કાંડ કરી કાર્તિકે તંત્ર સાથે સેટિંગ પાડયું,પોલીસે હવે ડૉ.ચિરાગને બલિનો બનાવી દીધો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં નિર્દોષ દર્દીઓની ખોટી રીતે એન્જિઓગ્રાફી અને એન્જિઓપ્લાસ્ટી કરવાના અને બે વ્યકિતના મોત નિપજવાના કાંડ પાછળનો મૂળ ભેજાબાજ કાર્તિક પટેલ અને સરકાર, પોલીસ સાથે જે સેટિંગ થયેલું છે તેના જ ભાગરૂપે કાર્તિકને સાંગોપાંગ ઉગારી લેવા અને આખા કાંડનો ઓળિયો ઘોળિયો બીજાના જ ગળામાં ફસાવી દેવાનો કારસો ઘડાયો છે.
આ કારસાની જ સ્ક્રિપ્ટ મુજબ હવે કાર્તિકની સાથે જ આ કેસમાં પકાડાયેલા પૈકી ચિરાગ હિરાસિંહ રાજપૂતના માથે દોષનો ટોપલો ઢોળી દેવાયો છે. તપાસનીશ અધિકારીએ ચાર્જશીટમાં એવો ઉલ્લેખ કર્યો છે કે, ખ્યાતિ હોસ્પિટલમાં ચિરાગ રાજપૂત 6.18 ટકા હિસ્સો ધરાવે છે. હોસ્પિટલના માર્કેટિંગ તથા બ્રાન્ડિંગના કામની સાથે આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટેની મેડિકલ સેવાઓ અંતર્ગત યોજનાઓના બહાના હેઠળ અમદાવાદ શહેર તથા આજુબાજુના વિસ્તારોના ગામડાઓમાંથી દર્દીઓને હોસ્પિટલમાં સારવાર અર્થે ગેરકાયદેસ લાવવા માટેના મુખ્ય સૂત્રધાર છે. હોસ્પિટલના ડાયેકટર ઉપરાંતની જવાબદારી સંભાળી અલગથી માસિક રૂ.7 લાખ પગાર લેતો હતો.
આમ હવે આ કેસની ચાર્જશીટમાં જ ચિરાગને સમગ્ર કૌમાંડનો મુખ્ય શિલ્પકાર ઠેરવી દેવાયો છે. જે મુજબ જણાવાયું છે કે, આરોપી ચિરાગ રાજપૂત કેમ્પમાંથી આવેલા દર્દીઓને કેથલેબમાં હાજર રહીને એન્જીયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરાવી લેવા માટે દર્દીઓને સલાહ આપી અત્યારે સ્ટેન્ટ નહીં મુકાવો તો ગમે ત્યારે તમને હાર્ટ એટેક આવી શકે છે અને મૃત્યુ પણ થઈ શકે છે તેમ જણાવી દર્દીઓના મનમાં જીવનું જોખમ ઉભું કર્યુ હતુ. આ પછી દર્દીઓ સારવાર માટે સંમતિ આપતા હતા. જેમાં બે દર્દીઓના મૃત્યુ નિપજયા હતા. આરોપી ચિરાગ રાજપૂતએ મેડિકલ કેમ્પમાં દર્દીઓના હિસ્ટ્રી ફોર્મમાં મેડીકલ સલાહ ઉમેરી ડોકયુમેન્ટસ બનાવ્યા હતા. આ ઉપરાંત ચિરાગ રાજપૂતે તેની બે પુત્રીઓ ખ્યાતિ હોસ્પિટલમાં કોઈ જવાબદારી સંભાળતી ન હોવા છતા દર મહિને એક લાખ પગાર તરીકે ચુકવવામાં આવતા હતા. એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીની સારવાર સંદર્ભે PM-JAY યોજના અંતર્ગત પ્રસ્થાપિત માર્ગદર્શિકા મુજબ આઈ.સી.યુ.ની જવાબદારી સંભાળતા ડોકટરની કવોલિફિકેશન MBBS કે તેથી વધુ કવોલીફાઈડ હોવા છતા ઓબ્ઝેર્વેશન માટે BHMS -BAMS ડોકટર્સને રાખવામાં આવ્યા હતા. હોસ્પિટલમ દ્વારા સરકારીની તિજારીને PM-JAY યોજનામાંથી રૂ.16.64 કરોડ મેળવ્યા હતા. ત્યારબાદ તપાસનીશ અધિકારીએ તમામ આરોપીઓ કાવતરું રચીને ગુનાનો અંજામ આપ્યો હોવાનો જનરલ ઉલ્લેખ કર્યો છે.
