ખોરજમાં ગટરના ગંદા પાણી ગામમાં ફરી વળ્યા : નર્કાગાર જેવી સ્થિતિ

ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટતળાવમાં છોડાતું ગટરનું પાણી ઓવરફ્લો થતાં સ્થિતિ સર્જાઈ : મુખ્યમંત્રી સુધી ફરિયાદ પણ પરિણામ નહીંગાંધીનગર :  ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ ખોરજ ગામમાં હાલ વરસાદ નહીં પરંતુ ગટરના ગંદા પાણીએ વસાહતીઓને રહેવું મુશ્કેલ કરી દીધું છે. તળાવમાં છોડવામાં આવતું ગટરનું ગંદુ પાણી ઓવરફ્લો થઈને ગામમાં ફરી વળતા અહીં રોગચાળો ફેલાવવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરવા છતાં હજી સુધી આ સમસ્યાનો નિવેડો લાવવામાં આવ્યો નથી.ગાંધીનગર શહેર નજીક આવેલા ખોરજ ગામમાં તળાવની અંદર ગટરનું ગંદુ પાણી છોડવામાં આવે છે. ઘણા લાંબા સમયથી ગ્રામજનો દ્વારા આ પાણી બંધ કરવા માટે ધારાસભ્ય તેમજ કોર્પોરેટરો અને તંત્રના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે પરંતુ તેમની રજૂઆતનો કોઈ અર્થ નીકળતો નથી ત્યારે હાલ ગાંધીનગર કોર્પોરેશન દ્વારા છોડવામાં આવતું આ પાણી તળાવમાંથી ઓવરફ્લો થતા સમગ્ર ગામમાં ફરી વળ્યું છે અને ગામમાં ગટરમાં ગંદા પાણીની નદીઓ વહેતી હોય તેવી હાલત થઈ છે. છેવટે કંટાળીને ગ્રામજનો દ્વારા મુખ્યમંત્રી સુધી પણ ફરિયાદ કરવામાં આવી છે પરંતુ હજી સુધી આ સમસ્યાનો નિકાલ લાવવામાં આવ્યો નથી તહેવારોના સમયમાં ગામમાં બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. બીજીબીજું ગટરના ગંદા પાણીને કારણે એટલી અસહ્ય દુર્ગંધ આવી રહી છે કે ઘરમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું છે. હાલ વરસાદી ઝાપટા પણ યથાવત છે ત્યારે આ સ્થિતિમાં લોકોના ઘરમાં ગંદા પાણી ઘૂસી જવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ ગંદા પાણીને કારણે રોગચાળો ફેલાય તેવી સ્થિતિ પણ હાલમાં જોવા મળી રહી છે ત્યારે ન છૂટકે ગ્રામજનો દ્વારા હવે આ મુદ્દે આંદોલન કરવામાં આવે તેમ લાગી રહ્યું છે સ્થાનિક કોર્પોરેટરોને પણ ફરિયાદ કરવામાં આવી હતી અને રૃબરૃ મુલાકાત લઈને સમસ્યા દૂર કરી આપવાની ખાતરી આપવામાં આવી હતી પરંતુ તે પણ ઠાલી નીવડી હતી.

ખોરજમાં ગટરના ગંદા પાણી ગામમાં ફરી વળ્યા : નર્કાગાર જેવી સ્થિતિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ

તળાવમાં છોડાતું ગટરનું પાણી ઓવરફ્લો થતાં સ્થિતિ સર્જાઈ : મુખ્યમંત્રી સુધી ફરિયાદ પણ પરિણામ નહીં

ગાંધીનગર :  ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ ખોરજ ગામમાં હાલ વરસાદ નહીં પરંતુ ગટરના ગંદા પાણીએ વસાહતીઓને રહેવું મુશ્કેલ કરી દીધું છે. તળાવમાં છોડવામાં આવતું ગટરનું ગંદુ પાણી ઓવરફ્લો થઈને ગામમાં ફરી વળતા અહીં રોગચાળો ફેલાવવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરવા છતાં હજી સુધી આ સમસ્યાનો નિવેડો લાવવામાં આવ્યો નથી.

ગાંધીનગર શહેર નજીક આવેલા ખોરજ ગામમાં તળાવની અંદર ગટરનું ગંદુ પાણી છોડવામાં આવે છે. ઘણા લાંબા સમયથી ગ્રામજનો દ્વારા આ પાણી બંધ કરવા માટે ધારાસભ્ય તેમજ કોર્પોરેટરો અને તંત્રના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે પરંતુ તેમની રજૂઆતનો કોઈ અર્થ નીકળતો નથી ત્યારે હાલ ગાંધીનગર કોર્પોરેશન દ્વારા છોડવામાં આવતું આ પાણી તળાવમાંથી ઓવરફ્લો થતા સમગ્ર ગામમાં ફરી વળ્યું છે અને ગામમાં ગટરમાં ગંદા પાણીની નદીઓ વહેતી હોય તેવી હાલત થઈ છે.

છેવટે કંટાળીને ગ્રામજનો દ્વારા મુખ્યમંત્રી સુધી પણ ફરિયાદ કરવામાં આવી છે પરંતુ હજી સુધી આ સમસ્યાનો નિકાલ લાવવામાં આવ્યો નથી તહેવારોના સમયમાં ગામમાં બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. બીજીબીજું ગટરના ગંદા પાણીને કારણે એટલી અસહ્ય દુર્ગંધ આવી રહી છે કે ઘરમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું છે. હાલ વરસાદી ઝાપટા પણ યથાવત છે ત્યારે આ સ્થિતિમાં લોકોના ઘરમાં ગંદા પાણી ઘૂસી જવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ ગંદા પાણીને કારણે રોગચાળો ફેલાય તેવી સ્થિતિ પણ હાલમાં જોવા મળી રહી છે ત્યારે ન છૂટકે ગ્રામજનો દ્વારા હવે આ મુદ્દે આંદોલન કરવામાં આવે તેમ લાગી રહ્યું છે સ્થાનિક કોર્પોરેટરોને પણ ફરિયાદ કરવામાં આવી હતી અને રૃબરૃ મુલાકાત લઈને સમસ્યા દૂર કરી આપવાની ખાતરી આપવામાં આવી હતી પરંતુ તે પણ ઠાલી નીવડી હતી.