આસુન્દ્રાળી ગામની સરકારી-ખાનગી જમીનમાં ગેરકાયદે ખનન પર તંત્રના દરોડા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મુળી તાલુકાના ભવાનીગઢના ઉપસરપંચ કાર્બોસેલની ચોરી કરતા ઝડપાયા
ટ્રેકટર, કાર્બોસેલ સહિત રૃા.૧૧ લાખનો મુદ્દામાલ જપ્ત ઃ સરકારી જમીન પરનું પાકુ મકાન તોડી પડાયુ ઃ ઉપસરપંચને હોદ્દા પરથી હટાવવા કાર્યવાહી હાથ ધરાઇ
સુરેન્દ્રનગર - ચોટીલા પ્રાંત અધિકારી અને ટીમે મુળી તાલુકાના આસુન્દ્રાળી ગામની સરકારી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા ભવાનીગઢ ગામના ઉપસરપંચ રતાભાઈ વિરાભાઈ જોગરાણાને ઝડપી પાડાયા છે અને આ મામલે સ્થાનીક રાજકારણમાં પણ ગરમાવો વ્યાપી ગયો છે. તંત્રની ટીમે ટ્રેક્ટર, ગેરકાયદે કાર્બોસેલનો જથ્થો સહિત રૃ.૧૧ લાખનો મુદ્દામાલ કબજે કરી સરકારી મિલ્કતને મોટાપાયે નુકસાન પહોંચાડતા હોવાનું ધ્યાને આવતા રતાભાઇને ઉપસરપંચના હોદ્દા પરથી નિયમો મુજબ હટાવવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.
What's Your Reaction?






