સ્કૂલમાં અન્ય બાળકે ફેંકેલી પેન વાગતા બાળકે આંખ ગુમાવી, શાળા પર બેદરકારીનો આક્ષેપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાઃ શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી ઉમા વિદ્યાલયના પ્રાથમિક વિભાગમાં અભ્યાસ કરતા એક બાળકને સ્કૂલમાં અન્ય બાળકે રમત-રમતમાં ફેંકેલી પેન આંખમાં વાગી ગઈ હતી.જેના કારણે આ બાળકને એક આંખ ગુમાવવાનો વારો આવ્યો છે.
આ મામલામાં સ્કૂલ સંચાલકોની ગંભીર બેદરકારી હોવાના આક્ષેપ સાથે ઓલ ગુજરાત વાલી મંડળે બાળકના પિતાને સાથે રાખીને સ્કૂલમાં રજૂઆત કરી હતી.વાલી મંડળના દીપક પાલકરે કહ્યું હતું કે, આ ઘટના ત્રણ મહિના પહેલા હોળીના દિવસે બની હતી.અન્ય બાળકની પેન આ બાળકને આઁખમાં વાગી હતી.
What's Your Reaction?






