સુરત-મુંબઈના આઠ એક્સપોર્ટર સાથે રૂ.80 કરોડની છેતરપિંડી

- મુંબઈના સાંતાક્રુઝનો બહીરવાની પરિવાર વિદેશ ફરાર : પ્રકાશ બહીરવાની વિદેશમાં કાર્ગો એજન્ટના નામે માલ તો મંગાવતો હતો પણ પોતે છોડાવીને અન્ય વ્યક્તિઓના નામે વેચતો હતો - ભેસ્તાનના એક્ષપોર્ટર સુબીરભાઈ બત્રાને પ્રકાશ બહીરવાની પાસે રૂ.72 કરોડ લેવાના હતા પણ આટલી મોટી રકમ ચુકવવાની સ્થિતિમાં નથી તેવી આજીજી કરી રૂ.53.47 કરોડમાં સમાધાન કરી તે પણ ચૂકવ્યા નહોતા : પેમેન્ટ ચૂકવ્યાનું બોગસ ટેલિગ્રાફિક ટ્રાન્સફર તૈયાર કરી મેઈલ કર્યો હતોસુરત, : સુરતના ભેસ્તાન સ્થિત કાપડના એક્ષપોર્ટર સહિત સુરત-મુંબઈના આઠ એક્ષપોર્ટર પાસેથી વિદેશમાં કાર્ગો એજન્ટના નામે કાપડ મંગાવી બાદમાં પોતે છોડાવીને અન્ય વ્યક્તિઓના નામે વેચી તમામનું બાકી પેમેન્ટ રૂ.80 કરોડ નહીં ચૂકવી વિદેશ ભાગી છૂટેલા મુંબઈ સાંતાક્રુઝના બહીરવાની પરિવાર વિરુદ્ધ સીઆઈડી ક્રાઈમે ઠગાઈનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.સીઆઈડી ક્રાઈમના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વેસુ જી.ડી.ગોએન્કા સ્કુલ સામે કેપિટલ ગ્રીન એપાર્ટમેન્ટ ઈ-4/902 માં રહેતા 50 વર્ષીય સુબીરભાઈ આતમપ્રકાશ બત્રા ભેસ્તાન સફારી કોમ્પલેક્ષ પાછળ આશીર્વાદ ઈન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં બત્રા ઈન્ટરનેશનલ, ભારતી ક્રિએશન અને લક્ષ્મી એક્ષપોર્ટના નામે કાપડ એક્ષપોર્ટનું કામ કરે છે.વર્ષ 2011 માં બે બાયર પ્રકાશ ધર્મરાજ બહીરવાની અને રમજી સાઉદી અરેબીયાથી તેમની ઓફિસે આવ્યા હતા.પોતાના, પત્ની નીલમ, પુત્રી પાયલ અને ભાઈ હિતેશ સાથે ભેગા મળી આરબ દેશોમાં ભારતમાંથી કાપડ ખરીદવાનો વેપાર કરતા પ્રકાશભાઈએ પોતે વિદેશમાં જયારે પરિવારના અન્ય સભ્યો ભારતમાં વેપાર સંભાળે છે તેમ કહી ઈરાન, ઈરાક અને દુબઈ સહિતના દેશોમાં સાથે વેપાર કરવાની અને સમસયર પેમેન્ટની પણ જવાબદારી લેવાની વાત કરતા સુબીરભાઈએ તેમની સાથે વેપાર શરૂ કર્યો હતો.પ્રકાશભાઈ સુબીરભાઈએ એક્ષપોર્ટ કરેલો માલ ડિલિવર થયાના 10 થી 15 દિવસમાં પેમેન્ટ ચૂકવી આપતા હતા.જોકે, તે ક્યારેય માલ ખરીદનાર વેપારી કે કંપનીનું નામ, કોન્ટેક નંબર કે ઈમેઈલ આઈડી જણાવતા નહોતા.ત્યાર બાદ વર્ષ 2016 માં પ્રકાશભાઈએ રૂ.72 કરોડનું પેમેન્ટ નહીં કરી કોઈ દેખીતા કારણ વિના થોભી જવા કહ્યું હતું.બાદમાં અચાનક તેણે ધમકી આપી હતી કે તમારું પેમેન્ટ મળશે નહીં, જે થાય તે કરી લો.તે અરસામાં સુબીરભાઈને જાણ થઈ હતી કે પ્રકાશ બહીરવાની વિદેશમાં કાર્ગો એજન્ટના નામે માલ તો મંગાવતો હતો પણ પોતે છોડાવીને અન્ય વ્યક્તિઓના નામે વેચતો હતો.એટલું જ નહીં સુરત અને મુંબઈના અન્ય સાત એક્ષપોર્ટર પાસે પણ આ રીતે જ તેણે માલ મંગાવી બાદમાં હાથ ઊંચા કરી દઈ પેમેન્ટ કર્યું નથી.સુબીરભાઈએ વારંવાર ઉઘરાણી કરતા પ્રકાશભાઈ ગત 17 ઓક્ટોબર 2016 ના રોજ ટ્રેનમા સુરત આવ્યા હતા અને સુબીરભાઈને મળી રૂ.72 કરોડ જેટલી મોટી રકમ ચુકવવાની સ્થિતિમાં નથી તેવી આજીજી કરી રૂ.53.47 કરોડમાં સમાધાન કર્યું હતું.પણ તે ય ચૂકવ્યા નહોતા.પ્રકાશભાઈએ સુબીરભાઈ અને અન્યોને પેમેન્ટ ચૂકવ્યાનું બોગસ ટેલિગ્રાફિક ટ્રાન્સફર તૈયાર કરી મેઈલ કર્યો હતો.આમ, સુરતના કાપડના એક્ષપોર્ટર સહિત સુરત-મુંબઈના આઠ એક્ષપોર્ટર સાથે રૂ.80 કરોડની ઠગાઈ કરનાર પ્રકાશભાઈ અને તેમના પત્ની, પુત્રી અને ભાઈ વિરુદ્ધ સુબીરભાઈએ કરેલી અરજીના આધારે સીઆઈડી ક્રાઈમે કુલ રૂ.80,01,64,108 ની ઠગાઈનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.સીઆઈડી ક્રાઇમની પ્રાથમિક તપાસમાં પરિવાર વિદેશ ભાગી ગયું હોવાનું જાણવા મળ્યું છે.કોના વિરુદ્ધ ગુનો નોંધાયો (1) પ્રકાશ ધર્મરાજ બહીરવાની(2) નીલમ પ્રકાશ બહીરવાની(3) પાયલ પ્રકાશ બહીરવાની ( ત્રણેય રહે.ફ્લેટ નં.11, 11 મો માળ, સુનીલ બિલ્ડીંગ, તાલામીકી રોડ, સાંતાક્રુઝ ( વેસ્ટ ), મુંબઈ )(4) હિતેશભાઈ ધર્મરાજ બહીરવાની ( રહે.601, એસ્કોટ પાલી માર્કેટ રોડ, બાંદ્રા ( વેસ્ટ ), મુંબઈ )

