જામનગરના બાજરા સંશોધન કેન્દ્રના પ્રોફેસરે શેરબજારમાં વધુ વળતરની લાલચમાં રૂપિયા 50 લાખ ગુમાવ્યા
જામનગરના બાજરા સંશોધન કેન્દ્રના નિવૃત્ત પ્રોફેસર શેર બજારમાં રોકાણા બહાને ચીટર ટોળકી નો શિકાર બન્યા છે. જેઓએ પોતાની તેમજ પોતાના પત્નીની રૂપિયા 50 લાખની રકમ ગુમાવ્યા ની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાવાઇ છે. જે ફરિયાદના અનુસંધાને પોલીસ ટીમ એક મહિલા સહિતના આરોપીઓને શોધી રહી છે. શેરબજારમાં ઊંચું વળતર આપવાના બહાને રોકડા તેમજ નેટબેન્કિંગ મારફતે પૈસા મેળવી લઈ આરોપીઓ છુ મંતર થયા છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં એમ્યુઝમેન્ટ પાર્ક નજીક કિંગ પેલેસમાં રહેતા અને બાજરા સંશોધન કેન્દ્રના નિવૃત્ત પ્રોફેસર શામજીભાઈ ડાયાભાઈ અટારા (ઉંમર વર્ષ 72) કે જેઓ ઓનલાઈન શેર બ્રોકિંગ ના બહાને ચિટર ટોળકીનો શિકાર બન્યા છે, અને તેઓએ શેર બજારમાં રોકાણના બહાને 50 લાખ જેવી માતબર રકમ ગુમાવી હોવાનું પોલીસ ફરિયાદમાં સામે આવ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જામનગરના બાજરા સંશોધન કેન્દ્રના નિવૃત્ત પ્રોફેસર શેર બજારમાં રોકાણા બહાને ચીટર ટોળકી નો શિકાર બન્યા છે. જેઓએ પોતાની તેમજ પોતાના પત્નીની રૂપિયા 50 લાખની રકમ ગુમાવ્યા ની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાવાઇ છે. જે ફરિયાદના અનુસંધાને પોલીસ ટીમ એક મહિલા સહિતના આરોપીઓને શોધી રહી છે. શેરબજારમાં ઊંચું વળતર આપવાના બહાને રોકડા તેમજ નેટબેન્કિંગ મારફતે પૈસા મેળવી લઈ આરોપીઓ છુ મંતર થયા છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં એમ્યુઝમેન્ટ પાર્ક નજીક કિંગ પેલેસમાં રહેતા અને બાજરા સંશોધન કેન્દ્રના નિવૃત્ત પ્રોફેસર શામજીભાઈ ડાયાભાઈ અટારા (ઉંમર વર્ષ 72) કે જેઓ ઓનલાઈન શેર બ્રોકિંગ ના બહાને ચિટર ટોળકીનો શિકાર બન્યા છે, અને તેઓએ શેર બજારમાં રોકાણના બહાને 50 લાખ જેવી માતબર રકમ ગુમાવી હોવાનું પોલીસ ફરિયાદમાં સામે આવ્યું છે.