હિંમતનગરમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરતી વખતે યુવકનું પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગણેશ ચતુર્થીના પાંચમા દિવસે ગણેશ વિસર્જન દરમિયાન હિંમતનગરમાં એક દુઃખદ ઘટના બની છે. શહેરના હાથમતી પીકઅપ વિયરમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરતી વખતે એક યુવક પાણીમાં ડૂબી ગયો હતો. જેના કારણે તેનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટના ત્યારે બની જ્યારે મોટી સંખ્યામાં ભક્તો પાંચ દિવસે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવા માટે વિયરમાં એકઠા થયા હતા.
મોટી સંખ્યામાં વિસર્જન કરવા ભક્તોની ભીડ જામી હતી
ચોમાસાને કારણે વિયરમાં પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ હતો. તેમ છતાં લોકો મોટી સંખ્યામાં વિસર્જન માટે ઉમટી પડ્યા હતા. મૃતક યુવક મહેતાપુરામાં ખાડા વિસ્તારનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને બી ડિવિઝન પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગ દ્વારા પાણીમાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને લાંબી જહેમત બાદ યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.
ફાયર વિભાગે યુવકના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો છે. આ દુર્ઘટના બાદ તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે. ભારે વરસાદ અને પાણીની આવક છતાં વિસર્જન સ્થળે કોઈ પૂરતી સુરક્ષા વ્યવસ્થા કે પોલીસ બંદોબસ્ત ન હોવાથી આ ઘટના બની હોવાનું માનવામાં આવે છે. જોકે તંત્ર દ્વારા પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને વધુ સુરક્ષાના પગલાં ભરવામાં આવી રહ્યા છે. આ ઘટનાએ ગણેશ ઉત્સવની ખુશીના માહોલને શોકમાં ફેરવી દીધો છે.
What's Your Reaction?






