સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને આપવામાં આવેલા ડી-2 દરજ્જામાં ફેરફાર કરવા રજૂઆત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હાલ પુરતું મહાનગરપાલિકાને ડી-૪ દરજ્જો રાખવા માંગ કરાઈ
ડી-૨ દરજ્જાથી ખેડૂતોને આર્થિક નુકસાન થવાની અને આર્થિક ઈકોનેમીને અસર પડવાની ભીતિ
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર વઢવાણ બિલ્ડર એસોશીએસન દ્વારા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને આપવામાં આવેલ ડી-૨ ના દરજ્જામાં ફેરફાર કરવા સહિતની માંગ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખીત રજુઆત કરી છે. જે રજુઆતમાં જણાવ્યા મુજબ ગત મે-૨૦૨૫માં શહેરી વિકાસ સચીવના હુકમથી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને ડી-૪ માંથી ડી-૨ નો દરજ્જો આપવામાં આવ્યો છે જે ખરેખર મોટા શહેરોને આપવામાં આવે છે પરંતુ સુરેન્દ્રનગર પછાત જીલ્લો હોવાથી અને અહિં રોજગારીની તકો ખુબ જ ઓછી છે આથી ડી-૨ માં દરજ્જો આપવાથી ખેતરની ૪૦ ટકા કપાત રાખવામાં આવે છે તે નિયમને લઈ ખુબ જ હાલાકી પડશે અને મોટું આર્થિક સંકટ ઉભું થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે ખેડુતોને તેમના ખેતરની ૪૦ ટકા કિંમત ઘટી જતા આર્થિક નુકશાની ભોગવવાનો પણ વારો આવશે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને ૭ થી ૮ વર્ષ બાદ ડી-૨ માં સમાવેશ કરવાથી ખેડુતોને રાહત થશે સાથે સાથે આર્થિક ઈકોનેમીને અસર નહિં પડે અને ઝડપથી વિકાસ થશે આથી સુરેન્દ્રનગર મનપા તંત્રને હાલ પુરતું ડી-૪ માં રાખવાની માંગ સાથે મુખ્યમંત્રી સહિત સ્થાનીક ધારાસભ્યને લેખીત રજુઆત કરવામાં આવી છે.
What's Your Reaction?






