પત્ની પિયરમાં જતી રહેતા પતિએ ઝઘડો કરી સાસુ અને સાળાને ચાકુના ઉપરા છાપરી ઘા ઝીંકી દીધા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara Crime : વડોદરામાં આજવા રોડ પર એકતાનગરના રામ રહીમ પાર્કમાં રહેતા રાધાબેન જોગેન્દ્ર સિંહ રાજપુત બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મારી દીકરીએ સાત વર્ષ પહેલા સલમાન સલીમખાન પઠાણ (રહે-એકતા નગર) સાથે પ્રેમ લગ્ન કર્યા છે. મારી દીકરી લગ્ન પછી તેના પતિ સાથે રહેતી હતી પરંતુ મારી દીકરીને તેનો પતિ માર જોડ કરતો હોય મારી દીકરી છેલ્લા 20 દિવસથી મારા ઘરે રહે છે. ગત 17 ની તારીખે સાંજે 6:00 વાગે મારી દીકરીનો પતિ મારા ઘરે આવી તેને કહેતો હતો કે, તું મારી સાથે ઘરે આવ. અને તેને ઝઘડો શરૂ કર્યો હતો.
ત્યારબાદ મેં તેને કહ્યું હતું કે મારી દીકરીને તારી સાથે નહીં મૂકવું અને તારી સાથે છુટાછેડા લેવડાવવાના છે.
What's Your Reaction?






