નટરાજ ફાટક રેલવે ઓવરબ્રિજના કામમાં બેદરકારી : પિલર તોડી પાડવાનો આદેશ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારને જોડતા નટરાજ ફાટક ખાતે રેલવે ઓવર બ્રિજની કામગીરી ચાલી રહી છે.જેમાં તાજેતરમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા બાંધકામની નિયમિત તપાસ કરવામાં આવાત મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર બાજુ એક પિલરની એક લિફ્ટ નિર્ધારિત સ્ટ્રેન્થ એટલે કે નિયત ધારા ધોરણો મુજબ ન હોવાનું સામે આવ્યું હતું. દરમિયાન સ્થળ તપાસ બાદ જાહેર સલામતી અને બાંધકામની ગુણવત્તાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને માર્ગ અને મકાન વિભાગે કોન્ટ્રાક્ટરને આ પિલર સંપૂર્ણપણે તોડી પાડવાનો તાત્કાલિક આદેશ આપી મંજૂર ડિઝાઇન અને ટેક્નિકલ સ્પેસિફ્કિેશન મુજબ સ્વખર્ચે નવો પિયર બનાવવા તાકીદ હતી. વધુમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, નટરાજ રેલવે ઓવરબ્રિજ ખાતે બાંધકામની દરેક કામગીરીની નિયમિત ટેક્નિકલ તપાસ કરવામાં આવે છે. આગામી સમયમાં પણ ગુણવત્તામાં કોઈ પણ પ્રકારની ખામી જણાશે તો આવી જ કડક સુધારાત્મક કાર્યવાહી કરવામાં આવશે અને ગુણવત્તા બાબતે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

