જામનગરના ઐતિહાસિક ભુજીયા કોઠાની દીવાલમાં 'અમૂલ્ય વારસો' ચણી દેવાયો

Apr 2, 2026 - 05:30
જામનગરના ઐતિહાસિક ભુજીયા કોઠાની દીવાલમાં 'અમૂલ્ય વારસો' ચણી દેવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


25 કરોડના ખર્ચે રેસ્ટોરેશનમાં પુરાતત્વના નિયમોનો ભંગ પ્રાચીન શિલ્પોની અવદશા : દુર્લભ પથ્થરો પર 'નકલી બ્રિક પેટર્ન'નું આવરણ : ઐતિહાસિક સ્મારકને 'થીમ પાર્ક' બનાવી દેવાયો

જામનગર, : જામનગરની શાન અને 400 વર્ષ જૂના ઇતિહાસના સાક્ષી એવા 'ભુજીયા કોઠા'ને લાંબા સમયના ઇન્તજાર બાદ લોકો માટે ખુલ્લો તો મૂકવામાં આવ્યો છે, પરંતુ આ રેસ્ટોરેશન પ્રોજેક્ટ હવે વિવાદોના વમળમાં ફસાયો છે. 25 કરોડ રૂપિયાના માતબર ખર્ચે અને 4 વર્ષની જહેમત બાદ તૈયાર થયેલા આ રક્ષિત સ્મારકમાં પુરાતત્વ વિભાગના પાયાના નિયમોનું ઉલ્લંઘન થયું હોવાની વિગતો બહાર આવતા હેરીટેજ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

વડોદરા સ્થિત પ્રખ્યાત શિલ્પકાર હિમાંશુ જોશીએ પુરાતત્વ વિભાગને કરેલી રજૂઆતમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ભુજીયા કોઠાની વર્તુળાકાર ગેલેરીમાં આવેલા પ્રાચીન શિલ્પોને વૈજ્ઞાાનિક પદ્ધતિથી સંરક્ષિત કરવાના બદલે તેને જર્જરિત હાલતમાં જ છોડી દેવાયા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0