ચોમાસું એટલે સુરતમાં ભુવા પડવાની મોસમ, બદરી નારાયણ મંદિર પાસે વધુ એક ભુવો પડ્યો

સુરત પાલિકાના રાંદેર ઝોનમાં જ્યોતીન્દ્ર દવે ગાર્ડન પાસે પડેલા ભુવા નું રીપેરીંગ થાય તે પહેલાં અડાજણ બદરી નારાયણ મંદિર પાસે વધુ એક ભુવાની ફરિયાદ આવી છે. ત્રણ દિવસ પહેલા ભુવો પડ્યો છે સ્થાનિકોની ફરિયાદ છતાં તંત્ર કોઈ કામગીરી કરતું ન હોવાથી વાહન ચાલકોને અકસ્માત નડે તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે. સુરત શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ ભુવા પડવાની મોસમ પણ શરુ થઈ જાય છે. હાલમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે તેમ છતાં છેલ્લા બે દિવસમાં ભુવા પડવાની બે ફરિયાદ બહાર આવી છે.ગઈકાલે જ્યોતિન્દ્ર દવે ગાર્ડન પાસે ભુવો પડ્યો હતો તેને રીપેરીંગની કામગીરી થઈ રહી છે ત્યારે અડાજણ બદરી નારાયણ મંદિર પાસે ભુવો પડ્યો હોવાની ફરિયાદ સ્થાનિકો કરી રહ્યાં છે. પુર્વ કોર્પોરેટરે મ્યુનિ. કમિશ્નરને ફરિયાદ કરી છે તેમાં જણાવ્યું છે કે, અડાજણ બદ્રીનારાયણ મંદિર ની આગળ સાઈ કોલોની આવેલી છે તેની બહાર મોટો ભુવો એટલે કે ખાડો( ભુવો) પડ્યો છે છેલ્લા ત્રણ દિવસથી સ્થાનિક રહેવાસીઓ ફરિયાદ કરે છે તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અકસ્માત થાય તેવી ભીતિ છે. ત્રણ દિવસથી ફરિયાદ કરવામાં આવી હોવા છતાં કોઈ કામગીરી ન થતાં આ ગંભીર બેદરકારી છે તેના માટે જવાબદાર સામે પગલાં ભરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

ચોમાસું એટલે સુરતમાં ભુવા પડવાની મોસમ, બદરી નારાયણ મંદિર પાસે વધુ એક ભુવો પડ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


સુરત પાલિકાના રાંદેર ઝોનમાં જ્યોતીન્દ્ર દવે ગાર્ડન પાસે પડેલા ભુવા નું રીપેરીંગ થાય તે પહેલાં અડાજણ બદરી નારાયણ મંદિર પાસે વધુ એક ભુવાની ફરિયાદ આવી છે. ત્રણ દિવસ પહેલા ભુવો પડ્યો છે સ્થાનિકોની ફરિયાદ છતાં તંત્ર કોઈ કામગીરી કરતું ન હોવાથી વાહન ચાલકોને અકસ્માત નડે તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે. 

સુરત શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ ભુવા પડવાની મોસમ પણ શરુ થઈ જાય છે. હાલમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે તેમ છતાં છેલ્લા બે દિવસમાં ભુવા પડવાની બે ફરિયાદ બહાર આવી છે.ગઈકાલે જ્યોતિન્દ્ર દવે ગાર્ડન પાસે ભુવો પડ્યો હતો તેને રીપેરીંગની કામગીરી થઈ રહી છે ત્યારે અડાજણ બદરી નારાયણ મંદિર પાસે ભુવો પડ્યો હોવાની ફરિયાદ સ્થાનિકો કરી રહ્યાં છે. પુર્વ કોર્પોરેટરે મ્યુનિ. કમિશ્નરને ફરિયાદ કરી છે તેમાં જણાવ્યું છે કે, અડાજણ બદ્રીનારાયણ મંદિર ની આગળ સાઈ કોલોની આવેલી છે તેની બહાર મોટો ભુવો એટલે કે ખાડો( ભુવો) પડ્યો છે છેલ્લા ત્રણ દિવસથી સ્થાનિક રહેવાસીઓ ફરિયાદ કરે છે તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અકસ્માત થાય તેવી ભીતિ છે. ત્રણ દિવસથી ફરિયાદ કરવામાં આવી હોવા છતાં કોઈ કામગીરી ન થતાં આ ગંભીર બેદરકારી છે તેના માટે જવાબદાર સામે પગલાં ભરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.