સુરત-મુંબઈના આઠ એક્સપોર્ટર સાથે રૂ.80 કરોડની છેતરપિંડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- મુંબઈના સાંતાક્રુઝનો બહીરવાની પરિવાર વિદેશ ફરાર : પ્રકાશ બહીરવાની વિદેશમાં કાર્ગો એજન્ટના નામે માલ તો મંગાવતો હતો પણ પોતે છોડાવીને અન્ય વ્યક્તિઓના નામે વેચતો હતો

- ભેસ્તાનના એક્ષપોર્ટર સુબીરભાઈ બત્રાને પ્રકાશ બહીરવાની પાસે રૂ.72 કરોડ લેવાના હતા પણ આટલી મોટી રકમ ચુકવવાની સ્થિતિમાં નથી તેવી આજીજી કરી રૂ.53.47 કરોડમાં સમાધાન કરી તે પણ ચૂકવ્યા નહોતા : પેમેન્ટ ચૂકવ્યાનું બોગસ ટેલિગ્રાફિક ટ્રાન્સફર તૈયાર કરી મેઈલ કર્યો હતો

સુરત, : સુરતના ભેસ્તાન સ્થિત કાપડના એક્ષપોર્ટર સહિત સુરત-મુંબઈના આઠ એક્ષપોર્ટર પાસેથી વિદેશમાં કાર્ગો એજન્ટના નામે કાપડ મંગાવી બાદમાં પોતે છોડાવીને અન્ય વ્યક્તિઓના નામે વેચી તમામનું બાકી પેમેન્ટ રૂ.80 કરોડ નહીં ચૂકવી વિદેશ ભાગી છૂટેલા મુંબઈ સાંતાક્રુઝના બહીરવાની પરિવાર વિરુદ્ધ સીઆઈડી ક્રાઈમે ઠગાઈનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સીઆઈડી ક્રાઈમના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વેસુ જી.ડી.ગોએન્કા સ્કુલ સામે કેપિટલ ગ્રીન એપાર્ટમેન્ટ ઈ-4/902 માં રહેતા 50 વર્ષીય સુબીરભાઈ આતમપ્રકાશ બત્રા ભેસ્તાન સફારી કોમ્પલેક્ષ પાછળ આશીર્વાદ ઈન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં બત્રા ઈન્ટરનેશનલ, ભારતી ક્રિએશન અને લક્ષ્મી એક્ષપોર્ટના નામે કાપડ એક્ષપોર્ટનું કામ કરે છે.વર્ષ 2011 માં બે બાયર પ્રકાશ ધર્મરાજ બહીરવાની અને રમજી સાઉદી અરેબીયાથી તેમની ઓફિસે આવ્યા હતા.પોતાના, પત્ની નીલમ, પુત્રી પાયલ અને ભાઈ હિતેશ સાથે ભેગા મળી આરબ દેશોમાં ભારતમાંથી કાપડ ખરીદવાનો વેપાર કરતા પ્રકાશભાઈએ પોતે વિદેશમાં જયારે પરિવારના અન્ય સભ્યો ભારતમાં વેપાર સંભાળે છે તેમ કહી ઈરાન, ઈરાક અને દુબઈ સહિતના દેશોમાં સાથે વેપાર કરવાની અને સમસયર પેમેન્ટની પણ જવાબદારી લેવાની વાત કરતા સુબીરભાઈએ તેમની સાથે વેપાર શરૂ કર્યો હતો.

