ડોનાલ્ડ ટ્રમ્પે નવા સ્ટુડન્ટ વિઝા માટેના ઇન્ટરવ્યુ પર બ્રેક લગાવી

May 29, 2025 - 07:00
ડોનાલ્ડ ટ્રમ્પે નવા સ્ટુડન્ટ વિઝા માટેના ઇન્ટરવ્યુ પર બ્રેક લગાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -



(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, બુધવાર

ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સંઘર્ષમાં પોતે સમાધાન કરાવ્યું હોવાના અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને ભારતે નકારી કાઢયો તે પછી ભારતને કોઈપણ રીતે ભીડાવવા સક્રિય બનેલા અમેરિકાના પ્રમુખે અમેરિકા આવવા માગતા વિદ્યાર્થીઓના સોશિયલ મિડીયા એકાઉન્ટની ચકાસણી કરવાની અને તેમાંય ખાસ કરીને અમેરિકા વિરોધી કોમેન્ટને સમર્થન આપનારા વિદ્યાર્થીઓને એન્ટ્રી જ ન મળે તેવી વ્યવસ્થા ઊભી કરી છે. આમ ભારતમાંથી અમેરિકા ભણવા જવા માગતા વિદ્યાર્થીઓના ફેસબુક, વૉટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરની કોમેન્ટ્સને ધ્યાનમાં લીધા બાદ જ તેમને વિદ્યાર્થી તરીકે પ્રવેશ આપવો કે નહિ તે અંગે નિર્ણય લેવામાં આવશે.

આ ચકાસણી કરવા માટેનું નેટવર્ક ઊભું કરવા માટે અમેરિકાની સરકારે પોતાના રાજદૂતાવાસો અને કોન્સ્યુલેટ જનરલની કચેરીઓને સ્ટુડન્ટ્સ વિઝા માટેના ઇન્ટરવ્યુ અટકાવી દેવાની સૂચના આપી દીધી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0