હિંમતનગર: મોતીપુરા સર્વિસ રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે પિતાની નજર સામે જ પુત્રનું મોત

Mar 1, 2026 - 22:00
હિંમતનગર: મોતીપુરા સર્વિસ રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે પિતાની નજર સામે જ પુત્રનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Himmatnagar Hit-and-Run: હિંમતનગરથી અમદાવાદ તરફ જવાના હાઈવે પર આવેલા મોતીપુરા સર્વિસ રોડ પર આજે (પહેલી માર્ચ) ચોંકાવનારો અકસ્માત સર્જાયો હતો. પિતા-પુત્ર મોપેડ પર જઈ રહ્યા હતા ત્યારે પાછળથી પૂરઝડપે આવતા એક અજાણ્યા વાહને ટક્કર મારતા 14 વર્ષીય કિશોરનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે પિતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

પિતા-પુત્રને પાછળથી મારી ટક્કર

મળતી માહિતી અનુસાર, હિંમતનગરના ઝહીરાબાદ વિસ્તારમાં રહેતા પિતા અને તેમનો કિશોર વયનો પુત્ર મોપેડ પર સવાર થઈને મોતીપુરા સર્વિસ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન એક અજાણ્યા વાહન ચાલકે પાછળથી બેદરકારીપૂર્વક વાહન હંકારી મોપેડને જોરદાર ટક્કર મારી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0