બધા આરોપીઓની સાથે જ કાર્તિકનું ચાર્જશીટ ન કરીને બચાવી લેવાશે
કાયદાકીય નિષ્ણાતોના મતે ક્રાઈમ બ્રાન્ચ સહિતની એજન્સી આવા ગંભીર કેસોમાં આરોપીઓનો ભેગો રોલ ચાર્જશીટમાં બનાવતી હોય છે. પરંતુ ખ્યાતિ હોસ્પિટલનો કેસ અતિ ચકચારભર્યો હોવાથી તેમાં આરોપીનો અલગ -અલગ રોલ બતાવવામાં આવ્યો હશે. જો કે, તેમના કહેવા પ્રમાણે સૌથી ખરાબ મોરબી પુલમાં 132 લોકોના મોત નિપજયા હતા, જેમાં મુખ્ય સૂત્રધાર જયસુખ પટેલ ચાર્જશીટ થવાના પંદર દિવસ પહેલા હાજર થયા હોવા છતા તેમનું તમામ આરોપીઓ સાથે ભેગું ચાર્જશીટ કર્યુ હતુ. ત્યારે આ કેસમાં કે કરવામાં નહીં આવ્યુ તે તો તપાસનીશ અધિકારી જ જવાબ આપી શકશે?
દરેક સોગંદનામામાં મૃતકની સંખ્યા 112 તો ચાર્જશીટમાં માત્ર બે જ કેમ
ખ્યાતિ હોસ્પિટલમાં પકડાયેલા દરેક આરોપીઓની રિમાન્ડ અરજીમાં અને જામીન અરજીમાં તપાસનીશ અધિકારીએ રજૂ કરેલ એફિડેવિટમાં ખ્યાતિ હોસ્પિટલમાં કુલ 8534 દર્દીઓએ સારવાર લીધી અને 112 જણાના મોત નિપજયા હોવાના દાવા કર્યા હતા. જો કે, ચાર્જશીટમાં PM-JAY હેઠળ 31મી માર્ચ 2022 થી 11મી નવેમ્બર 2024 સુધીમાં 3578 એન્જિયોગ્રાફી અને એન્ઝિયોપ્લાસ્ટીના કેલઈમ મુકવામાં આવ્યા હતા. આમ તપાસનીશ અધિકારી દ્વારા જામીન અરજી અને રિમાન્ડ અરજીમાં મૃત્યુ આંક મોટા દર્શાવીને શુ હાંસલ કરવાનો પ્રયાસ કરવા જઈ રહ્યા હતા તે પણ એક તપાસનો વિષય છે.
કયા આરોપીઓની શું ભૂમિકા
ડો. પ્રશાંત વઝીરાણી
ખ્યાતિ હોસ્પિટલના વિઝિટિંગ કાર્ડિયોલોજીસ્ટ ડોકટર તરીકે પ્રશાતં વઝીરાણીએ PMJAY યોજનનાના HEM પોર્ટલ પર રજીસ્ટર ન હોવા છતા કામ કર્યુ હતુ. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બોરીસણા ગામમાં 10 નવે. 2024ના રોજ કાવતરાના ભાગ રૂપે ફ્રી મેડિકલ કેમ્પ યોજ્યો. જેમાં 19 દર્દીઓને જરૂર ન હોવા છતા હોસ્પિટલ લાવી એન્જિયોગ્રાફી કે એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જે 19 પૈકી 7 દર્દીઓમાં સામાન્ય પણ બ્લોકેજ ન હોવા છતા 70થી 90 ટકા બ્લોકેજ હોવાનું જાણાવી તેને PMJAY પોર્ટલ પર અપડેટ કર્યું. આરોપી ડો. પ્રશાંત વઝીરાણીએ મેડિકલ પ્રેક્ટિસના મૂળભૂત સિધ્ધાંતોને નેવે મુકી બિનજરૂરી સ્ટેન્ટ મુકતા બે દર્દીઓના મોત થયા હોવાનો સિવિલ હોસ્પિટલ કમિટીના સભ્યો, સહિતના સાક્ષીઓના નિવેદનો મુકવામાં આવ્યા છે.
