અમદાવાદમાં ઉત્તરાયણ તહેવારને લઈને જાહેરનામું, તોફાની તત્વો સાવધાન!

ઉત્તરાયણ તહેવારને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. શહેર પોલીસ કમિશનર દ્વારા ઉત્તરાયણ તહેવારને લઈને જાહેરનામું બહાર પાડ્યું. જે અંતર્ગત જાહેર માર્ગો પર તોફાની તત્ત્વો પર પતંગ ઉડાડવામાં લગામ રહેશે. ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની પેટા કલમ ૩૩ (૧) (બી),૧૧૩ અંતર્ગત મળેલી સત્તાની રૂએ આગામી ઉત્તરાયણનાં તહેવાર અનુસંધાને જાહેર માર્ગો ઉપર ટ્રાફિક વ્યવસ્થા જળવાઇ રહે અને માર્ગ અકસ્માતો થતા નિવારવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું.કોઈપણ વ્યક્તિ જાહેરમાર્ગ પર નહીં ઉડાડી શકે પતંગ તારીખ 10 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી લાગુ ટ્રાફિક વ્યવસ્થા જાળવવાનો ઉદેશ્ય દુર્ઘટના અને અકસ્માતો અટકાવવાનો પ્રયાસ શહેરમાં ઉત્તરાયણ પર્વની સલામતી અને સુરક્ષા હેઠળ ઉજવણી કરવા પોલીસ પગલાં લીધા. અમદાવાદ શહેર પોલીસ કમિશનરની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં ઉત્તરાયણનાં તહેવારને અનુસંધાને તા.૧૦/૦૧/૨૦૨૫ થી ૩૧/૦૧/૨૦૨૫ સુધી કોઇપણ વ્યક્તિ જાહેરમાર્ગ ઉપર કોઇપણ વ્યક્તિને ઇજા અથવા ભય પમાડે તેવી રીતે પતંગ ઉડાવી શકશે નહી કે જાહેર માર્ગ ઉપર દોડી પતંગ પકડી શકશે નહી.જાહેર માર્ગો પર બેફામ રીતે પતંગ ઉડાવવા અંગે પ્રતિબંધ લાદવામાં આવ્યો. જાહેરનામું બહાર પાડ્યુંઆઈપીએસ શરદ સિંઘલે નાગરિકોની સુરક્ષાને અગ્રતમ રાખી જાહેરનામું બહાર પાડ્યું. આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૩૩ ની જોગવાઇ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા.૧૦/૦૧/૨૦૨૫ થી તા.૩૧/૦૧/૨૦૨૫ સુધી કરવાનો રહેશે. આ જાહેરનામાના આદેશોનું ઉલ્લઘન કરનાર ઇસમ ભારતીય ન્યાય સંહીતા (BNS) ૨૦૨૩ ની કલમ-૨૨૩ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે અમદાવાદ કમિશ્નરેટમાં ફરજ બજાવતાં સંયુક્ત/અધિક પોલીસ કમિશનરના દરજ્જાથી પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અધિકારી/કર્મચારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહીતા (BNS) ૨૦૨૩ની કલમ-૨૨૩ તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ-૧૩૧ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

અમદાવાદમાં ઉત્તરાયણ તહેવારને લઈને જાહેરનામું, તોફાની તત્વો સાવધાન!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ઉત્તરાયણ તહેવારને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. શહેર પોલીસ કમિશનર દ્વારા ઉત્તરાયણ તહેવારને લઈને જાહેરનામું બહાર પાડ્યું. જે અંતર્ગત જાહેર માર્ગો પર તોફાની તત્ત્વો પર પતંગ ઉડાડવામાં લગામ રહેશે. ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની પેટા કલમ ૩૩ (૧) (બી),૧૧૩ અંતર્ગત મળેલી સત્તાની રૂએ આગામી ઉત્તરાયણનાં તહેવાર અનુસંધાને જાહેર માર્ગો ઉપર ટ્રાફિક વ્યવસ્થા જળવાઇ રહે અને માર્ગ અકસ્માતો થતા નિવારવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું.

  • કોઈપણ વ્યક્તિ જાહેરમાર્ગ પર નહીં ઉડાડી શકે પતંગ
  • તારીખ 10 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી લાગુ
  • ટ્રાફિક વ્યવસ્થા જાળવવાનો ઉદેશ્ય
  • દુર્ઘટના અને અકસ્માતો અટકાવવાનો પ્રયાસ

શહેરમાં ઉત્તરાયણ પર્વની સલામતી અને સુરક્ષા હેઠળ ઉજવણી કરવા પોલીસ પગલાં લીધા. અમદાવાદ શહેર પોલીસ કમિશનરની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં ઉત્તરાયણનાં તહેવારને અનુસંધાને તા.૧૦/૦૧/૨૦૨૫ થી ૩૧/૦૧/૨૦૨૫ સુધી કોઇપણ વ્યક્તિ જાહેરમાર્ગ ઉપર કોઇપણ વ્યક્તિને ઇજા અથવા ભય પમાડે તેવી રીતે પતંગ ઉડાવી શકશે નહી કે જાહેર માર્ગ ઉપર દોડી પતંગ પકડી શકશે નહી.જાહેર માર્ગો પર બેફામ રીતે પતંગ ઉડાવવા અંગે પ્રતિબંધ લાદવામાં આવ્યો.

જાહેરનામું બહાર પાડ્યું

આઈપીએસ શરદ સિંઘલે નાગરિકોની સુરક્ષાને અગ્રતમ રાખી જાહેરનામું બહાર પાડ્યું. આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૩૩ ની જોગવાઇ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા.૧૦/૦૧/૨૦૨૫ થી તા.૩૧/૦૧/૨૦૨૫ સુધી કરવાનો રહેશે. આ જાહેરનામાના આદેશોનું ઉલ્લઘન કરનાર ઇસમ ભારતીય ન્યાય સંહીતા (BNS) ૨૦૨૩ ની કલમ-૨૨૩ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે અમદાવાદ કમિશ્નરેટમાં ફરજ બજાવતાં સંયુક્ત/અધિક પોલીસ કમિશનરના દરજ્જાથી પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અધિકારી/કર્મચારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહીતા (BNS) ૨૦૨૩ની કલમ-૨૨૩ તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ-૧૩૧ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.