ગુજરાતમાં હજુ ભારે વરસાદની શક્યતા, વડાપ્રધાન મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી વાત

PM Modi Telephonic Conversation With CM Bhupendra Patel Regarding Heavy Rains In Gujarat : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી છ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ફોનિક વાતચીત કરીને રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વચ્ચે રાહત અને બચાવ કાર્યની જાણકારી મેળવી હતી. આ પણ વાંચો : વડોદરામાં પૂરની સ્થિતિ વધુ ગંભીર બનતા સરકારે બે મંત્રીને દોડાવ્યા, સાત લાખ લોકો અંધારપટમાંઆજે આ જિલ્લામાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટજ્યારે હવામાન વિભાગ દ્વારા આજે (28 ઑગસ્ટે) કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર જિલ્લામાં અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે ભારેથી અતિભારે વરસાદને પગલે પાટણ, અમદાવાદ, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, મધ્ય અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉેદપુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદ વચ્ચે રાજ્યાની સ્થિતિને લઈને મોદીએ મુખ્યમંત્રી સાથે વાતચીત કરીમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તેમના સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં અતિભારે વરસાદની સ્થિતિને લઈને મારી સાથે ટેલીફોનિક વાતચીત કરીને રાહત અને બચાવ કામગીરીની ઝીણવટભરી વિગતો મેળવી હતી. વડાપ્રધાને નાગરિકોના જાનમાલ તેમજ પશુધનના રક્ષણ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ, ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી તમામ જરૂરી  સહયોગ અને મદદ પુરી પાડવાની ખાતરી આપી હતી. વડાપ્રધાને ગુજરાતની ચિંતા કરી સ્થિતિ પર સતત ધ્યાન રાખી રહ્યાં છે. ગુજરાતના લોકો પ્રત્યે તેમના હૃદયમાં ઊંડો સ્નેહભાવ છે. કુદરતી આફતની વેળાએ અને જ્યારે પણ જરૂર હોય ત્યારે તેમણે હંમેશા રાજ્યના લોકોની પડખે ઉભા રહી છે.'મુખ્યમંત્રીની જિલ્લા કલેક્ટર, SP સહિત વરિષ્ઠ અધિકારી સાથે ઓનલાઈન બેઠક છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની વરસી રહ્યો છે, ત્યારે રાજ્યના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ ઉપરાંત, કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી છે. બીજી તરફ, હવામાન વિભાગે 29 ઑગસ્ટ સુધી રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેવામાં ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મુખ્ય શહેરોના જિલ્લા કલેક્ટર,  પોલીસ અધીક્ષક અને વરિષ્ઠ અધિકારીઓ સાથે ઓનલાઈન બેઠક કરી હતી. આ પણ વાંચો : મંત્રીઓને ડમ્પરમાં બેસીને પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવી પડી, 10-10 ફૂટ પાણી ભરાયા હોવાની કબૂલાત29 ઑગસ્ટની હવામાન વિભાગની આગાહીહવામાન વિભાગની આગાહી પ્રમાણે, આવતી કાલે (29 ઑગસ્ટે) સૌરાષ્ટ્રના 12 જિલ્લામાં કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં હજુ ભારે વરસાદની શક્યતા, વડાપ્રધાન મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી વાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Bhupendra Patel And Narendra Modi

PM Modi Telephonic Conversation With CM Bhupendra Patel Regarding Heavy Rains In Gujarat : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી છ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ફોનિક વાતચીત કરીને રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વચ્ચે રાહત અને બચાવ કાર્યની જાણકારી મેળવી હતી. 

આ પણ વાંચો : વડોદરામાં પૂરની સ્થિતિ વધુ ગંભીર બનતા સરકારે બે મંત્રીને દોડાવ્યા, સાત લાખ લોકો અંધારપટમાં

આજે આ જિલ્લામાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ

જ્યારે હવામાન વિભાગ દ્વારા આજે (28 ઑગસ્ટે) કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર જિલ્લામાં અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે ભારેથી અતિભારે વરસાદને પગલે પાટણ, અમદાવાદ, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, મધ્ય અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉેદપુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ભારે વરસાદ વચ્ચે રાજ્યાની સ્થિતિને લઈને મોદીએ મુખ્યમંત્રી સાથે વાતચીત કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તેમના સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં અતિભારે વરસાદની સ્થિતિને લઈને મારી સાથે ટેલીફોનિક વાતચીત કરીને રાહત અને બચાવ કામગીરીની ઝીણવટભરી વિગતો મેળવી હતી. વડાપ્રધાને નાગરિકોના જાનમાલ તેમજ પશુધનના રક્ષણ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ, ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી તમામ જરૂરી  સહયોગ અને મદદ પુરી પાડવાની ખાતરી આપી હતી. વડાપ્રધાને ગુજરાતની ચિંતા કરી સ્થિતિ પર સતત ધ્યાન રાખી રહ્યાં છે. ગુજરાતના લોકો પ્રત્યે તેમના હૃદયમાં ઊંડો સ્નેહભાવ છે. કુદરતી આફતની વેળાએ અને જ્યારે પણ જરૂર હોય ત્યારે તેમણે હંમેશા રાજ્યના લોકોની પડખે ઉભા રહી છે.'

મુખ્યમંત્રીની જિલ્લા કલેક્ટર, SP સહિત વરિષ્ઠ અધિકારી સાથે ઓનલાઈન બેઠક 

છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની વરસી રહ્યો છે, ત્યારે રાજ્યના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ ઉપરાંત, કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી છે. બીજી તરફ, હવામાન વિભાગે 29 ઑગસ્ટ સુધી રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેવામાં ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મુખ્ય શહેરોના જિલ્લા કલેક્ટર,  પોલીસ અધીક્ષક અને વરિષ્ઠ અધિકારીઓ સાથે ઓનલાઈન બેઠક કરી હતી. 

આ પણ વાંચો : મંત્રીઓને ડમ્પરમાં બેસીને પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવી પડી, 10-10 ફૂટ પાણી ભરાયા હોવાની કબૂલાત

29 ઑગસ્ટની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આવતી કાલે (29 ઑગસ્ટે) સૌરાષ્ટ્રના 12 જિલ્લામાં કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.