ડો. સંજય પોટલિયા
ખ્યાતિ હોસ્પિટલમાં 30.85 ટકા શેર હિસ્સો ધરાવે છે. પત્ની હેતલ 8.37 ટકા શેર હિસ્સો ધરાવે છે. હોસ્પિટલનું લાયસન્સ આરોપી સંજય પોટલીયાના નામે છે. દર મહિને બે વાર યોજાતી મિટીંગમાં તે હાજર રહેતો હતો અને સરકારી યોજના હેઠળ વધુમાં વધુ દર્દીઓને સારવાર અર્થે લાવવા માટે નાના ક્લિનીક ધરાવતા તબીબો સાથે મિટીંગ કરતો હતો. જે તબીબો દર્દીઓ મોકલે તેને વળતર પેટે પૈસા ચુકવવાનું આરોપી નક્કી કરતો હતો. ઉપરાંત ફ્રી કોમ્પ કઇ જગ્યાએ યોજવા તેની જવાબદારી હતી. આરોપીએ હોસ્પિટલના ડિરેક્ટરો, સીઇઓ સાથે મળી ખોટા ઓડિટ રિપોર્ટ બનાવ્યા હતા. જે રિપોર્ટ ડો. સંજય અને ચેરમેન કાર્તિક પટેલની સહીતી સબમીટ કરવામાં આવતા હતા. ગેરકાયદે ઓપરેશન કરવાથી કોઇ વ્યક્તિનું મોત નિપજે તેવુ જાણવા છતા હોસ્પિટલમાં આવી પ્રોસીઝર રોકવા માટે કોઇ જ પગલાં લીધા નહીં.
રાજશ્રી કોઠારી
ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર છે. પતિ પ્રદિપ આર. કોઠારીનો 3.61 ટકા હિસ્સો. હોસ્પિટલની મિટીંગમાં હંમેશા હાજર રહી વધુમાં વધુ દર્દીઓ સરકારી યોજના હેઠળ સારવાર માટે આવે તેવી ગોઠવણ કરતી હતી. નાના ક્લિનીક ધરાવતા ડોકટર્સને મળી વળતર પેટે રૂપિયા આપી દર્દીઓ રિફર કરાવતી હતી ઉપરાંત વિવિધ ગામડામાં ફ્રી મેડિકલ કેમ્પ યોજી તેમાં વધુને વધુ લોકો કઇ રીતે આવે તેના પ્રયાસો કરતી હતી. દર્દીઓને તકલીફ્ ન હોવા છતા તેમને હોસ્પિટલમાં લાવી ઓપરેશન કરાવવામાં ભૂમિકા ભજવતી હતી.
રાહુલ જૈન
ખ્યાતિ હોસ્પિટલનો સીઇઓ છે. હોસ્પિટલનું હાઉસ કિપીંગ, સીક્યુરીટી, સ્ટોર, પરચેઝ, એચઆર અને એકાઉન્ડ એન્ડ ફયનાન્સની કામગીરી સંભાતો હતો. મીટીમાં હાજર રહી મીટીંગ્સની નોટસ સીએ પાસે તૈયાર કરાવતો હતો. જનરલ પ્રેક્ટીસનર ડોક્ટર દ્વારા હોસ્પિટલમાં રિફ્ક કરવામાં આવેલ દર્દીઓની મેડિકલ સારવાર મુજબ રીફ્રીંગ કમિશનના પૈસા ચુકવી આપતો હતો. તબીબોને વધુમાં વધુ એન્જીયોગ્રાફી, એન્જીઓ પ્લાસ્ટી કરવા દબાણ કરતો હતો.
