અમદાવાદ: કણભા પોલીસના હેડ કોન્સ્ટેબલે દારૂ પીને રોફ જમાવ્યો, લારીવાળાને માર મારતા લોકોએ પોલીસકર્મીને લમધાર્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad Police Controversy: અમદાવાદ ગ્રામ્ય પોલીસકર્મીના એક પછી એક વિવાદ સામે આવી રહ્યા છે. પહેલા બોપલમાં PSI જયેશ કાલોતરાએ અરજદાર સાથે સામાન્ય વાતમાં અભદ્ર શબ્દો બોલી રોફ જમાવ્યો હતો. હવે કણભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દીપક ડામોરે નશાની હાલતમાં કુહા ગામે ફાસ્ટ ફૂડની લારી પર જઈ ધમાલ મચાવતા ચકચાર મચી ગઈ છે.આ ઘટનામાં લોકોએ નશામાં ધૂત હેડ કોન્સ્ટેબલને માર માર્યો છે. આ દરમિયાન તેની કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી છે. મહત્ત્વનું છે કે, આ હેડ કોન્સ્ટેબલ સામે પોલીસે પ્રોહીબિશન અને મારામારીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

