ખેડા જિલ્લામાં 4 સ્થળે પોલીસના દરોડામાં 15 જુગારીઓ ઝડપાયા

- પોલીસની 42 હજારની રોકડ જપ્ત કરી કાર્યવાહી- નડિયાદ પશ્ચિમ, મલિયાતજ, ભૂમેલના ઈચ્છાપુરા અને પીજ ખાતે જુગાર રમાતો પકડાયોનડિયાદ : ખેડા જિલ્લામાં ઠેર ઠેર શ્રાવાણિયો જુગાર ધમધમી રહ્યો છે. ત્યારે નડિયાદ પશ્ચિમમાં, મલિયાતજ, ભૂમેલના ઈચ્છાપુરા તેમજ પીજમાં જુગાર રમતા ૧૫ જુગારીયાઓને ઝડપી લઈ પોલીસે કુલ રૂ.૪૧,૮૯૦ની રોકડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બનાવ અંગે જે તે પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.નડિયાદ પશ્ચિમમાં ઇન્દિરાનગરી દશામાના મંદિર સામે પોલીસે રેડ પાડી ખુલ્લી જગ્યામાં પત્તા પાનાનો જુગાર રમતા દિલીપ ઉર્ફે પપ્પુ દેવીપુજક, રમેશ ઉર્ફે ભયો કનુભાઈ તળપદા, જશવંત મણીભાઈ તળપદા તેમજ ચેતન ઉર્ફે તિલિયો અમરતભાઈ તળપદને જુગાર રમવાના સાધનો તેમજ રોકડ રૂ.૧,૭૩૦ સાથે ઝડપી પાડયા હતા. આ બનાવ સંદર્ભે નડિયાદ પશ્ચિમ પોલીસે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.બીજા બનાવમાં વસો તાલુકાના મલિયતાજ ભાટના કુવા ખેતરમાં જુગાર રમાતો હતો. જ્યાં પોલીસે રેડ પાડી પત્તા પાનાનો જુગાર રમતા વિક્રમ ચંદુભાઈ વાઘેલા તેમજ અર્જુન ઉર્ફે બોટલ રમણભાઈ ચૌહાણને રોકડ રૂ.૧૬,૬૦૦ સાથે ઝડપી પાડયા હતા. આ બનાવ સંદર્ભે એલસીબી ખેડાની ફરિયાદના આધારે માતર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.જ્યારે ભૂમેલ ઈચ્છાપુરામાં જુગાર રમતા અરવિંદભાઈ ચંદુભાઈ પરમાર, ઉપેન્દ્ર શંકરભાઈ ચૌહાણ, વિરોજ રમેશભાઈ ગોહેલ, નિમેશ રમેશભાઈ પરમાર, અહેસાન સાબિર ખાન પઠાણ તેમજ ટીનાભાઇ અરવિંદભાઈ ગોહિલને જુગાર રમતા ઝડપી લઈ વડતાલ પોલીસે રોકડ રૂ.૨૧,૭૦૦ જપ્ત કરી ગુનો દાખલ કર્યો હતો. ઉપરાંત વસો પોલીસે પીજ કાલકા મંદિર સામે ખુલ્લામાં રમાતા જુગાર ઉપર રેડ પાડી જુગારી ચિરાગ સુરેશભાઈ પટેલ, સુનિલ ખોડાભાઈ વાઘેલા તેમજ વિષ્ણુભાઈ ભાઈલાલ ગોહેલને જુગાર રમવાના સાધનો તેમજ રોકડ રૂ.૧,૮૬૦ સાથે ઝડપી પાડયા હતા. આ બનાવ અંગે વસો પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ખેડા જિલ્લામાં 4 સ્થળે પોલીસના દરોડામાં 15 જુગારીઓ ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- પોલીસની 42 હજારની રોકડ જપ્ત કરી કાર્યવાહી

- નડિયાદ પશ્ચિમ, મલિયાતજ, ભૂમેલના ઈચ્છાપુરા અને પીજ ખાતે જુગાર રમાતો પકડાયો

નડિયાદ : ખેડા જિલ્લામાં ઠેર ઠેર શ્રાવાણિયો જુગાર ધમધમી રહ્યો છે. ત્યારે નડિયાદ પશ્ચિમમાં, મલિયાતજ, ભૂમેલના ઈચ્છાપુરા તેમજ પીજમાં જુગાર રમતા ૧૫ જુગારીયાઓને ઝડપી લઈ પોલીસે કુલ રૂ.૪૧,૮૯૦ની રોકડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બનાવ અંગે જે તે પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

નડિયાદ પશ્ચિમમાં ઇન્દિરાનગરી દશામાના મંદિર સામે પોલીસે રેડ પાડી ખુલ્લી જગ્યામાં પત્તા પાનાનો જુગાર રમતા દિલીપ ઉર્ફે પપ્પુ દેવીપુજક, રમેશ ઉર્ફે ભયો કનુભાઈ તળપદા, જશવંત મણીભાઈ તળપદા તેમજ ચેતન ઉર્ફે તિલિયો અમરતભાઈ તળપદને જુગાર રમવાના સાધનો તેમજ રોકડ રૂ.૧,૭૩૦ સાથે ઝડપી પાડયા હતા. આ બનાવ સંદર્ભે નડિયાદ પશ્ચિમ પોલીસે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

બીજા બનાવમાં વસો તાલુકાના મલિયતાજ ભાટના કુવા ખેતરમાં જુગાર રમાતો હતો. જ્યાં પોલીસે રેડ પાડી પત્તા પાનાનો જુગાર રમતા વિક્રમ ચંદુભાઈ વાઘેલા તેમજ અર્જુન ઉર્ફે બોટલ રમણભાઈ ચૌહાણને રોકડ રૂ.૧૬,૬૦૦ સાથે ઝડપી પાડયા હતા. આ બનાવ સંદર્ભે એલસીબી ખેડાની ફરિયાદના આધારે માતર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.જ્યારે ભૂમેલ ઈચ્છાપુરામાં જુગાર રમતા અરવિંદભાઈ ચંદુભાઈ પરમાર, ઉપેન્દ્ર શંકરભાઈ ચૌહાણ, વિરોજ રમેશભાઈ ગોહેલ, નિમેશ રમેશભાઈ પરમાર, અહેસાન સાબિર ખાન પઠાણ તેમજ ટીનાભાઇ અરવિંદભાઈ ગોહિલને જુગાર રમતા ઝડપી લઈ વડતાલ પોલીસે રોકડ રૂ.૨૧,૭૦૦ જપ્ત કરી ગુનો દાખલ કર્યો હતો. ઉપરાંત વસો પોલીસે પીજ કાલકા મંદિર સામે ખુલ્લામાં રમાતા જુગાર ઉપર રેડ પાડી જુગારી ચિરાગ સુરેશભાઈ પટેલ, સુનિલ ખોડાભાઈ વાઘેલા તેમજ વિષ્ણુભાઈ ભાઈલાલ ગોહેલને જુગાર રમવાના સાધનો તેમજ રોકડ રૂ.૧,૮૬૦ સાથે ઝડપી પાડયા હતા. આ બનાવ અંગે વસો પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.