 સુધી બંધ રહેશે પ્લેટફોર્મ પ્લેટફોર્મ નંબર 1 અને 2 15 મે 2025થી 12 ઓગસ્ટ 2025 પ્લેટફોર્મ નંબર 3 અને 4 12 ઓગસ્ટ 2025 થી 10 નવેમ્બર 2025 પ્લેટફોર્મ નંબર 5 અને 6 15 ફેબ્રુઆરી 2025 થી 15 મે 2025 પ્લેટફોર્મ નંબર 7,8,9 15 નવેમ્બર 2024 થી 15 ફેબ્રુઆરી 2025 અમુક રોડ પણ બંધ કરવામાં આવ્યા આ સાથે જ મુંબઈ સહિતની 28 ટ્રેનોને મણીનગર અને વટવા શિફ્ટ કરવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ તરફની ટ્રેનને ગાંધીનગર અને સાબરમતી રેલવે સ્ટેશને ખસેડવામાં આવી છે. આ સાથે અન્ય ટ્રેનો જેના સ્ટોપેજ કાલુપર રેલવે સ્ટેશન છે તેને પણ ઘટાડવામાં આવશે.શહેરમાં કાલુપુર રેલવે સ્ટેશન પર નવિનીકરણ આગામી સમયમાં હાથ ધરાશે. ત્યારે શહેરમાં રોજ રેલવે સ્ટેશન તરફ અનેક લોકોની અવરજવર હોવાથી શહેર પોલીસ કમિશ્નર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં રેલ્વે સ્ટેશન જવા માટેનો એક રસ્તો 3 વર્ષ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ રસ્તો બંધ કર્યા બાદ તેનો વૈકલ્પિક માર્ગ પણ પોલીસ કમિશનર દ્વારા સૂચવવામાં આવ્યો છે. વૈકલ્પિક માર્ગ જાણો 11 તારીખથી સારંગપુર સર્કલથી કાલુપુર રેલવે સ્ટેશન સુધી 200 મીટરનો રેલવે સ્ટેશન તરફનો એક બાજુનો રસ્તો વાહનની અવર-જવર માટે બંધ કરવામાં આવ્યો છે અને તેથી તેની બીજી બાજુના રન-વે નો ઉપયોગ કરવાનો રહેશે.રેલવે સ્ટેશનની અંદર જવા માટે જૂનો એન્ટ્રી ગેટ મુસાફરો માટે શરૂ રાખવામાં આવ્યો છે. રેલવે સ્ટેશનના મુસાફરોએ બહાર નીકળવા માટે પશ્ચિમ બાજુએ સદર કંપની દ્વારા ફૂટ બ્રીજનો ઉપયોગ કરી શકશે. મુસાફરોએ મેઇન રોડ પર જવું હોય તો મુખ્ય માર્ગને જોડતો 30 ફૂટ નવો જે રોડ બનાવ્યો છે, તેનો ઉપયોગ કરી શકશે.સારંગપુર સર્કલથી કાલુપુર રેલવે સ્ટેશન તેમજ કાલુપુર બાજુ જતા લોકો સારંગપુર ટ્રાફિક સર્કલથી સીંધી માર્કેટથી પાંચકુવા થઈને જમણી બાજુ રેલવે સ્ટેશન પહોંચી શકશે. જો કોઈ વ્યક્તિએ કાલુપુર જવું હોય તો તે મોતીમહેલ હોટલવાળા રસ્તાનો ઉપયોગ કરી શકશે.કાલુપુરથી સારંગપુર, રાયપુર, કાંકરિયા, ગીતા મંદિર જવું હોય તો કાલુપુર રેલવે સ્ટેશનથી જે સિંગલ વન-વે ખુલ્લો રાખવામાં આવ્યો છે તેનો ઉપયોગ કરી શકશે.

Ahmedabad રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ તબક્કાવાર રહેશે બંધ, વાંચો ફુલ સ્ટોરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનના કાયાપલટ કરવાને લઈ 15 નવેમ્બરથી પ્લેટફોર્મ નંબર 1 થી 9 ચાર તબક્કામાં બંધ રહેશે.તો જે ટ્રેનો છે એને અન્ય સ્ટેશન પર શિફટ કરવામાં આવી છે.રિડેવલપમેન્ટના ભાગરૂપે ગાંધીનગર,અસારવા,સાબરમતી,મણિનગર, વટવા સ્ટેશન પર ટ્રેનોને શિફટ કરવામાં આવી છે.

