સુરતમાં રોગચાળો વકર્યો, પાણી અને મચ્છરજન્ય બીમારીથી બાળકો સહિત 4ના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Surat News: ચોમાસાની ઋતુ વચ્ચે સુરત સહિતના વિસ્તારોમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો પ્રતિદિન વકરી રહ્યો છે. આ દરમિયાન તાવ આવ્યા બાદ રાંદેરમાં બાળકી, સચીનમાં ધોરણ 12ના વિધાથી અને કાપોદ્રમાં યુવાન તથા લિંબાયતમાં ઝાડા-ઉલ્ટી થયા બાદ વૃદ્ધાની તબિયત બગડતા મોત નિરજ્યું હતું.
સુરત સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ, રાંદેરના પાલનપુર પાટિયા રોડ પર રામનગર ખાતે રહેતા કરસન સોલંકીની સાત વર્ષીય પુત્રી ક્રિષ્નાને બે દિવસથી તાવ કણસતી હતી. ત્યારે ગુરુવારે (20મી ઓગસ્ટ) સવારે તેની તબિયત વધુ બગડતા સારવાર માટે નવી સિવિલમાં લાવ્યા હતા. જ્યાં ડોક્ટરે મૃત જાહેર કરી હતી.
What's Your Reaction?






