'નંદ ઘેર આનંદ ભયો...' : આજે જન્માષ્ટમી, ભગવાન કૃષ્ણનો 5252મો જન્મોત્સવ ઉજવાશે

Aug 16, 2025 - 10:30
'નંદ ઘેર આનંદ ભયો...' : આજે જન્માષ્ટમી, ભગવાન કૃષ્ણનો 5252મો જન્મોત્સવ ઉજવાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Janmashtami 2025

Janmashtami 2025: શ્રાવણ વદ આઠમ-શનિવારે છે ત્યારે ભગવાન કૃષ્ણનો 5252મો જન્મોત્સવ ગુજરાતભરમાં આસ્થા અને ઉલ્લાસપૂર્વક ઉજવાશે. કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવા માટે શુક્રવારથી જ દ્વારકા, ડાકોર, શામળાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યા હતા. રાત્રે 12 વાગ્યે ભગવાન કૃષ્ણના જન્મનો શંખનાદ થતાં જ મંદિરો ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી, હાથી ઘોડા-પાલખી જય કનૈયાલાલ કી' ના જયઘોષ સાથે ગૂંજી ઉઠ્યા હતા.

કનૈયો, કાનુડો, કાનજી, નંદલાલ, અચ્યુત, મુરલીધર, મોહન, શ્યામ, જગન્નાથ, માધવ, દ્વારકાધીશ, કેશવ, રણછોડ, લાલજી જેવા અનેક નામથી ભક્ત જેને ભક્તિભાવથી-વ્હાલથી સંબોધે છે તેવા ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ અનેરો થનગનાટ છે. મહાભારતના અનુશાસન પર્વમાં ઋષિ દુર્વાસા પ્રસન્ન થઈને ભગવાન કૃષ્ણને આશીર્વાદ આપતા કહે છે કે, 'જ્યાં સુધી મનુષ્યનો અન્નનો ભાવ રહેશે ત્યાં સુધી માનવજાતને તારા પ્રત્યે પણ ભાવ રહેશે જ.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0