અમદાવાદ મ્યુનિ.તંત્રમાં નોકરી મળ્યા પછી સરકારમાં સારી નોકરી મળતા ૧૭૫ જુનિયર કલાર્કે રાજીનામાં આપ્યાં
અમદાવાદ,ગુરુવાર,26 સપ્ટેમ્બર,2024અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી મેળવ્યા પછી ૧૭૫ જુનિયર કલાર્કે રાજય સરકારના વિવિધ વિભાગમાં સારી નોકરી મળતા રાજીનામાં આપી દીધા છે.ઉપરાંત ગાર્ડન વિભાગમાં સહાયક ગાર્ડન સુપરવાઈઝર તરીકે નોકરી મેળવનારા ૩૬ કર્મચારીઓએ પણ મ્યુનિ.ની નોકરી છોડી દીધી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગમાં જુનિયર કલાર્કની ખાલી પડેલી જગ્યા ત્રણ વર્ષ અગાઉ ભરવામાં આવી હતી.જે તે સમયે ૪૦૦ જેટલા જુનિયર કલાર્કને પ્રોબેશન પિરીયડ ઉપર નિમણૂંક આપવામાં આવી હતી. આ પૈકી ૧૭૫ કલાર્કને રાજય સરકારમાં સારા પગાર અને હોદ્દા સાથેની નોકરી મળતા તેમણે રાજીનામાં આપ્યા હોવાનુ સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે. સહાયક ગાર્ડન સુપરવાઈઝરોએ મ્યુનિ.નોકરી છોડવા પાછળ પણ આ જ કારણ છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહયુ, મ્યુનિ.ના વર્ગ-૨ અને ૩ની જગ્યા સીધી ભરતીથી કરવાની થાય એ સમયે બનાવવામા આવતી પ્રતિક્ષાયાદી બન્યા પછી તે જગ્યા રાજીનામું, સ્વૈચ્છીક નિવૃત્તિ ,મરણ કે અન્ય કારણસર ખાલી પડશે તો તે જગ્યા ઉપર બે વર્ષ સુધી રોસ્ટર અનુસાર પ્રતિક્ષાયાદીમાંથી જગ્યા ભરી શકાશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,ગુરુવાર,26 સપ્ટેમ્બર,2024
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી મેળવ્યા પછી ૧૭૫ જુનિયર કલાર્કે રાજય સરકારના વિવિધ વિભાગમાં સારી નોકરી મળતા રાજીનામાં આપી દીધા છે.ઉપરાંત ગાર્ડન વિભાગમાં સહાયક ગાર્ડન સુપરવાઈઝર તરીકે નોકરી મેળવનારા ૩૬ કર્મચારીઓએ પણ મ્યુનિ.ની નોકરી છોડી દીધી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગમાં જુનિયર કલાર્કની ખાલી પડેલી જગ્યા ત્રણ વર્ષ અગાઉ ભરવામાં આવી હતી.જે તે સમયે ૪૦૦ જેટલા જુનિયર કલાર્કને પ્રોબેશન પિરીયડ ઉપર નિમણૂંક આપવામાં આવી હતી. આ પૈકી ૧૭૫ કલાર્કને રાજય સરકારમાં સારા પગાર અને હોદ્દા સાથેની નોકરી મળતા તેમણે રાજીનામાં આપ્યા હોવાનુ સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે. સહાયક ગાર્ડન સુપરવાઈઝરોએ મ્યુનિ.નોકરી છોડવા પાછળ પણ આ જ કારણ છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહયુ, મ્યુનિ.ના વર્ગ-૨ અને ૩ની જગ્યા સીધી ભરતીથી કરવાની થાય એ સમયે બનાવવામા આવતી પ્રતિક્ષાયાદી બન્યા પછી તે જગ્યા રાજીનામું, સ્વૈચ્છીક નિવૃત્તિ ,મરણ કે અન્ય કારણસર ખાલી પડશે તો તે જગ્યા ઉપર બે વર્ષ સુધી રોસ્ટર અનુસાર પ્રતિક્ષાયાદીમાંથી જગ્યા ભરી શકાશે.