હજુ પણ સાબરમતીમાં ઉદ્યોગોનું ઝેરી પાણી છોડાય છે, GPCB કરે છે શું?

પ્રદૂષિત પાણી છોડાતું હોવાનો વીડિયો વાઇરલ થતાં કોર્ટે અર્જન્ટ સુનાવણી યોજીઆજે જ સ્થળ પર પહોંચી જરૂરી પગલાં ભરવા જીપીસીબીને આદેશ કર્યો મેગામાં બિન્દાસ્ત રીતે એફ્લુઅન્ટ પ્રદૂષિત પાણી છોડાઇ રહ્યું છે વિશાલા પાસે નારોલ સીઇટીપીમાંથી ફીણવાળુ પ્રદૂષિત એફ્લુઅન્ટ જાહેરમાં ખુલ્લામાં છોડી ત્યાંથી સીધુ સાબરમતી નદીમાં છોડવાના વાયરલ વીડિયોને લઇ ચીફ્ જસ્ટિસની ખંડપીઠે આજે સાબરમતી નદીના પ્રદૂષણ અંગેની પીઆઇએલની અરજન્ટ સુનાવણી હાથ ધરી હતી અને આ મુદ્દે જીપીસીબી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જોરદાર રીતે ઉધડો લઇ નાંખ્યો હતો. આ રીતે હજુ પણ સાબરમતી નદીમાં પ્રદૂષિત અને ઉદ્યોગોનું જોખમી એફ્લુઅન્ટ છોડાઇ રહ્યું હોવાને લઇ હાઇકોર્ટે સખત નારાજગી વ્યકત કરી હતી. ચીફ જસ્ટીસની ખંડપીઠે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને આડા હાથે લેતાં જણાવ્યું હતું કે, સીઇટીપી અને મેગામાં બિન્દાસ્ત રીતે એફ્લુઅન્ટ પ્રદૂષિત પાણી છોડાઇ રહ્યું છે અને સરેઆમ નોર્મ્સ અને નિયમોનો ભંગ થઇ રહ્યો છે તો જીપીસીબી કરે છે શું? કેવી રીતે આ પ્રદૂષિત એફ્લુઅન્ટ ડાયરેકટ આઉટફેલ ખુલ્લામાં અને ત્યાંથી સાબરમતી નદીમાં ઠલવાઇ રહ્યું છે. ચીફ્ જસ્ટિસે આજે ને આજે આ સ્થળ પર ઇન્સ્પેકશન કરી તાત્કાલિક જરૂરી પગલાં લેવા જીપીસીબીને હુકમ કર્યો હતો. જેથી જીપીસીબીએ આજે જ સ્થળ નિરીક્ષણ કરી જરૂરી કાર્યવાહીની હાઇકોર્ટને ખાતરી આપી હતી. હાઇકોર્ટે મેગા પાઇપલાઇન પ્રોજેકટ સહિતના મુદ્દે અમ્યુકોના મ્યુનિસિપલ કમિશનરને સોગંદનામું રજૂ કરવા ફ્રમાન કર્યું હતું. તો, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને તમામ સાત સીઇટીપી(કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ)ની કાર્યક્ષમતા, તેની સ્થિતિ, છેલ્લા છ મહિનામાં તમામ સીઇટીપીના કરાયેલા નીરીક્ષણ તેનો રિપોર્ટ અને અત્યારનું છેલ્લુ ઇન્સ્પેકશન અને તેનો રિપોર્ટ સહિતના જુદા જુદા મુદ્દાઓ પર વિગતવાર સોગંદનામું રજૂ કરવા હુકમ કર્યો હતો. આ સિવાય હાઇકોર્ટે અમદાવાદ મેગા કલીન એસોસીયેશન અને જોઇન્ટ ટાસ્ક ફેર્સને પણ ખુલાસા સાથેનું સોગંદનામું રજૂ કરવા હુકમ કર્યો હતો. કોર્ટ સહાયક હેમાંગ શાહને પણ આ મામલે જવાબ રજૂ કરવાનો હુકમ કર્યો હતો અને કેસની વધુ સુનાવણી શુક્રવારે રાખી હતી. ચીફ જસ્ટીસની ખંડપીઠે આ સત્તાધીશોને એવી પણ ટકોર કરી હતી કે, તમારા બધાનું કામ પકડો તો જાને..જેવું કામકાજ છે તમારા બધાનું. ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ વૈભવી ડી.નાણાવટીની ખંડપીઠે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ આડા હાથે લીધુ હતુ અને જણાવ્યું હતું કે, તમારી જવાબદારીમાંથી છટકી શકો નહી કે, તમારી જવાબદારી જીપીસીબી પર ઢોળી શકો નહી. તમે આખા શહેરના કસ્ટાડિયન છો..તમારી જવાબદારી બને છે બધુ ધ્યાન રાખવાની. ઈન્સ્પેક્શન કરવું ન હોય તો ટાસ્ક ફોર્સ રદ કરો ચીફ જસ્ટિસના ધ્યાને જ્યારે એ હકીકત આવી કે જોઈન્ટ ટાસ્ક ફોર્સે પાછલા એક વર્ષમાં ઈન્સ્પેક્શન જ કર્યું નથી ત્યારે એકદમ ગુસ્સે થઈને અમ્યુકો, જીપીસીબી સહિતના સત્તાધીશોને સીધો સવાલ કર્યો હતો કે, કેમ, જોઇન્ટ ટાસ્ક ફેર્સે કોઇ ઇન્સ્પેકશન કર્યુ નથી તો તેને નાબૂદ(રદ) કરી નાંખીએ. નદી બચાવવાની છે, તમે બધા સંતાકૂકડી રમો છો અમ્યુકો, જીપીસીબી, જોઇન્ટ ટાસ્ક ફેર્સ બધા અદાલતની આંખમાં ધૂળ નાંખવાનો પ્રયાસ કરી રહ્યા છે. તમામ ઔદ્યોગિક એકમો કાયદાકીય નોર્મ્સ અને નિયમોનું પાલન કરવા બંધાયેલા છે. જે મુજબ, તમામ એકમોએ તેમના ઉદ્યોગોનું એફ્લુઅન્ટ કે પ્રદૂષિત પાણી ટ્રીટ કરીને જછોડવાનું રહે છે. હાઇકોર્ટે આ મુદ્દે જીપીસીબી અને અમ્યુકો સત્તાધીશોને ખાસ પાલન કરાવવા તાકીદ કરી હતી. એક પણ પ્લાન્ટ મોનિટરિંગ સિસ્ટમથી કનેક્ટ નથી કોર્ટ મિત્રએ ધ્યાન દોર્યું હતું કે દરેક STP પ્લાન્ટને GPCB અને CPCB સાથે ઓનલાઇન કન્ટિન્યુસ મોનિટરિંગ સિસ્ટમથી કનેક્ટ કરવાની જોગવાઈ છે. પરંતુ એક પણ પ્લાન્ટ તે સિસ્ટમ સાથે કનેક્ટ નથી. કોર્ટ મિત્રએ મેઇન હોલમાં PH મીટર દ્વારા સુએજના એસિડિક લેવલની તપાસ કરવા પણ સૂચન કર્યું હતું.

