સુરતમાં સીટી અને BRTS બસમાં ટિકિટ ચોરી અટકાવવા શિક્ષાત્મક કામગીરી શરૂ કર્યાના બીજા દિવસે આખી બસ વગર ટિકિટે ઝડપાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Surat : સુરત પાલિકા દ્વારા સીટી અને બીઆરટીએસ બસમાં ટિકીટ ચોરી અટકાવવા માટે દંડ વસુલવા અને ડ્રાઈવર કન્ડકટરોને સસ્પેન્ડ અને બ્લેક લિસ્ટ સુધીની કામગીરી કરી છે. પાલિકાએ આક્રમક કામગીરી શરુ કરી છે તેની અસર ડ્રાઈવર કન્ડકર પર થઈ નથી અને ચેકીંગના બીજા દિવસે એક આખી બસમાં પેસા લઈને મુસાફરોને ટીકીટ આપી ન હોવાનું બહાર આવ્યું છે. આજે બીજા દિવસે ટીકીટ નહી હોવાથી પાલિકાએ 22680 રૂપિયાનો દંડ પણ વસુલ કરવા સાથે કન્ડકટરોને સસ્પેન્ડ કરવાની કામગીરી હાથ ધરી હતી.
સુરત પાલિકાની સીટી અને બીઆરટીએસ બસમાં ટીકીટ કૌભાંડ થઈ રહ્યું છે તેને ડામવા માટે પાલિકા અને સીટી લિંક દ્વારા આકરા પગલાં ભરવા પહેલા ગઈકાલે એક બેઠક કરી હતી. જેમાં પહેલા દિવસે 15 મુસાફરો ટીકીટ વિનાના મળી આવતાં તેમની પાસેથી 1500 રુપિયાનો દંડ વસુલ્યો હતો.
What's Your Reaction?






