પંખા એવા ફર્યા કે 11 લાખનું દૂધ ઉડી ગયું, જીગ્નેશ મેવાણીનો કોદરામની દૂધ મંડળી પર પ્રહાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Kodram Dairy Scam News: વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ એક વીડિયો જાહેર કરીને દાવો કર્યો છે કે વડગામ તાલુકાના કોદરામ ગામની દૂધ ઉત્પાદક મંડળીમાં એક વિચિત્ર ઘટના બની છે. તેમના કહેવા મુજબ, કેટલાક કોદરામ દૂધ ઉત્પાદક મંડળીના લોકોનું માનવું છે કે મંડળીમાં પંખા ફરવાને કારણે 11 લાખ રૂપિયાની કિંમતનું દૂધ હવામાં ઉડી ગયું. આ અકલ્પનીય ઘટનાની તપાસ કરવા માટે જર્મની અને યુરોપના કેટલાક ટેકનોક્રેટ્સ, એન્જિનિયરો અને વિજ્ઞાનીઓ કોદરામ ગામની મુલાકાત લેવાના હોવાનો વ્યંગાત્મક પ્રહાર કર્યા હતા.
જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું કે આ ઘટના એટલી આશ્ચર્યજનક છે કે વૈશ્વિક નિષ્ણાતો પણ આકર્ષાયા છે. તેઓ આ ડેરીમાં કયું ગણિત અને કઈ ટેકનોલોજી કામ કરે છે તે સમજવા માટે સ્ટડી કરશે.
What's Your Reaction?






