સુરતમાં સર્કલ અને ડિવાઈડર પર ગેરકાયદે બેનરનું જંગલ : 24 પોલીસ ફરિયાદ અને 51 હજારનો દંડ છતાં બેનર-હોર્ડિંગ્સનું સામ્રાજ્ય યથાવત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Surat : સુરત મહાનગરપાલિકા ગેરકાયદે જાહેરાત સામે કડક કાર્યવાહીના દાવા કરી રહી છે પાલિકાએ 6,038 ગેરકાયદે હોર્ડિંગ્સ અને બેનર દૂર કરીને 24 પોલીસ ફરિયાદ અને 51 હજારનો દંડ કર્યો છતાં ગેરકાયદે હોર્ડિંગ્સ બેનર લગાવનારાઓને પાલિકાનો કોઈ ડર ન હોય તેમ હજી પણ શહેરમાં સર્કલ અને ડિવાઈડર પર મોટા પ્રમાણમાં ગેરકાયદે બેનરનું જંગલ જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત સુરતમાં હજારો વૃક્ષ પર ખીલા લગાવી વૃક્ષને નુકસાન પહોંચાડી જાહેરાત લગાવવામાં આવી રહી છે. આવા તત્વો સામે આક્રમક કાર્યવાહી કરવા માટેની માંગણી લોકો કરી રહ્યા છે.
સુરત પાલિકા દ્વારા સ્વચ્છતા સાથે સુરતની સુંદરતા વધે તે માટે ગેરકાયદે હોર્ડિગ્સ અને બેનર દુર કરવાની ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશ અંતર્ગત પાલિકાએ શહેરના વિવિધ વિસ્તારમાં 6,038 વિવિધ પ્રકારની ગેરકાયદે જાહેરાતના માધ્યમો દૂર કરવામાં આવ્યા છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