પ્રકાશભાઈ સુબીરભાઈએ એક્ષપોર્ટ કરેલો માલ ડિલિવર થયાના 10 થી 15 દિવસમાં પેમેન્ટ ચૂકવી આપતા હતા.જોકે, તે ક્યારેય માલ ખરીદનાર વેપારી કે કંપનીનું નામ, કોન્ટેક નંબર કે ઈમેઈલ આઈડી જણાવતા નહોતા.ત્યાર બાદ વર્ષ 2016 માં પ્રકાશભાઈએ રૂ.72 કરોડનું પેમેન્ટ નહીં કરી કોઈ દેખીતા કારણ વિના થોભી જવા કહ્યું હતું.બાદમાં અચાનક તેણે ધમકી આપી હતી કે તમારું પેમેન્ટ મળશે નહીં, જે થાય તે કરી લો.તે અરસામાં સુબીરભાઈને જાણ થઈ હતી કે પ્રકાશ બહીરવાની વિદેશમાં કાર્ગો એજન્ટના નામે માલ તો મંગાવતો હતો પણ પોતે છોડાવીને અન્ય વ્યક્તિઓના નામે વેચતો હતો.એટલું જ નહીં સુરત અને મુંબઈના અન્ય સાત એક્ષપોર્ટર પાસે પણ આ રીતે જ તેણે માલ મંગાવી બાદમાં હાથ ઊંચા કરી દઈ પેમેન્ટ કર્યું નથી.

સુબીરભાઈએ વારંવાર ઉઘરાણી કરતા પ્રકાશભાઈ ગત 17 ઓક્ટોબર 2016 ના રોજ ટ્રેનમા સુરત આવ્યા હતા અને સુબીરભાઈને મળી રૂ.72 કરોડ જેટલી મોટી રકમ ચુકવવાની સ્થિતિમાં નથી તેવી આજીજી કરી રૂ.53.47 કરોડમાં સમાધાન કર્યું હતું.પણ તે ય ચૂકવ્યા નહોતા.પ્રકાશભાઈએ સુબીરભાઈ અને અન્યોને પેમેન્ટ ચૂકવ્યાનું બોગસ ટેલિગ્રાફિક ટ્રાન્સફર તૈયાર કરી મેઈલ કર્યો હતો.આમ, સુરતના કાપડના એક્ષપોર્ટર સહિત સુરત-મુંબઈના આઠ એક્ષપોર્ટર સાથે રૂ.80 કરોડની ઠગાઈ કરનાર પ્રકાશભાઈ અને તેમના પત્ની, પુત્રી અને ભાઈ વિરુદ્ધ સુબીરભાઈએ કરેલી અરજીના આધારે સીઆઈડી ક્રાઈમે કુલ રૂ.80,01,64,108 ની ઠગાઈનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.સીઆઈડી ક્રાઇમની પ્રાથમિક તપાસમાં પરિવાર વિદેશ ભાગી ગયું હોવાનું જાણવા મળ્યું છે.



કોના વિરુદ્ધ ગુનો નોંધાયો

(1) પ્રકાશ ધર્મરાજ બહીરવાની
(2) નીલમ પ્રકાશ બહીરવાની
(3) પાયલ પ્રકાશ બહીરવાની ( ત્રણેય રહે.ફ્લેટ નં.11, 11 મો માળ, સુનીલ બિલ્ડીંગ, તાલામીકી રોડ, સાંતાક્રુઝ ( વેસ્ટ ), મુંબઈ )
(4) હિતેશભાઈ ધર્મરાજ બહીરવાની ( રહે.601, એસ્કોટ પાલી માર્કેટ રોડ, બાંદ્રા ( વેસ્ટ ), મુંબઈ )