પંકિલ પટેલ
ખ્યાતિ હોસ્પિટલનો માર્કેટિંગ એક્ઝિક્યુટિવ હતો. અમદાવાદની 125થી 150 જેટલી નાની ક્લીનીકના તબીબોને મળતો હતો અને હોસ્પિટલમાં દર્દીઓ મોકલી વળતર આપવા સમજાવતો હતો. બોરીસણા ગામમાં યોજેલ ફ્રી મેડિકલ કેમ્પમાં હાજર રહ્યો હતો અને દર્દીઓના હિસ્ટ્રી ફેમ પોતાના હસ્તાક્ષરથી ભર્યા હતા અને દર્દીઓને હોસ્પિટલ આવવા સમજાવ્યા હતા. 19 દર્દીઓના મા કાર્ડ, આયુષ્માનકાર્ડ કાઢવામાં મદદ કરી હતી અને દર્દીઓને કેથલેબમાં લઇ જતી વખતે ચીરાગ રાજપુત સહિતના લોકો સાથે હાજર રહી દર્દીઓને એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી માટે સમજાવી 18 દર્દીઓના ફોર્મ પંકીલ પટેલએ ડાયરેકટર ચીરાગ રાજપૂતની સૂચના મુજબ ભર્યા હતા.
મિલિંદ પટેલ
ખ્યાતિ હોસ્પિટલનો સિનિયર માર્કેટીંગ એક્ઝીક્યુટીવ તરીકે મિલિંદ પટેલ હતો. નાના ક્લીનીક ધરાવતા તબીબોને વારંવાર મળી દર્દીઓ વધુ વળતરની લાલચ આપી વધુને વધુ દર્દીઓ રીફ્ર કરાવા પ્રયત્નો કરતો હતો. ગામડામાં ફ્રી મેડિકલ કેમ બાદ દર્દીઓને ડરાવી હોસ્પિટલમાં લાવવાનું કામ કરતો હતો. બોરીસણા ગામે 10 નવે. 2024ના રોજ ફ્રી કેમ્ય યોજ્યો તેમા હાજર હતો. કેમ્પમાં જે દર્દીઓને સામાન્ય તકલીફ્ હતી તેમને વધુ રિપોર્ટ માટે હોસ્પિટલ આવવું પડશે તમારે કોઇ ખર્ચ નહીં થાય, સરકારી યોજનામાં ફ્રી સારવાર થઇ જશે. જેમની પાસે આયુષ્માન કાર્ડ નહીં હોય તેમને તાત્કાલીક કાઢી આપવામાં આવશે. તેમ કહી 19 દર્દીઓને બસ દ્વારા હોસ્પિટલમાં લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
પ્રતીક ભટ્ટ
ખ્યાતિ હોસ્પિટલના માર્કેટિંગ મેનેજર હતો. 100 જેટલા અમદાવાદ શહેરના તબીબોને મળ્યો હતો અને દર્દીઓ મોકલશો તો વળતર આપશું તેમ સમજાવ્યું હતું. મિલિંદ પટેલ સાથે રહી 125થી 150 ગામોમાં ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું હતું. બોરીસણા ગામના 19 દર્દીઓને હોસ્પિટલ લાવવા માટે મીલીન્દ પટેલ સાથે રહી સમજાવ્યા હતા. જેમની પાસે PMJAY કાર્ડ ન હતા તેમના કાઢ કઢાવવાની પ્રોસીજર કરવામાં મદદ કરી હતી. સાત દર્દીઓને સ્ટેન્ટ મુકવા રાજી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ઉપરાંત જો સ્ટેન્ટ નહીં મુકો તો મોતનો ખતરો છે તેમ કહી દર્દીઓને ડરાવ્યા હતા.
What's Your Reaction?






