હિમાચલમાં દર્દનાક અકસ્માત : ભાવનગરના 5 લોકોના મોત, 4નો ચમત્કારિક બચાવ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ચંબાના કકીરા નજીક મધરાત્રે આશરે ૩૦૦ મીટર ઊંડી ખાણમાં કાર ખાબકી
મૃતકોમાં સાસુ-સસરા, દીકરી-જમાઈ અને દોહિત્ર, આઠ દિવસની મનાલી-ડેલહાઉસી ટૂર માટે ગયો હતો ઃ સિંધી સમાજમાં અરેરાટી સાથે આઘાત
ભાવનગર - ભાવનગરના ઘોઘાસર્કલ વિસ્તારમાં રહેતા સિંધી પરિવાર સાથે હિમાચલ પ્રદેશમાં દર્દનાક અકસ્માતની ઘટના ઘટી છે. આશરે ૩૦૦ મીટર ઊંડી ખાણમાં કાર ખાબકી જતાં સાસુ-સસરા, દીકરી-જમાઈ અને દોહિત્રના કમકમાટીભર્યા મૃત્યુ થયા છે. આ ગમખ્વાર ઘટનામાં બે માસૂમ બાળકો સહિત ચાર લોકોનો ચમત્કારિક બચાવ થતાં તેમનું રેસ્ક્યુ કરી સારવાર માટે તાબડતોડ હોસ્પિટલમાં દાખલ કરી દેવાયા છે. જેમાં એક-બે વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