15 નવેમ્બર 2024 થી 10 નવેમ્બર 2025 સુધી બંધ રહેશે પ્લેટફોર્મ

પ્લેટફોર્મ નંબર 1 અને 2

15 મે 2025થી 12 ઓગસ્ટ 2025

પ્લેટફોર્મ નંબર 3 અને 4

12 ઓગસ્ટ 2025 થી 10 નવેમ્બર 2025

પ્લેટફોર્મ નંબર 5 અને 6

15 ફેબ્રુઆરી 2025 થી 15 મે 2025

પ્લેટફોર્મ નંબર 7,8,9

15 નવેમ્બર 2024 થી 15 ફેબ્રુઆરી 2025

અમુક રોડ પણ બંધ કરવામાં આવ્યા

આ સાથે જ મુંબઈ સહિતની 28 ટ્રેનોને મણીનગર અને વટવા શિફ્ટ કરવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ તરફની ટ્રેનને ગાંધીનગર અને સાબરમતી રેલવે સ્ટેશને ખસેડવામાં આવી છે. આ સાથે અન્ય ટ્રેનો જેના સ્ટોપેજ કાલુપર રેલવે સ્ટેશન છે તેને પણ ઘટાડવામાં આવશે.શહેરમાં કાલુપુર રેલવે સ્ટેશન પર નવિનીકરણ આગામી સમયમાં હાથ ધરાશે. ત્યારે શહેરમાં રોજ રેલવે સ્ટેશન તરફ અનેક લોકોની અવરજવર હોવાથી શહેર પોલીસ કમિશ્નર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં રેલ્વે સ્ટેશન જવા માટેનો એક રસ્તો 3 વર્ષ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ રસ્તો બંધ કર્યા બાદ તેનો વૈકલ્પિક માર્ગ પણ પોલીસ કમિશનર દ્વારા સૂચવવામાં આવ્યો છે.

વૈકલ્પિક માર્ગ જાણો

11 તારીખથી સારંગપુર સર્કલથી કાલુપુર રેલવે સ્ટેશન સુધી 200 મીટરનો રેલવે સ્ટેશન તરફનો એક બાજુનો રસ્તો વાહનની અવર-જવર માટે બંધ કરવામાં આવ્યો છે અને તેથી તેની બીજી બાજુના રન-વે નો ઉપયોગ કરવાનો રહેશે.રેલવે સ્ટેશનની અંદર જવા માટે જૂનો એન્ટ્રી ગેટ મુસાફરો માટે શરૂ રાખવામાં આવ્યો છે. રેલવે સ્ટેશનના મુસાફરોએ બહાર નીકળવા માટે પશ્ચિમ બાજુએ સદર કંપની દ્વારા ફૂટ બ્રીજનો ઉપયોગ કરી શકશે. મુસાફરોએ મેઇન રોડ પર જવું હોય તો મુખ્ય માર્ગને જોડતો 30 ફૂટ નવો જે રોડ બનાવ્યો છે, તેનો ઉપયોગ કરી શકશે.સારંગપુર સર્કલથી કાલુપુર રેલવે સ્ટેશન તેમજ કાલુપુર બાજુ જતા લોકો સારંગપુર ટ્રાફિક સર્કલથી સીંધી માર્કેટથી પાંચકુવા થઈને જમણી બાજુ રેલવે સ્ટેશન પહોંચી શકશે. જો કોઈ વ્યક્તિએ કાલુપુર જવું હોય તો તે મોતીમહેલ હોટલવાળા રસ્તાનો ઉપયોગ કરી શકશે.કાલુપુરથી સારંગપુર, રાયપુર, કાંકરિયા, ગીતા મંદિર જવું હોય તો કાલુપુર રેલવે સ્ટેશનથી જે સિંગલ વન-વે ખુલ્લો રાખવામાં આવ્યો છે તેનો ઉપયોગ કરી શકશે.