અમદાવાદમાં મહિલા પોલીસ જ અસલામત! આનંદનગર પોલીસ સ્ટેશનની 'સી' ટીમને લુખ્ખા તત્ત્વોએ આંતરી, પોલીસની લેવી પડી મદદ
Ahmedabad Police: અમદાવાદ શહેર પોલીસ મહિલાઓની સુરક્ષા માટે નિર્ભયા પ્રોજેક્ટ, સીટી સેફ પ્રોજેક્ટથી સજ્જ હોવાના મોટા દાવા કરે છે. પરંતુ, હકીકત એ છે કે ખુદ મહિલા પોલીસ જ સુરક્ષિત નથી. શહેરના આનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મકરબા ફાટક નજીક સી-ટીમના બે લોકરક્ષક દળના મહિલા જવાનો નિર્ભયા પ્રોજેક્ટના સીસીટીવી કેમેરા તપાસવા માટે જતા હતા, ત્યારે વાનમાં આવેલા ચાર લુખ્ખાઓએ રસ્તામાં તેમને આંતરીને ધમકી આપી હતી. છેવટે મહિલાઓ પોલીસ સ્ટાફે મદદ માટે પોલીસની મદદ લીધી હતી. ત્યારે પોલીસના સબસલામત હોવાના દાવાને લઇને પણ અનેક સવાલ ઉભા થયા છે.
![અમદાવાદમાં મહિલા પોલીસ જ અસલામત! આનંદનગર પોલીસ સ્ટેશનની 'સી' ટીમને લુખ્ખા તત્ત્વોએ આંતરી, પોલીસની લેવી પડી મદદ](http://static.gujaratsamachar.com/articles/articles_thumbs/photo_1736265127008.jpeg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -