સૌરાષ્ટ્રમાં 40 ટકા વરસાદ, 58 ટકા જળસંગ્રહ અને 80 ટકા વાવેતર થયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સમગ્ર દેશમાં આ વર્ષે 9 દિવસ વહેલું ચોમાસુ છવાયું : ગત સપ્તાહમાં 3 લો પ્રેસર સહિત સીસ્ટમથી ભારે વરસાદ વરસ્યો : રાજ્યમાં ત્રણ દિવસ પછી વરસાદનું જોર ઘટવા વકી
રાજકોટ, : સૌરાષ્ટ્રમાં ગત તા. 17 જૂનના ચોમાસાના પ્રવેશ સાથે જ સતત ભારે વરસાદનું હવામાન રહ્યું છે જેના પગલે સૌરાષ્ટ્રમાં 40 ટકા અને રાજ્યમાં એકંદરે 39 ટકા વરસાદ વરસી ગયો છે અને સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં જળસંગ્રહ વધીને 58 ટકાએ પહોંચ્યો છે તો આ પ્રદેશના 11 જિલ્લાઓમાં આ વર્ષે વહેલી વાવણીથી જૂન અંતિત જ 80 ટકા વાવણી થઈ ગઈ છે.
આજ સાંજ સુધીમાં સૌરાષ્ટ્રમાં, (1) મૌસમનો સરેરાશ 30 ઈંચ સામે 12 ઈંચ એટલે કે 40 ટકા વરસાદ વરસી ગયો છે, (2) કૂલ 141 ડેમોમાં 57.57 ટકા એટલે કે 52622 MCFT જળસંગ્રહ થયો છે જે ગત વર્ષ કરતા 30,000 MCGT વધારે છે.
What's Your Reaction?






