ધ્રાંગધ્રાના ગ્રામ્ય વિસ્તારમાં ૦૫ વર્ષની બાળકી પર શખ્સે દુષ્કર્મ આચરતા ફરિયાદ
- સુરેન્દ્રનગરનો શખ્સ લૌકિક પ્રસંગે ગયો હતો ને - બાળકી ઘર પાસે રમી રહી હતી ત્યારે શખ્સે લાલચ આપી રિક્ષામાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું, પોલીસે ૪૦ વર્ષિય શખ્સને સ્થળ પરથી જ ઝડપી પાડયોધ્રાંગધ્રા : ે ધ્રાંગધ્રા તાલુકાના એક ગામમાં એક પાંચ વર્ષની બાળકી પર ૪૦ વર્ષના યુવાને દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જે અંગે ભોગ બનનાર બાળકીના પિતાએ દુષ્કર્મ આચરનાર યુવાને સામે ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ આચરનાર શખ્સને ઝડપી પાડી કાર્યવાહી હાથધરી હતી.સુરેન્દ્રનગર ખાતે રહેતો ૪૦ વર્ષિય યુવાન મુન્નાભાઈ તેજાભાઈ બારોટ તેમના સંબંધીમાં કોઈં અવસાન થયેલું હોવાથી લૌકિકે ધ્રાંગધ્રા તાલુકાના એક ગામમાં ગયો હતા. તે દરમિયાન ગામમાં અંદાજે પાંચ વર્ષની એક બાળકી ઘર પાસે રમી રહી હતી . તેને જોતા શખ્સે બાળકીને પાસે બોલાવી લાલચ આપી રિક્ષામાં લઈ જઈ દુષ્કર્મ આચાર્યું હતું. આથી બાળકીએ બુમાબુમ કરતા માતા-પિતા સહિત આસપાસના લોકો સ્થળ પર આવી પહોંચ્યા હતા અને આ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. જે બાદ પોલીસે સ્થળ પરથી દુષ્કર્મ આચરનારશખ્સને ઝડપી પાડયો હતો અને બાળકીને સારવાર અર્થે ધ્રાંગધ્રા સરકારી હોસ્પીટલ તેમજ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર બાળકીના પિતાએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પોસ્કો એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- સુરેન્દ્રનગરનો શખ્સ લૌકિક પ્રસંગે ગયો હતો ને
- બાળકી ઘર પાસે રમી રહી હતી ત્યારે શખ્સે લાલચ આપી રિક્ષામાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું, પોલીસે ૪૦ વર્ષિય શખ્સને સ્થળ પરથી જ ઝડપી પાડયો
ધ્રાંગધ્રા : ે ધ્રાંગધ્રા તાલુકાના એક ગામમાં એક પાંચ વર્ષની બાળકી પર ૪૦ વર્ષના યુવાને દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જે અંગે ભોગ બનનાર બાળકીના પિતાએ દુષ્કર્મ આચરનાર યુવાને સામે ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ આચરનાર શખ્સને ઝડપી પાડી કાર્યવાહી હાથધરી હતી.
સુરેન્દ્રનગર ખાતે રહેતો ૪૦ વર્ષિય યુવાન મુન્નાભાઈ તેજાભાઈ બારોટ તેમના સંબંધીમાં કોઈં અવસાન થયેલું હોવાથી લૌકિકે ધ્રાંગધ્રા તાલુકાના એક ગામમાં ગયો હતા. તે દરમિયાન ગામમાં અંદાજે પાંચ વર્ષની એક બાળકી ઘર પાસે રમી રહી હતી . તેને જોતા શખ્સે બાળકીને પાસે બોલાવી લાલચ આપી રિક્ષામાં લઈ જઈ દુષ્કર્મ આચાર્યું હતું. આથી બાળકીએ બુમાબુમ કરતા માતા-પિતા સહિત આસપાસના લોકો સ્થળ પર આવી પહોંચ્યા હતા અને આ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો.
જે બાદ પોલીસે સ્થળ પરથી દુષ્કર્મ આચરનારશખ્સને ઝડપી પાડયો હતો અને બાળકીને સારવાર અર્થે ધ્રાંગધ્રા સરકારી હોસ્પીટલ તેમજ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર બાળકીના પિતાએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પોસ્કો એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.