દિવાળી પહેલા ચોરી-છેતરપિંડીના બનાવો ના બને તે માટે નવસારી પોલીસ એલર્ટ

દિવાળીના તહેવારને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ચોરી અને છેતરપિંડીના બનાવો પણ વધતા હોય છે અને તે ગુનાઓને અટકાવવા નવસારી જિલ્લા પોલીસ દ્વારા આંગડીયા પેઢીના સંચાલકો, બેંક, જવેલર્સ અને કરન્સી ટ્રાન્સફરના વેપારીઓ સાથે સંવાદથી સુરક્ષાનો એક કાર્યક્ર્મ યોજી જરૂરી માહિતી આપી હતી.કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા આવનારા દિવાળીના તહેવારને લઈને આજ રોજ જયશંકર પાર્ટી પ્લોટ ખાતે નવસારી જિલ્લા પોલીસ દ્વારા સંવાદથી સુરક્ષાનો એક કાર્યક્રમ નવસારીની આંગડીયા પેઢીઓના સંચાલકો, જ્વેલર્સના દુકાનદારો તેમજ હીરા ઉદ્યોગ અને બેંક તેમજ કરન્સી ટ્રાન્સફરના વેપારીઓ સાથે મળીને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પોલીસ અધિક્ષકે વેપારીઓને આપ્યા મહત્વના સૂચનો જેમને નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલે જરૂરી સૂચનો આપી સાવચેતી રાખવા જણાવ્યું હતું આ કાર્યક્રમમાં ડીવાયએસપી સંજય રાય, ડીવાયએસપી એન.પી.ગોહિલ તેમજ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો, વધુમાં માર્ગદર્શન આપતા જિલ્લા પોલીસ વડાએ સીસીટીવી દુકાનોની અંદરની સાથે સાથે બહાર પણ લગાવવા જોઈએ અને ભાડુઆત લોકોનું રજીસ્ટ્રેશન અને પુરતા પેપરો ઘર માલિકે રાખવા અને પોલીસ સ્ટેશનને જમા કરાવવા તેવી પણ સૂચનાઓ આપવામાં આવી હતી. સુરતમાં પણ દિવાળી પર્વને લઈ પોલીસ એક્શનમાં દિવાળીને લઈ સુરત પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે. સુરતના ચૌટા બજારમાં પોલીસ એનાઉસમેન્ટ કરીને લોકોને સાવચેત કરી રહી છે. બજારોમાં થતી ચોરી અટકાવવા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પબ્લિક એનાઉસમેન્ટ સિસ્ટમ દ્વારા લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભીડભાડનો લાભ ઉઠાવી ચોરી કરતા ગઠિયાઓથી સાવચેત રહેવા લોકોને અપીલ કરી છે. ખરીદીના સમયે કેવી કેવી તકેદારી રાખવી અને સાવચેતી રાખવી તે અંગેની એનાઉન્સમેન્ટ માઈક દ્વારા કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે શહેરના ચૌટા બજારમાં અલગ અલગ જિલ્લામાંથી ખરીદી માટે આવતા લોકોની ભીડનો ગઠિયાઓ લાભ ઉઠાવે છે. જે ગઠિયાઓને ઝડપી પાડવા મહિલા પોલીસ જવાનો દ્વારા સાદા ડ્રેસમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. 

દિવાળી પહેલા ચોરી-છેતરપિંડીના બનાવો ના બને તે માટે નવસારી પોલીસ એલર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દિવાળીના તહેવારને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ચોરી અને છેતરપિંડીના બનાવો પણ વધતા હોય છે અને તે ગુનાઓને અટકાવવા નવસારી જિલ્લા પોલીસ દ્વારા આંગડીયા પેઢીના સંચાલકો, બેંક, જવેલર્સ અને કરન્સી ટ્રાન્સફરના વેપારીઓ સાથે સંવાદથી સુરક્ષાનો એક કાર્યક્ર્મ યોજી જરૂરી માહિતી આપી હતી.

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા

આવનારા દિવાળીના તહેવારને લઈને આજ રોજ જયશંકર પાર્ટી પ્લોટ ખાતે નવસારી જિલ્લા પોલીસ દ્વારા સંવાદથી સુરક્ષાનો એક કાર્યક્રમ નવસારીની આંગડીયા પેઢીઓના સંચાલકો, જ્વેલર્સના દુકાનદારો તેમજ હીરા ઉદ્યોગ અને બેંક તેમજ કરન્સી ટ્રાન્સફરના વેપારીઓ સાથે મળીને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા પોલીસ અધિક્ષકે વેપારીઓને આપ્યા મહત્વના સૂચનો

જેમને નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલે જરૂરી સૂચનો આપી સાવચેતી રાખવા જણાવ્યું હતું આ કાર્યક્રમમાં ડીવાયએસપી સંજય રાય, ડીવાયએસપી એન.પી.ગોહિલ તેમજ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો, વધુમાં માર્ગદર્શન આપતા જિલ્લા પોલીસ વડાએ સીસીટીવી દુકાનોની અંદરની સાથે સાથે બહાર પણ લગાવવા જોઈએ અને ભાડુઆત લોકોનું રજીસ્ટ્રેશન અને પુરતા પેપરો ઘર માલિકે રાખવા અને પોલીસ સ્ટેશનને જમા કરાવવા તેવી પણ સૂચનાઓ આપવામાં આવી હતી.

સુરતમાં પણ દિવાળી પર્વને લઈ પોલીસ એક્શનમાં

દિવાળીને લઈ સુરત પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે. સુરતના ચૌટા બજારમાં પોલીસ એનાઉસમેન્ટ કરીને લોકોને સાવચેત કરી રહી છે. બજારોમાં થતી ચોરી અટકાવવા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પબ્લિક એનાઉસમેન્ટ સિસ્ટમ દ્વારા લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભીડભાડનો લાભ ઉઠાવી ચોરી કરતા ગઠિયાઓથી સાવચેત રહેવા લોકોને અપીલ કરી છે. ખરીદીના સમયે કેવી કેવી તકેદારી રાખવી અને સાવચેતી રાખવી તે અંગેની એનાઉન્સમેન્ટ માઈક દ્વારા કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે શહેરના ચૌટા બજારમાં અલગ અલગ જિલ્લામાંથી ખરીદી માટે આવતા લોકોની ભીડનો ગઠિયાઓ લાભ ઉઠાવે છે. જે ગઠિયાઓને ઝડપી પાડવા મહિલા પોલીસ જવાનો દ્વારા સાદા ડ્રેસમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.