કેબિનેટનો મહત્ત્વનો નિર્ણય, ફાગવેલ તાલુકાનું મુખ્ય મથક કાપડીવાવ (ચીખલોડ) નહીં પણ 'ફાગવેલ'

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Cabinet Meeting in Gandhinagar: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના નવરચિત તાલુકાઓમાં સમાવિષ્ટ ગામોમાં મહત્ત્વના ફેરફારો કરવા અંગે મંજૂરી આપવામાં આવી છે. આ બેઠકમાં ખાસ કરીને ફાગવેલ તાલુકાનું મુખ્ય મથક જે અગાઉ કાપડીવાવ (ચીખલોડ) હતું, તેના બદલે હવે 'ફાગવેલ' રાખવા માટે પણ મંજૂરી આપી દીધી છે.
આ અંગે વધુ વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, રાજ્યના મોટા ક્ષેત્રફળ ધરાવતા તાલુકાઓમાં ભૌગોલિક અંતરના કારણે નાગરિકોને વહીવટી કામો અર્થે તાલુકા મુખ્ય મથક પર આવવા જવા માટે સમય, શક્તિ અને નાણાનો વ્યય થાય છે. આ પરિસ્થિતિના ઉકેલ માટે અને પ્રજાને ત્વરીત સેવા મળી રહે, વિકાસની પ્રક્રિયા ઝડપી બને તે માટે રાજ્ય સરકાર દ્વારા તા. 24 સપ્ટેમ્બર 2025ના જાહેરનામાથી ખેડા, સુરત અને મહીસાગર જિલ્લામાં અનુક્રમે ફાગવેલ, અરેઠ, ગોધર અને કોઠંબા તાલુકાની રચના કરાઈ હતી.
What's Your Reaction?