હજુ પણ સાબરમતીમાં ઉદ્યોગોનું ઝેરી પાણી છોડાય છે, GPCB કરે છે શું?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પ્રદૂષિત પાણી છોડાતું હોવાનો વીડિયો વાઇરલ થતાં કોર્ટે અર્જન્ટ સુનાવણી યોજી
  • આજે જ સ્થળ પર પહોંચી જરૂરી પગલાં ભરવા જીપીસીબીને આદેશ કર્યો
  • મેગામાં બિન્દાસ્ત રીતે એફ્લુઅન્ટ પ્રદૂષિત પાણી છોડાઇ રહ્યું છે

વિશાલા પાસે નારોલ સીઇટીપીમાંથી ફીણવાળુ પ્રદૂષિત એફ્લુઅન્ટ જાહેરમાં ખુલ્લામાં છોડી ત્યાંથી સીધુ સાબરમતી નદીમાં છોડવાના વાયરલ વીડિયોને લઇ ચીફ્ જસ્ટિસની ખંડપીઠે આજે સાબરમતી નદીના પ્રદૂષણ અંગેની પીઆઇએલની અરજન્ટ સુનાવણી હાથ ધરી હતી અને આ મુદ્દે જીપીસીબી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જોરદાર રીતે ઉધડો લઇ નાંખ્યો હતો.

આ રીતે હજુ પણ સાબરમતી નદીમાં પ્રદૂષિત અને ઉદ્યોગોનું જોખમી એફ્લુઅન્ટ છોડાઇ રહ્યું હોવાને લઇ હાઇકોર્ટે સખત નારાજગી વ્યકત કરી હતી. ચીફ જસ્ટીસની ખંડપીઠે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને આડા હાથે લેતાં જણાવ્યું હતું કે, સીઇટીપી અને મેગામાં બિન્દાસ્ત રીતે એફ્લુઅન્ટ પ્રદૂષિત પાણી છોડાઇ રહ્યું છે અને સરેઆમ નોર્મ્સ અને નિયમોનો ભંગ થઇ રહ્યો છે તો જીપીસીબી કરે છે શું? કેવી રીતે આ પ્રદૂષિત એફ્લુઅન્ટ ડાયરેકટ આઉટફેલ ખુલ્લામાં અને ત્યાંથી સાબરમતી નદીમાં ઠલવાઇ રહ્યું છે. ચીફ્ જસ્ટિસે આજે ને આજે આ સ્થળ પર ઇન્સ્પેકશન કરી તાત્કાલિક જરૂરી પગલાં લેવા જીપીસીબીને હુકમ કર્યો હતો. જેથી જીપીસીબીએ આજે જ સ્થળ નિરીક્ષણ કરી જરૂરી કાર્યવાહીની હાઇકોર્ટને ખાતરી આપી હતી.

