નવી જાહેર થયેલી મનપામાં કરાશે ભરતી, ગુજરાત સરકારે જગ્યાઓ ભરવા આપી મંજૂરી

ગુજરાત સરકારે તાજેત્તરમાં જ રાજ્યમાં ઘણી નવી મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓની જાહેરાત કરી હતી, ત્યારે હવે આ નવી જાહેર થયેલી મનપામાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મનપામાં વર્ગ 1 અને 2ની જગ્યાઓની ભરતી કરવામાં આવશે. ગુજરાત સરકારે જગ્યાઓ ભરવા માટે મંજૂરી આપી છે. GPSC દ્વારા ભરતી પ્રક્રિયા ટુંક સમયમાં કરવામાં આવશે. સરકાર એક વખત જગ્યાઓ નક્કી કરે ત્યારબાદ ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. હસમુખ પટેલે આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપી છે.9 મનપામાં મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કરી દેવાઈ તમને જણાવી દઈએ કે રાજ્ય સરકારે 9 નવી મહાનગરપાલિકાની જાહેરાત થોડા દિવસ પહેલા કરી હતી. નવી મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવી ચૂકી છે. રાજ્યમાં મોરબી, આણંદ, નડિયાદ, વાપી, મહેસાણા, સુરેન્દ્રનગર, નવસારી, પોરબંદર અને ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામા આવ્યો છે. ત્યારે આ તમામ 9 મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનરની તો નિમણૂક પણ કરી દેવામાં આવી છે. આણંદ મ્યુનિસિપલ કમિશનર તરીકે મિલિન્દ બાપનાની નિયુક્તિ તમને જણાવી દઈએ કે મોરબી મ્યુનિસિપલ કમિશનર તરીકે સ્વપ્નિલ ખારેની નિમણૂક કરવામાં આવી છે તો આણંદ મ્યુનિસિપલ કમિશનર તરીકે મિલિન્દ બાપનાની નિયુક્તિ કરવામાં આવી છે. નડિયાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે મિરાંત પરીખની નિમણૂક, વાપી મ્યુનિસિપલ કમિશનર તરીકે યોગશ ચૌધરીને મુકવામાં આવ્યા છે. મહેસાણા મ્યુનિસિપલ કમિશનર તરીકે રવિન્દ્ર ખટાલે, ત્યારે સુરેન્દ્રનગરમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે જી.એચ.સોલંકી, નવસારીમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે દેવ ચૌધરી, પોરબંદરમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે એચ.જે.પ્રજાપતિ અને ગાંધીધામમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે એમ.પી.પંડ્યાની નિયુક્તિ કરવામાં આવી છે.

નવી જાહેર થયેલી મનપામાં કરાશે ભરતી, ગુજરાત સરકારે જગ્યાઓ ભરવા આપી મંજૂરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત સરકારે તાજેત્તરમાં જ રાજ્યમાં ઘણી નવી મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓની જાહેરાત કરી હતી, ત્યારે હવે આ નવી જાહેર થયેલી મનપામાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મનપામાં વર્ગ 1 અને 2ની જગ્યાઓની ભરતી કરવામાં આવશે. ગુજરાત સરકારે જગ્યાઓ ભરવા માટે મંજૂરી આપી છે. GPSC દ્વારા ભરતી પ્રક્રિયા ટુંક સમયમાં કરવામાં આવશે. સરકાર એક વખત જગ્યાઓ નક્કી કરે ત્યારબાદ ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. હસમુખ પટેલે આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપી છે.

9 મનપામાં મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કરી દેવાઈ

તમને જણાવી દઈએ કે રાજ્ય સરકારે 9 નવી મહાનગરપાલિકાની જાહેરાત થોડા દિવસ પહેલા કરી હતી. નવી મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવી ચૂકી છે. રાજ્યમાં મોરબી, આણંદ, નડિયાદ, વાપી, મહેસાણા, સુરેન્દ્રનગર, નવસારી, પોરબંદર અને ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામા આવ્યો છે. ત્યારે આ તમામ 9 મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનરની તો નિમણૂક પણ કરી દેવામાં આવી છે.

આણંદ મ્યુનિસિપલ કમિશનર તરીકે મિલિન્દ બાપનાની નિયુક્તિ

તમને જણાવી દઈએ કે મોરબી મ્યુનિસિપલ કમિશનર તરીકે સ્વપ્નિલ ખારેની નિમણૂક કરવામાં આવી છે તો આણંદ મ્યુનિસિપલ કમિશનર તરીકે મિલિન્દ બાપનાની નિયુક્તિ કરવામાં આવી છે. નડિયાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે મિરાંત પરીખની નિમણૂક, વાપી મ્યુનિસિપલ કમિશનર તરીકે યોગશ ચૌધરીને મુકવામાં આવ્યા છે. મહેસાણા મ્યુનિસિપલ કમિશનર તરીકે રવિન્દ્ર ખટાલે, ત્યારે સુરેન્દ્રનગરમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે જી.એચ.સોલંકી, નવસારીમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે દેવ ચૌધરી, પોરબંદરમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે એચ.જે.પ્રજાપતિ અને ગાંધીધામમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે એમ.પી.પંડ્યાની નિયુક્તિ કરવામાં આવી છે.