ડભોઇ પોલીસ ઉપર હુમલામાં સંડોવાયેલા વધુ બેને પાસા

Jul 24, 2026 - 05:30
ડભોઇ પોલીસ ઉપર હુમલામાં સંડોવાયેલા વધુ બેને પાસા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગત 3જી જુનના રોજ ફરજ પર હાજર પોલીસ કર્મીઓ ઉપર હુમલો કરવાના ગુનામાં 4 જેટલા પોલીસ પર હુમલાના આરોપીને પાલારા (ભૂજ)ની જેલમા ધકેલતા હડકંપ મચ્યો હતો. ડભોઇ પોલીસે આજે બીજા બે આરોપીને જામનગર જેલ ખાતે મોકલ્યા હતા.

ગત 3-6-26ના રોજ બપોરે ફરજ પરના પોલીસ કર્મીઓને ઈજા પહોચાડી હતી. જેની સામે પોલીસેગુનો દાખલ કર્યો હતો. આ આરોપીઓને પાસા માટે ડભોઈના PI એ.ટી.પટેલે દરખાસ્ત કરી જિલ્લા કલેકટર તરફ્ મોકલી આપેલ જે મંજૂર થતા પાસા અટકાયતીનું વોરંટ કાઢી ચારે આરોપીને વિવિધ ટીમો બનાવી ઝડપી પાડેલ જેમાં વારીસ અલી લિયાકત અલી સૈયદ (રે. રાજપીપળા), સિકંદર ફારુક ગરાસિયા (રે. પોલીસ લાઈન પાસે), પરવેઝ ઉફ્રે રાજા સિકંદર ગરાસિયા (રે.પોલીસ લાઈન પાછળ) અને સૈયદ આસીફ્ અલી મહેબૂબ અલી (રે. પત્રકાર સોસાયટી જે.પી. પો. સ્ટે. તાંદલજા)ની ધરપકડ કરી પાલરા ભુજ ખાતે મોકલ્યા હતા. જયારે આજે બીજા બે આરોપી બદરુદિન કાલુમીયા સૈયદ અને સરફુદિન ઉફ્રે સોહાન (ઉં.19)ને જામનગર જેલ ખાતે પાસામાં મોકલ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0