હાઇકોર્ટે મેગા પાઇપલાઇન પ્રોજેકટ સહિતના મુદ્દે અમ્યુકોના મ્યુનિસિપલ કમિશનરને સોગંદનામું રજૂ કરવા ફ્રમાન કર્યું હતું. તો, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને તમામ સાત સીઇટીપી(કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ)ની કાર્યક્ષમતા, તેની સ્થિતિ, છેલ્લા છ મહિનામાં તમામ સીઇટીપીના કરાયેલા નીરીક્ષણ તેનો રિપોર્ટ અને અત્યારનું છેલ્લુ ઇન્સ્પેકશન અને તેનો રિપોર્ટ સહિતના જુદા જુદા મુદ્દાઓ પર વિગતવાર સોગંદનામું રજૂ કરવા હુકમ કર્યો હતો. આ સિવાય હાઇકોર્ટે અમદાવાદ મેગા કલીન એસોસીયેશન અને જોઇન્ટ ટાસ્ક ફેર્સને પણ ખુલાસા સાથેનું સોગંદનામું રજૂ કરવા હુકમ કર્યો હતો. કોર્ટ સહાયક હેમાંગ શાહને પણ આ મામલે જવાબ રજૂ કરવાનો હુકમ કર્યો હતો અને કેસની વધુ સુનાવણી શુક્રવારે રાખી હતી. ચીફ જસ્ટીસની ખંડપીઠે આ સત્તાધીશોને એવી પણ ટકોર કરી હતી કે, તમારા બધાનું કામ પકડો તો જાને..જેવું કામકાજ છે તમારા બધાનું. ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ વૈભવી ડી.નાણાવટીની ખંડપીઠે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ આડા હાથે લીધુ હતુ અને જણાવ્યું હતું કે, તમારી જવાબદારીમાંથી છટકી શકો નહી કે, તમારી જવાબદારી જીપીસીબી પર ઢોળી શકો નહી. તમે આખા શહેરના કસ્ટાડિયન છો..તમારી જવાબદારી બને છે બધુ ધ્યાન રાખવાની.

ઈન્સ્પેક્શન કરવું ન હોય તો ટાસ્ક ફોર્સ રદ કરો

ચીફ જસ્ટિસના ધ્યાને જ્યારે એ હકીકત આવી કે જોઈન્ટ ટાસ્ક ફોર્સે પાછલા એક વર્ષમાં ઈન્સ્પેક્શન જ કર્યું નથી ત્યારે એકદમ ગુસ્સે થઈને અમ્યુકો, જીપીસીબી સહિતના સત્તાધીશોને સીધો સવાલ કર્યો હતો કે, કેમ, જોઇન્ટ ટાસ્ક ફેર્સે કોઇ ઇન્સ્પેકશન કર્યુ નથી તો તેને નાબૂદ(રદ) કરી નાંખીએ.

નદી બચાવવાની છે, તમે બધા સંતાકૂકડી રમો છો

અમ્યુકો, જીપીસીબી, જોઇન્ટ ટાસ્ક ફેર્સ બધા અદાલતની આંખમાં ધૂળ નાંખવાનો પ્રયાસ કરી રહ્યા છે. તમામ ઔદ્યોગિક એકમો કાયદાકીય નોર્મ્સ અને નિયમોનું પાલન કરવા બંધાયેલા છે. જે મુજબ, તમામ એકમોએ તેમના ઉદ્યોગોનું એફ્લુઅન્ટ કે પ્રદૂષિત પાણી ટ્રીટ કરીને જછોડવાનું રહે છે. હાઇકોર્ટે આ મુદ્દે જીપીસીબી અને અમ્યુકો સત્તાધીશોને ખાસ પાલન કરાવવા તાકીદ કરી હતી.

એક પણ પ્લાન્ટ મોનિટરિંગ સિસ્ટમથી કનેક્ટ નથી

કોર્ટ મિત્રએ ધ્યાન દોર્યું હતું કે દરેક STP પ્લાન્ટને GPCB અને CPCB સાથે ઓનલાઇન કન્ટિન્યુસ મોનિટરિંગ સિસ્ટમથી કનેક્ટ કરવાની જોગવાઈ છે. પરંતુ એક પણ પ્લાન્ટ તે સિસ્ટમ સાથે કનેક્ટ નથી. કોર્ટ મિત્રએ મેઇન હોલમાં PH મીટર દ્વારા સુએજના એસિડિક લેવલની તપાસ કરવા પણ સૂચન કર્યું હતું.